Connect with us

VADODARA CITY

વડોદરા શહેર જીલ્લાના ખાનગી હોસ્પિટલના તબીબો એક દિવસીય હડતાલ પર

Published

on

વડોદરા શહેર જીલ્લામાં આજે ખાનગી તબીબોની હોસ્પિટલોએ એક દિવસીય હડતાલની જાહેરાત કરવામાં આવી છે. આજે 24 કલાક માટે શહેર જીલ્લાના ખાનગી હોસ્પીટલમાં તબીબો સારવાર નહિ આપે,OPD તેમજ ઈમરજન્સી સેવાઓ માટે દર્દીઓને સરકારી હોસ્પિટલ તેમજ ટ્રસ્ટ હોસ્પિટલમાં સારવાર લેવી પડશે.

જુન માસના અંતમાં સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી એક PIL ની સુનાવણી બાદ નામદાર કોર્ટે મૌખિક હુકમ કર્યો હતો કે હોસ્પીટલમાં થતી ફાયર ઈમરજન્સીની ઘટનાને પગલે હવે તમામ ખાનગી હોસ્પિટલોમાં ICU વોર્ડને ગ્રાઉન્ડ ફ્લોર પર કાર્યરત કરવો પડશે. સાથે સાથે કાંચની એલીવેશન વિન્ડો દુર કરવી પડશે. ઉપરાંત ફાયર સેફટીના સાધનો પણ વધારવા પડશે.

Advertisement


આ મૌખિક હુકમથી નારાજ ઇન્ડિયન મેડીકલ એશોસિએશન દ્વારા આજે એક દીવસીય હડતાલની જાહેરાત કરી છે. તબીબોના જણાવ્યા અનુસાર ગ્રાઉન્ડ ફ્લોર પર ICU વોર્ડ ઉભો કરવો શક્ય જ નથી. લોકોના સંપર્કથી દુર અને ઈમરજન્સીમાં સારવાર થઇ શકે તે રીતે ઓપરેશન થીયેટરની નજીક જ ICU વોર્ડ હોવો જોઈએ એવામાં સુપ્રીમ કોર્ટના હુકમનો અમલ કરાવતી સરકાર તબીબોની જરુઆતો સંભાળવા પણ તૈયાર નથી. આ નિર્ણય તબીબો પર થોપતા પહેલા એક પણ વાર IMAના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવી નથી. જેના કારણે તબીબોમાં ભારે અસંતોષ છે.

કોરોના કાળમાં એકકલ દોક્કલ બનેલી આગની ઘટનાની સજા તમામ તબીબોને ન મળવી જોઈએ તેવી માંગ સાથે આજે વડોદરા શહેર જીલ્લાના તબીબો એ આજે એક દિવસીય સજ્જડ હડતાલમાં હોસ્પિટલો બંધ રાખી શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવ્યો હતો.

Advertisement
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

VADODARA CITY

હર ઘર તિરંગા: સામાજીક અગ્રણી ભારતીબેન ભાણવડિયાએ રાષ્ટ્રધ્વજનું વિતરણ કર્યુ

Published

on

દેશ ભરમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે તારીખ 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનનું આહવાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. જેને લઈને દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા પણ ઠેર ઠેર ઉજવણી માટે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

સાથે સાથે સામાજીક સંસ્થાઓ અને અગ્રણીઓ પણ આ અભિયાનને સફળ કરવા માટે પ્રયત્નશીલ છે. ત્યારે આજે શહેર જીલ્લાના સામાજીક સેવાભાવી અગ્રણી ભારતીબેન ભાણવાડિયા દ્વારા શહેર જીલ્લાના વિવિધ વિસ્તારોમાં 100 થી વધુ રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement
Continue Reading

Trending