VADODARA CITY
પ્રવેશોત્સવ Vs આફતોત્સવ : એક બાળકને તેડવા જતા મંત્રીના જીલ્લામાં શાળા બિલ્ડીંગ વિના અભ્યાસ કરતા 296 બાળકો
- એક જ જીલ્લામાં બાળકોની વ્યવસ્થા વચ્ચે આટલો ભેદ કેમ?
- બે સંસ્કૃતિ કે ચાર સંસ્કૃતિનું મિલન હોઈ શકે આઠ વર્ગોનું મિલન ક્યાંથી હોય?
- પ્રસિદ્ધિ ઉત્સવમાં મસ્ત નેતાઓનું આવું બેવડું વલણ કેમ?
(મૌલિક પટેલ) આજે અમે ફારસને આરસી બતાવવા જઇ રહ્યા છે, અમે પ્રસિદ્ધિ પર્વ પ્રવેશોત્સવની વાસ્તવિકતા બતાવવા જઇ રહ્યા છે.પ્રજાને ભ્રમિત કરતા ફેબ્રિકેટેટ સમાચારોને ઉઘાડા પાડવા જઇ રહ્યા છે.
શાળા પ્રવેશોત્સવના નામે મસમોટી જાહેરાતો અને ફેબ્રિક એડ સમાચારો માધ્યમથી પ્રસિદ્ધિ મેળવવાના અવનવા અખતરા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે ઢોલ-નગારાના તાલે પ્રવેશ આપતા મંત્રીઓ માટે ભલે આ પ્રસિદ્ધિ ઉત્સવ હોઈ શકે,પરંતુ શાળામાં ઇમારત થી વંચિત બાળકો માટે આ આફતોત્સવ વધારે કઈ જ નથી.
જે શહેરમાં રાજ્યના મહેસુલ મંત્રી શાળા પ્રવેશોત્સવમાં બાળકીને તેવડા છેક એના ઘરે પહોંચે છે તે જ જીલ્લામાં 14 મહિનાથી શાળાની નવી ઇમારત માટે બાળકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. પણ તેઓને ઇમારત મળતી નથી. એક થી આઠ ધોરણના બાળકો એક જ સ્થાને બેસીને ભણી રહ્યા છે. છતાંય ત્યાં કોઈ પૂછવા સુદ્ધા જતું નથી.
એક કે તેથી વધુ સંસ્કૃતિનું મિલન આપણે જોયું હશે પણ અહીં તો આઠ વર્ગોનું મિલન વડોદરા જીલ્લાના પાદરા તાલુકાના વાદીયાપુરા ગામે જોવા મળ્યું, જ્યાં એક થી આઠ ધોરણના વિદ્યાર્થીઓ એક બીજા સાથે “ભળીને” ભણી રહ્યા છે. તેઓ પાસે પ્રવેશોત્સવ તો દુરની વાત પણ પ્રાથમિક વ્યવસ્થા પણ પહોંચી નથી.
વડોદરા જીલ્લા પંચાયત હસ્તક જીલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગની પાદરા તાલુકાના વાદીલાપુરા ગામે વર્ષ 2020માં જર્જરિત થયેલી શાળાની ઇમારત તોડી પાડવામાં આવી હતી. શાળા તોડી પાડયા બાદ વર્ષ 2021માં નવી ઇમારતના બાંધકામની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બાંધકામ માટે ઇજારો લેનાર ઇજારદાર એક મહિના માંજ કામ અડધું છોડીને ચાલ્યો ગયો હતો. ત્યાર બાદ છેલ્લા 14 મહિનાથી શાળાની ઇમારતનું કામ ખોરંભે પડ્યું છે. શરૂઆતમાં જ્યારે શાળા ઇમારત ઉતારી લીધી હતી ત્યારે ખાનગી મકાનો ભાડે રાખી ધોરણ 1 થી 8 ના વર્ગ ચલાવવામાં આવતા હતા. જ્યારે હવે ભાડાની મકાનોમાં ભાડું નહીં ચૂકવતા ખાલી કરવાનો ફરમાન આવી ગયો છે.

નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં હાલ ધોરણ 1 થી 8 માં 296 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાને નવી ઇમારત નહીં મળતા બાળકોને એક જ સાથે અડધા છોડલા બાંધકામના સ્થળે બેસીને અભ્યાસ કરવો પડે છે.
સ્થાનિક ગ્રામજનોએ આજે વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે શાળાની ઇમારત 14 મહિનાથી મળી નથી છતાંય જીલ્લા પંચાયતના સત્તાધીશોને કંઈજ પડી નથી. આ અંગે વહેલા માં વહેલી તકે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરવામાં આવે તો ભર વરસાદે ખુલ્લામાં બેસીને બાળકોને અભ્યાસ કરવો પડે એમ છે. સત્તાધીશો જો વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરી આપે તો ભલે કાયદાનો ભંગ કરવો પડે પણ ગ્રામજનો તાળાબંધી કરશે.
VADODARA CITY
હર ઘર તિરંગા: સામાજીક અગ્રણી ભારતીબેન ભાણવડિયાએ રાષ્ટ્રધ્વજનું વિતરણ કર્યુ

દેશ ભરમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે તારીખ 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનનું આહવાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. જેને લઈને દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા પણ ઠેર ઠેર ઉજવણી માટે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
સાથે સાથે સામાજીક સંસ્થાઓ અને અગ્રણીઓ પણ આ અભિયાનને સફળ કરવા માટે પ્રયત્નશીલ છે. ત્યારે આજે શહેર જીલ્લાના સામાજીક સેવાભાવી અગ્રણી ભારતીબેન ભાણવાડિયા દ્વારા શહેર જીલ્લાના વિવિધ વિસ્તારોમાં 100 થી વધુ રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું.