Connect with us

VADODARA CITY

જ્યુબિલીબાગમાં ખોદકામ સંદર્ભે દુકાનદાર તથા અધિકારી સામે કાર્યવાહીની માંગ

Published

on

  • ફેકટ ફાઇન્ડર દ્વારા સમગ્ર મામલો ઉજાગર કરવામાં આવ્યો હતો,ત્યાર બાદ તંત્ર એક્શનમાં આવ્યું
  • ગેરરીતિ બદલ દુકાનદારને 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે: મેયર
  • સત્તા પક્ષના નગરસેવકની ભલામણનો ઘટસ્ફોટ પણ ફેકટ ફાઇન્ડરે કર્યો હતો

વડોદરા કોર્પોરેશન હસ્તક જ્યુબિલી બાગમાં ગેરકાયદેસર ખોદકામ કરનાર દુકાન સંચાલક તથા પરવાનગી આપનાર અધિકારી સામે પગલાં ભરવા કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર થકી રજૂઆત કરવામાં આવી છે.

તાજેતરમાં વડોદરા કોર્પોરેશન હસ્તક જયુબીલી બાગ ખાતે દુકાન સંચાલક દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું. આ અંગે કોંગ્રેસના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવે મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલને આવેદનપત્ર થકી રજૂઆત કરી હતી કે, આ ગેરરીતિ માટે 25 લાખનો વહીવટ થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હજુ સુધી આ મામલે કર્મચારી અધિકારી સામે ખાતાકીય શિસ્ત વિષયક પગલાં ભરાયા નથી. વડોદરા કોર્પોરેશનની માલિકીની ભાડાપટ્ટાની દુકાનોનો વહીવટ લોલમલોલ છે. કેટલીક દુકાનો બારોબાર સગેવગે થઈ ગઈ છે છતાં તંત્ર કુંભકર્ણ નિદ્રામાં છે. આ કિસ્સામાં દુકાનદારની સાત લાખની રકમ જપ્ત કરી રૂપિયા બે લાખનો દંડ વસૂલવો જોઈએ.

તો બીજી તરફ આ અંગે મેયર કેયુરભાઈ રોકડિયાએ જણાવ્યું હતું કે, દુકાનદારને 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે દુકાનદારે કોર્પોરેશનને જે રકમ આપી છે. તે દુકાન ટ્રાન્સફર કરવા માટેની રકમ છે. ભ્રષ્ટાચારના આક્ષેપ પાયાવિહોણા છે.

Advertisement

VADODARA CITY

બહુચરાજી રોડ પર પડ્યો ભુવો: પાલીકા પાસે સમારકામનો સમય નથી

Published

on

વડોદરા શહેર ના કારેલીબાગ માં આવેલ ૐ શાંતિ ભવન, બહુચરાજી નગર પાસે વધુ એક પડ્યો છે પરંતુ કોર્પોરેશન દ્વારા તેનું સમારકામ કરવામાં આવતું નથી.


વડોદરા શહેરમાં થતા વિકાસના કામોમાં પાણી ડ્રેનેજની લાઈનો નાખ્યા બાદ યોગ્ય રીતે માટીપુરાણ નહીં થતાં અવારનવાર ભુવા પડદા હોવાની ફરિયાદો વધી છે ખાસ કરીને ભૂવા ચોમાસા દરમિયાન પડદા હોય છે પરંતુ કારેલીબાગ વિસ્તારમાં ઉનાળામાં ભૂવા પડતાં લોકોમાં અચરજ ફેલાયું છે.

Advertisement


વડોદરા શહેરમાં પાણી ડ્રેનેજ લાઈન કામગીરી બાદ કોન્ટ્રાક્ટર દ્વારા થતી હલકી કક્ષાની કામગીરીની પડવાને કારણે પોલ ખુલ્લી પડતી હોય છે પરંતુ કોર્પોરેશનનું તંત્ર જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કોઇ કાર્યવાહી કરતું નથી જેથી લોકોને હેરાનગતિ થતી હોય છે.


અંગે શિવસેનાના અગ્રણી તેજસ બ્રહ્મભટ્ટે કોર્પોરેશનના તંત્રનોની આકરી ટીકા કરી ભૂવો પુરાણ કરાવવાની માંગણી કરી છે સાથે સાથે તેમણે આક્ષેપ કર્યો છે કે સ્માર્ટ સિટી વડોદરામાં કોર્પોરેશનના ઇજનેરો અને ઇજારદારોની મીલીભગત ને કારણે કોર્પોરેશનને આર્થિક નુકસાન થઈ રહ્યું છે એટલું જ નહીં લોકો પણ હેરાનગતિ ભોગવી રહ્યા છે.

Advertisement
Continue Reading

Trending