Connect with us

VADODARA CITY

તસ્કરી કહો કે લેન્ડ ગ્રેબિંગ?: ચાર માળની ઇમારત તોડી પાડી 40 લાખનો કાટમાળ સગેવગે થઇ ગયો

Published

on

વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલી વિવાદિત જમીનમાં જેસીબી ,હિટાચી અને ટ્રેક્ટર સાથે 15 જેટલા શખ્સોનું ટોળું ઘસી જઇ ત્રણ ફ્લેટના ચાર માળના સ્ટ્રક્ચર જમીન સુધી ધરાસાઈ કરી કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવાની સાથે 40 લાખના ભંગારની ચોરીની ઘટના સામે આવી છે. બનાવ સંદર્ભે કંપનીના કર્મચારીએ બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગેની વિગત એવી છે કે, પ્રિયાંક કુમાર પાંડે ( રહે – અલકાપુરી/  મૂળ રહે – ઉત્તર પ્રદેશ ) મુંબઈની સંસ્કૃતિ ઈન્ફ્રા ડેવલોપર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સાઇટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમની કંપની જમીન લે વેચ કરવાની સાથે ડેવલોપમેન્ટ બાબતેનું કાર્ય કરે છે. વર્ષ 2021 માં મુંબઈના નિલય દેસાઈએ ગુજરાતમાં ઇન્વેસ્ટ કરવા માટે સંસ્કૃતિ કંપનીને મેસર્સ પીએસસીએલ લિમિટેડની જમીન બતાવી હતી.

Advertisement

જે જમીન સંસ્કૃતિ કંપનીએ ખરીદવાની ઈચ્છા ધરાવતા વેચાણ પ્રક્રિયા હાથ ધરી હતી. ડાયરેક્ટર મુંબઈ ખાતે રહેતા હોય અવારનવાર ગુજરાત આવી ન શકવાના કારણે માત્ર ખરીદી હેતુ રજીસ્ટર કચેરીમાં નિલય દેસાઈને જમીન કંપનીના નામે ચડાવવા અધિકાર આપવામાં આવ્યો હતો ત્યારબાદ સર્વે નંબર 607 એ પૈકી 2.72 હેક્ટર વાળી જમીનમાં ફ્લેટ બનાવવા માટેનું બાંધકામ શરૂ કર્યું હતું અને ચાર માળની ઇમારત ઊભી કરી હતી.

દરમિયાન નિલય દેસાઈએ આ જમીન ખોટી રીતે સંજયભાઈ જેયતીલાલ જૈન ( રહે – રઘુઅલીલામોલ, કાંદીવલી, વેસ્ટ, મુંબઈ ) ને ઓછા ભાવમાં વેચી હતી. જે અંગેની જાણ કંપનીને થતા કોર્ટમાં દાવો માંડ્યો હતો .ત્યારબાદ કંપનીના સિક્યુરિટી ગાર્ડ જમીનની દેખરેખ માટે બેસતા કેટલાક લોકોએ ધમકાવતા તેઓ જતા રહ્યા હતા. જમીન ફરતે સંસ્કૃતિ કંપની દ્વારા જમીનની ચારેય ફરતે  પતરાની દિવાલ ઊભી કરવામાં આવી હતી. દરમિયાન 15 જેટલા લોકોના ટોળું જેસીબી , ટ્રેક્ટર ટ્રોલી તથા હિટાચી મશીન સાથે ઘસી આવ્યું હતું. અને ત્રણ ટાવરના સ્ટ્રકચર તોડી  તેમાંથી લોખંડના સળિયા કાઢી અન્ય ભંગાર તથા સ્ટીલના સળિયા ઉઠાવી ગયા હતા.

Advertisement

સ્થળ પર હાજર ભાવેશ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે ,હમીરભાઇ ભરવાડએ સ્ટ્રક્ચર જૂનું થઈ ગયું હોય તોડી પાડવાનું કામ સોપ્યું છે. અને સંજય જૈન તથા પરેશ પટેલે ઓથોરિટી આપી છે. આમ દિવાલ તોડી જમીનમાં પ્રવેશી ત્રણ ફ્લેટના ચાર માળના સ્ટ્રકચરને જમીન સુધી તોડી નુકસાન પહોંચાડવાની સાથે 40 લાખનો ભંગાર સગેવગે થઈ ગયો છે. ઉપરોક્ત ફરિયાદના આધારે બાપોદ પોલીસે હમીર ભરવાડ , પરેશ પટેલ ,નિલય દેસાઈ અને સંજય જૈન વિરુદ્ધ ગુનો નોધી તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

Advertisement

VADODARA CITY

હર ઘર તિરંગા: સામાજીક અગ્રણી ભારતીબેન ભાણવડિયાએ રાષ્ટ્રધ્વજનું વિતરણ કર્યુ

Published

on

દેશ ભરમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે તારીખ 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનનું આહવાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. જેને લઈને દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા પણ ઠેર ઠેર ઉજવણી માટે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

સાથે સાથે સામાજીક સંસ્થાઓ અને અગ્રણીઓ પણ આ અભિયાનને સફળ કરવા માટે પ્રયત્નશીલ છે. ત્યારે આજે શહેર જીલ્લાના સામાજીક સેવાભાવી અગ્રણી ભારતીબેન ભાણવાડિયા દ્વારા શહેર જીલ્લાના વિવિધ વિસ્તારોમાં 100 થી વધુ રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement
Continue Reading

Trending