VADODARA CITY
સીઆર પાટીલના કૃષ્ણ સુભદ્રાના નિવેદન પર કોગ્રેસનો વિરોધ
- કોંગ્રેસના નેતાઓ મહાભારત ગ્રંથ અને કૃષ્ણ ભગવાનના ધાર્મિક પુસ્તકો સાથે જ્ઞાન અને સદબુદ્ધિ હેતુ ભાજપ કાર્યાલય ખાતે ધસી ગયા
- વડોદરા યુથ કોંગ્રેસએ કર્યા પ્રહાર; પ્રમુખ સહિત 15 કોંગી નેતાઓની અટકાયત
ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે પોરબંદરમાં ભગવાન શ્રી ક્રુષ્ણ અંગે આપેલા નિવેદન બાદ વિવાદનો મધપૂડો છંછેડાયો છે. પાટીલે કૃષ્ણ અને રુકમણીના બદલે કૃષ્ણ અને સુભદ્રાના લગ્ન થયા હોવાનું વક્તવ્ય આપ્યું હતું આ મામલે કોંગ્રેસ દ્વારા તેમના પર પ્રહાર કરવામાં આવ્યા છે.
વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા ભાજપ કાર્યાલય ખાતે મહાભારત ગ્રંથ અને કૃષ્ણ ભગવાનના ધાર્મિક પુસ્તકો અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
પોરબંદરના માધવપુરમાં ઐતિહાસિક લોકમેળો શ્રીકૃષ્ણ અને રુકમણી લગ્નપ્રસંગની ઝાંખી કરાવે છે. ત્યારે આ મેળામાં પહોંચી ગયેલા સી.આર. પાટીલે પોતાના સંબોધનમાં ભાંગરો વાટ્યો હતો. સંબોધનની શરૂઆતમાં એમણે કૃષ્ણ અને રુકમણીના બદલે કૃષ્ણ અને સુભદ્રાના લગ્ન થયા હોવાનું બોલ્યા હતા. ત્યારબાદ એક કાર્યકર સ્ટેજ પર આવી કંઈક કાનમાં કહી ગયા બાદ પાટીલે રુકમણીનો ઉલ્લેખ કર્યો હતો.

હવે આ બાબતે વિવાદ વધી રહ્યો છે. સી.આર. પાટીલના નિવેદનનો વડોદરા યુથ કોંગ્રેસએ વિરોધ નોંધાવ્યો છે. તેમણે કહ્યું કે, જેમને એ ખબર નથી કે ભગવાન શ્રી કૃષ્ણ અને સુભદ્રાજીનો સંબંધ શું છે. તે આજે હિન્દુ ધર્મના ઠેકેદારો બનીને ફરે છે. પાટીલે ભગવાન શ્રી કૃષ્ણ અને સુભદ્રાજીને પતિ-પત્ની બનાવીને ભાઇ બહેનના પવિત્ર સંબંધ લાંછન લગાડ્યું છે.
લોકોની ધાર્મિક લાગણી દુભાવવા માટે સી.આર પાટીલ માફી માંગે. આ નિવેદન વિવાદાસ્પદ છે સુભદ્રા ભગવાન કૃષ્ણનાં બહેન હતા સીઆર પાટીલને કોઈ ગ્રંથનો ઇતિહાસ ખબર નથી અને તેઓની અજ્ઞાનતા સામે આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના આગેવાનો મનુભાઇ ટાવર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ગ્રંથ અને પુસ્તક અર્પણ કરવા જાય તે અગાઉ સયાજીગંજ પોલીસે ૧૫ જેટલા કોંગી નેતાઓની અટકાયત કરી હતી.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે