Connect with us

VADODARA CITY

નેતાની ચાપલુસી કરનાર અને બે વાર પાલીકાની ચૂંટણી હારનારને ઉમેદવારી મળતા કોંગ્રેસ ઉપપ્રમુખે રાજીનામું આપ્યું

Published

on

વડોદરા શહેરની ચાર બેઠકો પર કોંગ્રેસે ઉમેદવારો જાહેર કર્યા બાદ વિરોધ વંટોળ બહાર આવી રહ્યો છે. જેમાં માંજલપુરના ઉમેદવાર ડો. તશ્વિનસિંઘ સામે કાર્યકરોએ વિરોધ નોંધાવ્યા બાદ આજે રાવપુરા વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસના મહિલા અગ્રણી પારુલ જાનીએ કોંગ્રેસમાં રાજીનામુ ધરી દેતા વિવાદ સર્જાયો છે. રાવપુરા વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર સંજય પટેલના નામની જાહેરાત થતા અસંતોષ જાહેર કરીને પક્ષ માંથી રાજીનામુ આપી દીધું છે.

વડોદરા શહેરની પાંચ વિધાનસભા બેઠકો ઉપર કોંગ્રેસ પાસે દાવેદારોની ભરમાળ છે ત્યારે પાંચ પૈકી ચાર વિધાનસભા બેઠકોમાં કોંગ્રેસે ઉમેદવારો જાહેર કરી દીધા છે જેમાં રાવપુરા બેઠક ઉપર બે બે વખત કાઉન્સિલર ની ચૂંટણી હારેલા સંજય પટેલ ઉર્ફ એસપીને ઉમેદવારી આપતા રાવપુરા વિધાનસભા બેઠક પરના કોંગ્રેસના દાવેદારોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે જેમાં આજે કોંગ્રેસની કાર્યપદ્ધતિ થી નારાજ થઈને વડોદરા શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ પારુલ જાની દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા વધુ એક અસંતોષ સામે આવ્યો છે પારુલ જાનીએ રાજીનામા ગંભીર પ્રકારના આક્ષેપો કરી કોંગ્રેસ પક્ષની કાર્યપદ્ધતિ પર સવાલો ઊભા કરી દીધા છે.

Advertisement

રાજકીય નેતાની ચાપલુસી કરતા અને પાલિકાની ચૂંટણીમાં બે વાર હારી જનાર સંજય પટેલને ઉમેદવાર તરીકે પસંદગીએ પાર્ટીની વિચારધારા વિરુદ્ધનું પગલું ગણાવ્યું છે. જ્યારે ખૂબ જ આઘાત સાથે તેઓએ પક્ષ માંથી રાજીનામુ આપી દેતા કોંગ્રેસના ચૂંટણી પહેલા જ વળતા પાણી જોવા મળી રહ્યા છે.

વડોદરા શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ પારૂલબેન જાની દ્વારા આપવામાં આવેલા રાજીનામાને લઈને કોંગ્રેસમાં આંતરિક ગણગણાટ શરૂ થઈ ગયો છે જે ઉમેદવાર પાલિકાની પણ ચૂંટણી જીતી નથી શક્યા તેવા ઉમેદવાર ને વિધાનસભાની ઉમેદવારી કેવી રીતે મળી શકે તેવા પ્રશ્નો થઈ રહ્યા છે જ્યારે શહેરમાં કોંગ્રેસ અગાઉથી જ પોતાની હાર ભાળી ગઈ હોય તેમ ઉમેદવારોની પસંદગી કરી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.

Advertisement
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

VADODARA CITY

તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

Published

on

  • જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
  • ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!

વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો

શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.

40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.

Advertisement


શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે

Advertisement
Continue Reading

Trending