VADODARA CITY
CCTV પુરાવા હોવા છતાંય પોલીસે ફરિયાદ ન લીધી: કહ્યું ચોર માથાભારે છે,ફસાઈ જશો!

- વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ મથક વિસ્તારની ઘટના
- પાંચ દિવસ પોલીસ મથકે ધક્કા ખાધા બાદ મળ્યા ઉદ્ધત જવાબો
- દુકાનમાં ચોરી કરનાર શખ્સની ઓળખ થઇ ગઇ હોવા છતાંય ગુન્હો નોંધ્યો નહીં
વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ મથક વિસ્તારમાં પોતાની દુકાનમાં ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવવા પહોંચેલા એક વેપારીને પોલીસ નો કડવો અનુભવ થયો હતો. CCTV પુરાવા આપ્યા છતાંય પોલીસે ફરિયાદ લીધી ન હતી ઉપરથી એમ જણાવ્યું હતું કે ચોર માથાભારે છે,ફરિયાદ કરશો તો ફસાઈ જશો!
સમગ્ર મામલે વાત કરવામાં આવે તો જયેશ પંચાલ ઘી કાંટા રોડ પર ઇલેક્ટ્રોનિક ની દુકાન ધરાવે છે આજથી લગભગ એક અઠવાડિયા પેહલા જયેશ ભાઈ પોતાની દુકાન માં કામ કરી રહ્યા હતા દરમિયાન એક ઈસમ દુકાન માં આવ્યો અને તેમની નજર ચૂકવી કાઉન્ટર પર પડેલા પાકીટ માંથી હજારો રૂપિયા ચોરી કરી પલાયન થઈ ગયો
જયેશ ભાઈ એ કામ પતાવી પોતાનું પાકીટ તપાસતા તેમાંથી પૈસા ની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું જેથી તેમને ખાતરી કરવા દુકાન માં લાગેલા CCTV કેમેરા ના ફૂટેજ ની ચકાસણી કરી હતી જેમાં એક ઈસમ પાકીટ માંથી પૈસાની ચોરી કરતા કેમેરામાં આબાદ કેદ થઈ ગયો હતો.
પોતાની દુકાનમાં ચોરી થયા બાદ તેમને CCTV કેમેરાના ફૂટેજ પુરાવા સ્વરૂપે સાથે રાખી વિસ્તારના કારેલીબાગ પોલીસ સ્ટેશન નો સંપર્ક કર્યો હતો જ્યાં ફરજ પર હાજર કોઈક સયુર સિંહ નામના પોલીસ જવાને મચ્છીપીઠ વિસ્તાર માંથી એક યુવક ને બોલાવી ચોર અંગે ખાતરી કરી ખરાઈ કરી હતી.જેમાં ચોરી કરનાર યુવક ની ઓળખ છતી થઈ હતી અને પોલીસે એ યુવક નું નામ સરનામું વગેરે વિગતો પ્રાપ્ત કરી લીધી હતી
પોલીસ ને ગુનેગાર અંગે ના પુરાવા સ્વરૂપે વિડિયો ફૂટેજ આપવા છતાં ગુનેગારને પકડવાના બદલે કારેલીબાગ પોલીસના બહાદુર જવાન દ્વારા ગુનેગારનું ઉપરાણું લઈ ઉપરથી ફરિયાદીને આડકતરી રીતે ધમકી આપતા જણાવ્યું હતું કે
“જે વ્યક્તિ પૈસા ચોરી ગયો છે એ ખૂબ માથાભારે છે થોડા દિવસ અગાઉ જ પાસા માંથી છૂટી ને આવ્યો છે જો તમે તેના વિરુદ્ધ ચોરીની ફરિયાદ આપશો તો ઉપરથી વધારે હેરાન થશો ને ચોરાયેલા પૈસા આજદિન સુધી કોઈને પણ મળ્યા નથી તમને પણ નહિ મળે”
કોઈ નાગરિક જ્યારે ગુન્હાખોરીનો ભોગ બને ત્યારે તે મદદ અને ન્યાયની અપેક્ષા સાથે પોલીસ પાસે હાથ લંબાવતો હોય છે પરંતુ જો પોલીસ જ ગુનેગારને છાવરી ભોગ બનનારને ધમકાવે તો ??
ઉપરોક્ત બનાવમાં ભોગ બનનાર નાગરિકે ગુનેગાર વિરૂદ્ધ તમામ પુરાવા આપ્યા,ગુનેગારનું નામ અને સરનામું પણ આપ્યું છતાં છેલ્લા એક અઠવાડિયાથી કારેલીબાગ પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે.અને મોડેમોડે ઉપરી અધિકારીના આદેશ બાદ અરજી સ્વરૂપે ફરિયાદ લેવામાં આવી છે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે