VADODARA CITY
AAP ના નિશાના પર CR પાટીલ : સુરતમાં AAPના કોર્પોરેટરની અટકાયત બાદ પાટીલ પર માછલાં ધોવાયા

ગત રોજ ભરૂચમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલના આગમન બાદ રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. CR પાટીલે ટવીટ કરીને કહ્યું કે અરવિંદ કેજરીવાલ દેશની સુરક્ષા માટે ખતરા રૂપ છે. જયારે તેના વળતા જવાબમાં અરવિંદ કેજરીવાલે નિવેદન કર્યું કે ગુજરાતીઓ ના પ્રદેશમાં મરાઠી પ્રદેશ અધ્યક્ષ કેવી રીતે હોઈ શકે ?
આ વાંક યુદ્ધ વચ્ચે સુરત મહાનગર પાલિકામાં આમ આદમી પાર્ટી ની મહિલા નગરસેવકની પોલીસે ટીંગા ટોળી કરીને ધરકડ કરતા હવે આં આદમી પાર્ટીની મહિલા પાંખ CR પાટીલને નિશાન બનાવી રહી છે. રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નથી તેમ કહીને આજે વડોદરામાં સયાજીગંજ ખાતે મહિલા કાર્યકરો એ પોલીસ ની કાર્યવાહી નો વિરોધ નોંધાવ્યો હતો. જયારે CR પાટીલે ગુજરાતની મહિલાઓનું અપમાન કરાવ્યું હોવાના આક્ષેપો કર્યા હતા.

વિરોધ પ્રદર્શન કરી રહેલી મહિલા કાર્યકરોની સયાજીગંજ પોલીસે અટકાયત કરી હતી. જયારે પોલીસ સાથે મહિલા કાર્યકરો ના ઘર્ષણ થવાના દ્રશ્યો સર્જાયા હતા.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે