Connect with us

VADODARA CITY

જીલ્લાના નિરીક્ષકો ત્રિમંદીર પહોંચ્યા,આજે બે વિધાનસભાના દાવેદારોને સાંભળશે: લોબિંગ શરૂ

Published

on

  • તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત આધારે કાર્યકરોને સાંભળશે
  • દાવેદારોએ કાર્યકરોમાં લોબિંગ શરૂ કર્યું,લોકપ્રિયતા પ્રસ્થાપિત કરવાના પ્રયાસો

વિધાનસભાની ચૂંટણીને લઈને ચાલી રહેલી તૈયારીઓના ભાગ રૂપે આજે રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકો વિધાનસભા મતવિસ્તાર પ્રમાણે સંભવિત ઉમેદવારો અને કાર્યકરોને સાંભળશે જે માટે આજે વડોદરા જીલ્લાના નિયુક્ત કરવામાં આવેલા નિરીક્ષકો વરણામાં ત્રીમંદિર ખાતે પહોંચ્યા હતા.

વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓએ ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં વડોદરા જીલ્લાની પાંચ વિધાનસભા માટે નિયુક્ત કરેલા નિરીક્ષકો આજે વડોદરા જિલ્લાના વરણામાં ત્રીમંદિર ખાતે આવી પહોંચ્યા હતા. પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરિયા,સાંસદ પ્રભુભાઈ વસાવા તેમજ પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી તૃપ્તિબેન વ્યાસ ત્રીમંદિર ખાતે આવી પહોંચ્યા હતા.

શરૂઆતમાં ડભોઇ વિધાનસભાના સંભવિત દાવેદારો અને કાર્યકરોને સાંભળવાનો સમય આપવામાં આવ્યો હતો. જ્યાં ડભોઇના ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. જ્યારે ત્રણેય નિરીક્ષકોએ વારાફરતી દાવેદારો અને કાર્યકરોને સાંભળ્યા હતા.

Advertisement

નિરીક્ષકો આવતા પહેલા ભાજપના નેતાઓ એ કાર્યકરોમાં પોતાની લોબિંગ શરૂ કરી દીધી છે. દાવેદારો પોતાના પ્રોફાઈલ બાયોડેટા સાથે નિરીક્ષકોને મળ્યાં હતાં. જ્યારે કાર્યકરોને પણ પોતાની તરફદારી કરવા માટે લોબિંગ કરી સમજાવી દેવામાં આવ્યા હતા. વિધાનસભા પ્રમાણેની પરિસ્થિતિ અને દાવેદારોની વિધાનસભા વિસ્તારમાં લોકપ્રિયતા અંગે નિરીક્ષકોએ કાર્યકરો પાસેથી ચિતાર મેળવ્યો હતો.

Advertisement
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

VADODARA CITY

તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

Published

on

  • જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
  • ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!

વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો

શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.

40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.

Advertisement


શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે

Advertisement
Continue Reading

Trending