VADODARA CITY
સિટી પોલીસ મથક She ટીમે અંધ અને ગરીબ બાળકો સાથે રંગોના પર્વની ઉજવણી કરી

- કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તહેવારોમાં પણ પરિવારથી દૂર ફરજ બજાવતા પોલીસ કર્મીઓ નું ઉમદા કાર્ય
- વિસ્તારના ગરીબ બાળકો સાથે She ટીમે રંગોના પર્વની ઉજવણી કરી
- અંધ બાળાઓ જે રંગોની કલ્પના પણ કરી શકતી નથી તેવી બાળાઓ ના મુખ પર સ્મિત છલકાવ્યું
વડોદરા શહેર જ્યારે રંગોના પર્વની ઉજવણી પોતાના પરિવારજનો,મિત્રો અને સ્વજનો સાથે કરતા હતાં તે સમયે વડોદરા શહેર પોલીસ પોતાના પરિવારથી દૂર કાયદો અને વ્યવસ્થા સાચવવા ખડે પગે ડ્યુટી પર હતી. કોઈ પણ તહેવાર હોય પોલીસ હંમેશા નાગરિકોની ચિંતા કરીને તેઓની સુરક્ષા ની ચિંતા કરે છે. જ્યારે આજે સિટી પોલીસ મથકના સ્ટાફે તહેવારની ઉજવણીમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
સિટી પોલીસ મથકના PI કિરીટ લાઠીયા અને પોલીસ મથક ના સ્ટાફ દ્વારા વિસ્તારના ગરીબ બાળકોને સાથે રાખીને રંગોના પર્વ ધુળેટી ની ઉજવણી કરવામાં આવી હતી. સ્ટાફ દ્વારા પોલીસ મથક પરિસર પાસે જ બાળકો સાથે રંગોના પર્વ ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે બાળકો પોલીસ પરિવાર સાથે ધુળેટી પર્વની ઉજવણી કરીને અતિ ઉત્સાહિત થયા હતા.
સાથે સાથે લાયન્સ બ્લાઈન્ડ સ્કૂલમાં પણ સિટી પોલીસ મથક ના સ્ટાફ દ્વારા રંગોના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેઓના જીવનમાં ક્યારેય રંગો ની પરખ રહી નથી. જેઓ રંગ ની ફકત કલ્પના જ કરી શકે છે. તેવી લાયન્સ અંધ કન્યા શાળા ની બાળકીઓ સાથે સિટી પોલીસ મથક ના PI કિરીટ લાઠીયા સહિત સ્ટાફ તેમજ પોલીસ મથકની She ટીમ દ્વારા ધુળેટી પર્વની ઉજવણી કરી હતી. સામાન્ય રીતે અંધ બાળકીઓ માટે આજનો રંગોનો દિવસ હંમેશા માટે નિરાશાજનક રહે છે. ભલે તેઓ રંગોને જોઈ નથી શકતા પરંતુ આજે પોલીસ સ્ટાફ સાથે ધુળેટી મનાવીને અંધ બાળાઓ એ પોતાની કલ્પનાને રંગ આપ્યો હતો.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે