VADODARA CITY
સંકલનના અભાવે સરદાર એસ્ટેટમાં દુષિત પાણીનો ભરાવો થતા ઉદ્યોગકારો ત્રસ્ત

વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલા સરદાર એસ્ટેટમાં દૂષિત પાણીનો ભરાવો થતા વેપારીઓ અને કર્મચારીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે.
શહેરના આજવા રોડ ખાતે સરદાર એસ્ટેટ રોડ નંબર બે ઉપર ગટરના પાણી ફરી વળતા વેપારી અને કર્મચારીઓ પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. એસ્ટેટના વેપારી દેવેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, આ પરિસ્થિતિના પગલે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. દુર્ગંધ ખૂબ ફેલાય છે અને ચામડીની એલર્જી પણ થાય છે. અન્ય એક વેપારી દિલીપભાઈએ જણાવ્યું હતું કે, પ્રતિ વર્ષ આ સમસ્યા ઉદ્ભવે છે.
સરદાર એસ્ટેટ મેનેજમેન્ટ અને કોર્પોરેશનને અવારનવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરી છે. પરંતુ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. બે ઇંચ વરસાદમાં કંપનીમાં વરસાદી પાણી પ્રવેશી જતા નુકસાની પણ વેઠવી પડે છે. તદુપરાંત વેપારી દર્શનભાઈ સાહે જણાવ્યું હતું કે, વરસાદી પાણીના નિકાલની ચોક્કસ વ્યવસ્થા ન હોવાથી વરસાદી કાંસ અને ડ્રેનેજ ચોકઅપ છે.
પ્રતિ વર્ષ આ સમસ્યા ઉદભવતા વેપારી અને કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાય છે. નજીવા વરસાદમાં પણ આ રસ્તે પાણીમાં ભરાવો થાય છે. પરિણામે ગંદકી કિચડ વચ્ચે રોગચાળાનો ભય સતાવે છે. અત્રે નોંધનીય છે કે, વરસાદી કાસની એનઓસી સરદાર એસ્ટેટએ કોર્પોરેશન પાસેથી લીધી ન હોવાથી કોર્પોરેશન જવાબદાર નથી તેઓ જવાબ મળ્યો હોવાનું પણ વેપારીઓએ જણાવ્યું છે.
VADODARA CITY
હર ઘર તિરંગા: સામાજીક અગ્રણી ભારતીબેન ભાણવડિયાએ રાષ્ટ્રધ્વજનું વિતરણ કર્યુ

દેશ ભરમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે તારીખ 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનનું આહવાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. જેને લઈને દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા પણ ઠેર ઠેર ઉજવણી માટે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
સાથે સાથે સામાજીક સંસ્થાઓ અને અગ્રણીઓ પણ આ અભિયાનને સફળ કરવા માટે પ્રયત્નશીલ છે. ત્યારે આજે શહેર જીલ્લાના સામાજીક સેવાભાવી અગ્રણી ભારતીબેન ભાણવાડિયા દ્વારા શહેર જીલ્લાના વિવિધ વિસ્તારોમાં 100 થી વધુ રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું.