VADODARA CITY
પોલીસ કાર્યવાહીના ડરે ઓએસીસના કાર્યકરો પોલીસ ભવન પહોંચ્યા,સાંભળો સૂફીયાની વાતો!
- હાલ સુધી મીડિયાથી મોઢું છુપાવતા ફરતા કાર્યકરો આજે સંસ્થા બચાવવા મેદાનમાં
- ઓએસીસ સંસ્થાની કામગીરી અને ભૂતકાળ તપાસવા માટે પોલીસ કમિશનરે આદેશ કર્યા હતા
- બે દાયકા પૂર્વે ઓએસીસ સંસ્થા અનેક વિવાદોમાં ઘેરાયેલી હતી
- પીડિતા પર થયેલા દુષ્કર્મ મામલે જાણકારી હોવા છતાંય માહિતી કેમ છુપાવી?
વડોદરા માં એન.જી.ઓ માં કામ કરતી યુવતી પર દુષ્કર્મ અને આપઘાત બાદ ઓસીસ સંસ્થા શંકા ના ઘેરા માં છે ત્યારે સંસ્થા સાથે જોડાયેલ યુવતીઓ અને માતાપિતા સમર્થન માં બહાર આવ્યા છે.
તારીખ 4 નવેમ્બરના રોજ વેકસીન ઇન્સ્ટિયુટ ખાતે વડોદરા ના ઓસીસ સંસ્થા માં કામ કરતી યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાથી તેણે આપઘાત કર્યો હતો ત્યારથી જ ઓસીસ સંસ્થા સામે શંકા ની સોંય ઉભી થઇ છે.આ સંસ્થા સામે નવસારી ના માતા પિતાઓએ પણ આક્ષેપ કર્યા હતા કે તેમની દીકરીઓ પરત આવવા માંગતી નથી.ઉપરાંત સિંઘરોટ ખાતે પણ સંસ્થા ની પ્રવૃત્તિઓ સામે આવ્યા બાદ તંત્રએ કાર્યવાહી કરી હતી.
ત્યારે ફરી એક વાર સંસ્થા વિવાદ માં આવતા પોલીસ વિભાગ દ્વારા સંસ્થા ના રજિસ્ટ્રેશન રદ્દ કરવા મામલે તપાસ હાથ ધરતા આખરે સંસ્થા ના સમર્થનમાં ત્યાં કામ કરતી યુવતીઓ અને તેમના માતા પિતા આવ્યા છે.પોલીસ ભવન ખાતે પહોંચેલા યુવતીઓ અને માતાપિતાએ યુવતી સાથે દુષ્કર્મ નું દુઃખ હોવાનું તો કહ્યું પરંતુ કેસ મામલે કાઈ પણ કહેવાનું ટાળ્યું હતું અને મીડિયા સામે પણ રોષ પ્રગટ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી મીડિયા દ્વારા વારંવાર સંસ્થા નો સંપર્ક કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો પરંતુ કોઈ બોલવા રાજી ન હતું ત્યારે પોલીસ વિભાગે લાલ આંખ કરતા હવે સંસ્થાને એ જ મીડિયા ની જરૂર પડી છે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે