VADODARA CITY
જીલ્લા ભાજપના ફિક્સિંગને કારણે ભાજપમાં ભડકો: અનેક કાર્યકરો નારાજ

- અનઅપેક્ષિત ધર્મેન્દ્રસિંહ વાઘેલા નિરીક્ષકો સમક્ષ સેન્સ આપવા પહોંચ્યા
- સવારથી રાહ જોતા કાર્યકરોમાં ભારે રોષ,પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારને આટલું પ્રાધાન્ય કેમ?
- અપેક્ષિતોની યાદીમાં જેઓનું નામ નથી એવા ધર્મેન્દ્રસિંહ નિરીક્ષકોને મળવા સીધા અંદર પ્રવેશી ગયા
- રોષે ભરાયેલા ભાજપના કાર્યકરો સ્થળ છોડી ચાલ્યા ગયા
વડોદરા જિલ્લા ની ડભોઇ અને વાઘોડિયા વિધાનસભા માટે આજે નિરીક્ષકોની ટીમ વરનામાં ત્રિમંદિર ખાતે આવી પહોંચી હતી જ્યાં બપોરે 2 વાગ્યા બાદ વાઘોડિયા વિધાનસભાના કાર્યકરોને સાંભળવાનો સમય હોવા છતાં ડભોઇ વિધાનસભામાં વધુ સમય લાગતા વાઘોડિયા વિધાનસભા સાંજના સાત કલાકે શરૂ થઈ હતી. જોકે જે વ્યક્તિ અપેક્ષિત ન હતા તેઓ અચાનક ત્રિમંદિર ખાતે આવી પહોંચી નિરીક્ષકોને મળીને ચાલતા થયા હતા જેને લઈને ભાજપમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વર્ષ 2017 ની વિધાનસભા ચૂંટણીમાં વાઘોડિયા વિધાનસભા માંથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ઉમેદવારી નહીં મળતા અપક્ષમાં ચૂંટણી લડી હતી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જ્યારે હાલ પણ હજી ચૂંટણી જાહેર નથી થઈ તે પહેલા વાઘોડિયા વિધાનસભામાં તેઓ ચૂંટણી પ્રચારમાં કામે લાગી ગયા છે ભાજપ ટિકિટ ન આપે તો અપક્ષમાં ચૂંટણી લડવાની તૈયારી કરીને બેઠેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા આજે વાઘોડિયા વિધાનસભા વિસ્તારના સેન્સ પ્રક્રિયા દરમિયાન અચાનક આવી પહોંચતા ભાજપના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી હતી અપેક્ષિતોને યાદીમાં તેઓનું નામ ન હોવા છતાં તેઓ કેવી રીતે નિરીક્ષકો ને મળી શકે તેવા વેધક પ્રશ્નો સાથે કાર્યકરોએ રોજ ચાલ્યો હતો જોકે જિલ્લા ભાજપ અધ્યક્ષ કે અન્ય કોઈ જિલ્લા સંગઠનના નેતાઓ આ બાબતે કઈ જ કહેવા તૈયાર થયાના હતા.
ધર્મેન્દ્રસિંહ વાઘેલા ત્રિમંદિર ખાતે આવી પહોંચીને દાવેદારોની હરોળમાં બેસી ગયા હતા અને સંભવિત દાવેદારો નિરીક્ષકોને મળે તે પહેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા સીધા નિરીક્ષકો ને મળવા પહોંચી ગયા હતા. જ્યારે સમગ્ર ઘટનાક્રમ બાદ છેલ્લા છ કલાકથી રાહ જોઈને બેઠેલા ભાજપના પાયાના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
પાંચ વર્ષ પ્રજાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના કામો લઈને જતા કાર્યકર્તાની ઉપેક્ષા કરીને કોઈ એક વ્યક્તિને,કે જે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવામાં પંખાયેલા છે તેવાને નિરીક્ષકો સીધેસીધા કેવી રીતે મળી શકે? તેવો પ્રશ્ન કરી અનેક કાર્યકરો સેન્સ પ્રક્રિયા માં ભાગ લીધા વિના ચાલ્યા ગયા હતા. જ્યારે આ ઘટના બાદ વાઘોડિયા તાલુકા ભાજપ સહિત જિલ્લા સંગઠનમાં કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે