Connect with us

VADODARA CITY

દુષિત પાણી છતાંય શહેરમાં પાણીજન્ય રોગોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો

Published

on

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં એક બાજુ દુષિત પાણીની ફરિયાદો વ્યાપક બનવા પામી છે તેવા સમયે દર વર્ષે ઉનાળાની મોસમ દરમિયાન વધતા પાણીજન્ય રોગના દર્દીઓમાં નોંધપાત્ર ઘટાડો રહેતાં વડોદરાની ચેપીરોગ હોસ્પિટલમાં પાણીજન્ય દર્દીઓની સંખ્યા ઓછી જોવા મળી છે.

વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં હાલમાં પીવાનું પાણી દુષિત અને દુર્ગંધમય હોવાની ફરિયાદો ખૂબ વધી રહી છે. તેવા સમયે દર વર્ષે ઉનાળાની મોસમમાં અને ત્યારબાદ પાણીજન્ય રોગોના દર્દીઓમાં વધારો જોવા મળે છે. જેને કારણે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારની ચેપીરોગ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે બેડની પણ અછત ઊભી થાય છે.

Advertisement

તેવા સમયે આ વર્ષે ઉનાળાની મોસમનો અંત આવવાની તૈયારી હોવા છતાં પણ કોલેરા, કમળો તથા ટાઈફોઈડ સહિતના પાણીજન્ય રોગોના દર્દીઓમાં ઉછાળો જોવા મળ્યો નથી. જે બાબત ખૂબ હકારાત્મક છે. વડોદરાની કારેલીબાગ વિસ્તારમાં આવેલી ચેપીરોગ હોસ્પિટલના આર.એમ.ઓ. ડોક્ટર પ્રિતેશ શાહે વાતચીત દરમિયાન શક્યતા વ્યક્ત કરી હતી કે, આ વર્ષે ઉનાળાની મોસમમાં પતવાના આરે હોવા છતાં પણ પાણીજન્ય રોગોના દર્દીઓમાં વધારો જોવા મળ્યો નથી. પરંતુ વરસાદની મોસમ દરમિયાન પાણીજન્ય રોગોના દર્દીઓમાં વધારો નોંધાઈ શકે છે.

Advertisement
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

VADODARA CITY

તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

Published

on

  • જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
  • ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!

વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો

શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.

40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.

Advertisement


શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે

Advertisement
Continue Reading

Trending