VADODARA CITY
છાણી પ્રવેશદ્વાર પાસેની દુકાનોની ત્રણ વાર હરાજી છતાંય કોઈ વેપારીએ રસ નહીં દાખવતા અપસેટ વેલ્યુ ઘટાડી

વડોદરા કોર્પોરેશન દ્વારા છાણી પ્રવેશ દ્વાર પાસે ખાણીપીણીની 10 દુકાનોની અગાઉ ત્રણ વખત હરાજી થવા છતાં કોઇ વેપારીએ રસ ન દાખવતા કોર્પોરેશને હવે મીનીમમ અપસેટ વેલ્યુ અને ડિપોઝિટની રકમ 1.20 લાખથી ઘટાડી 84 હજાર રાખી ચોથી વખત હરાજી પ્રક્રિયા હાથ ધરી છે.
વડોદરા કોર્પોરેશનએ છાણી પ્રવેશ દ્વાર પાસે ખાણીપીણી માટે 10 દુકાનો બનાવી છે. સ્થાયી સમિતિ મારફત સમગ્ર સભાની મંજૂરી મેળવી મીનીમમ અપસેટ વેલ્યુ અને ડિપોઝિટની રકમ 1.20 લાખ નક્કી થઈ હતી. જોકે આ બાબતે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિના દરમિયાન ત્રણ વખત હરાજી યોજાઇ હતી. પરંતુ કોઈ પ્રતિસાદ ન સાંપડતા મીનીમમ અપસેટ વેલ્યુ અને ડિપોઝિટની રકમ 1.20 લાખથી ઘટાડી 84 હજાર રાખવાનો નિર્ણય લીધો હતો. કારણકે દુકાનો ખાલી પડી રહેતા હવે કોર્પોરેશનને મેન્ટેનન્સનો ખર્ચ ભોગવવાની ભીતિ સતાવી રહી છે. કેટલાક અરજદારોએ 5 હજાર ભાડેથી દુકાનની માગણી કરી છે.
પરંતુ જગ્યાની દ્રષ્ટિએ 7 હજાર ભાડું હિતાવહ છે. આમ ત્રણ વર્ષની મુદત માટે વાર્ષિક ભાડા પેટે દુકાનો ફાળવવા રકમ ઘટાડ્યા બાદ ફરી હરાજી યોજાશે. આ અંગે કોંગ્રેસના છાણી વિસ્તારના કોર્પોરેટર હરીશભાઇ પટેલે જણાવ્યું હતું કે, 50 ટકા અખાડાની જમીન આપ્યા વગર કોર્પોરેશન હાઇકોર્ટના ચુકાદાની અવગણના કરી રહ્યું છે જે ખરેખર દુઃખદ બાબત છે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે