Connect with us

VADODARA CITY

શિસ્તને વરેલી પાર્ટીનું વધુ એક નજરાણું: જયુબેલી બાગના દબાણ મામલે ભાજપના નગરસેવક ભલામણ કરવા પહોંચ્યા

Published

on

  • મેયર સરકારી જમીન પર દબાણ પકડીને કાર્યવાહીના આદેશ આપ્યા ત્યારે ભાજપના નગરસેવકે કાર્યવાહી નહિ કરવા અધિકારીઓને ભલામણ કરી
  • પોતે પણ દબાણો કરવા પંખાયેલા નગરસેવક પાલિકાની મિલકતને પોતાની જાગીર સમજી બેઠા છે?
  • આટ આટલી ફરીયાદો છતાંય નગરસેવક સામે સંગઠનની કોઈ કાર્યવાહી નહી
  • આજે પણ દબાણ કરનાર દુકાનદાર ની ભલામણ કરતાં ભાજપના નગરસેવક ચર્ચામાં

વડોદરા શહેરના જયુબેલી બાગમાં એક દુકાનદારે બગીચાનો ભાગ ખોદી નાખીને દુકાનની પાછળના ભાગે નવો ઓરડો ઉભો કરવાની તૈયારી કરતા આજે મયેર સહીત પાલિકાની ટીમ સ્થળ પર અહોચી હતી. અને તાત્કાલિક ધોરણે કામગીરી બંધ કરાવી અને સ્થળ ર પડેલો સમાન જપ્ત કરી દેવાયો હતો. મહત્વની બાબત તો એ છે કે 24 કલાક ધમધમતા જયુબેલી બાગ નજીક પાલિકાની જગ્યામાં આટલું મોટું દબાણ થતું હોય અને પાલિકાના વોર્ડ કક્ષાના કે પાર્કસ એન્ડ ગરદન શાખાના અધિકારીઓ ને આની જાણ નાં હોય તે વાત ગળે ઉતરતી નથી.


વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ 7 વિસ્તારમાં આવતા જયુબેલી બાગમાં અંદરના ભાગે ભોયરું ખોડાઈ રહ્યું હોવાની માહિતી વોર્ડના નગરસેવકોને મળતા આજે વોર્ડ પ્રમુખ સહિતના આગેવાનો સ્થળ તપાસ માટે પહોચ્યા હતા. ત્યાં આવી ને જોતા જાણવા મળ્યું કે ચોઈસ નામની કટલરીની દુકાનની પાછળના ભાગે સુયોજિત રીતે મોટો ખાડો કરવામાં આવ્યો છે. અને આ ખાડામાં એક દરવાજો પાડવામાં આવ્યો છે. જે ચોઈસ નામની દુકાન ની પાછળના ભાગે થઈને દુકાનમાં જાય છે.

સ્થળ પર જોતા લાગ્યું કે આ બગીચાની જગ્યામાં દબાણ ઉભું કરવાની તૈયારી કરવામાં આવી છે. જેથી સ્થાનિક વોર્ડના નગરસેવકો અને વોર્ડ પ્રમુખે મેયરને જાણ કરીને સ્થળ પર બલાવ્યા હતા. મેયરે સ્થળ પર આવી ને જોતા જાણવા મળ્યું કે આ રીતે બગીચામાં લગભગ 20 ફૂટ ઉપરાંતનો ભાગ ખોદી કાઢીને તેની અંદર સિમેન્ટ અને ઇંટો દ્વારા બાંધકામ કરવાની તૈયારી ચાલી રહી છે.

Advertisement


જે બાદ અધિકારીઓને બોલાવીને આ ગેરરીતી અંગે જાણ કરવામાં આવી હતી. અને સ્થળ પરથી બાંધકામ ને લાગતો તમામ સામાન દબાણ શાખાને હવાલે કરવામાં આવ્યો હતો. આ બાંધકામ અંગે મેયરે ડેપ્યુટી ટાઉનપ્લાનિંગ અધિકારી ને જાણ કરી જરૂરી પુરાવા રજુ કરવા જણાવ્યું છે. જયારે પાલિકાની ભાડા પટ્ટે આપેલી દુકાનના ભાડુઆત ને બગીચાની જગ્યા પર બાંધકામ ની પરવાનગી કોણે આપી તેમજ ક્યા અધિકારી ની સંડોવણી છે. તે તપાસવાના આદેશ આપવામાં આવ્યા છે.


મહત્વની વાત એ છે કે આ ગેરકાયદે બાંધકામ ને બચાવી લેવા માટે કેટલાક રાજકીય માથા વચ્ચે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બાંધકામ પર કાર્યવાહી રોકવા માટે ભાજપના એક નગરસેવકે ભલામણો શરુ કરી હોવાનું જાણવા મળ્યું છે. પાલિકાની સંપત્તિ લુંટાઇ રહી હોય અને લુંટનારાઓ તરફે ભાજપના જ નગરસેવકને ભલામણો કરવી પડે એ વાત સત્તા પક્ષના સાચા સ્વરૂપો બહાર લાવે છે,

Advertisement

VADODARA CITY

બહુચરાજી રોડ પર પડ્યો ભુવો: પાલીકા પાસે સમારકામનો સમય નથી

Published

on

વડોદરા શહેર ના કારેલીબાગ માં આવેલ ૐ શાંતિ ભવન, બહુચરાજી નગર પાસે વધુ એક પડ્યો છે પરંતુ કોર્પોરેશન દ્વારા તેનું સમારકામ કરવામાં આવતું નથી.


વડોદરા શહેરમાં થતા વિકાસના કામોમાં પાણી ડ્રેનેજની લાઈનો નાખ્યા બાદ યોગ્ય રીતે માટીપુરાણ નહીં થતાં અવારનવાર ભુવા પડદા હોવાની ફરિયાદો વધી છે ખાસ કરીને ભૂવા ચોમાસા દરમિયાન પડદા હોય છે પરંતુ કારેલીબાગ વિસ્તારમાં ઉનાળામાં ભૂવા પડતાં લોકોમાં અચરજ ફેલાયું છે.

Advertisement


વડોદરા શહેરમાં પાણી ડ્રેનેજ લાઈન કામગીરી બાદ કોન્ટ્રાક્ટર દ્વારા થતી હલકી કક્ષાની કામગીરીની પડવાને કારણે પોલ ખુલ્લી પડતી હોય છે પરંતુ કોર્પોરેશનનું તંત્ર જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કોઇ કાર્યવાહી કરતું નથી જેથી લોકોને હેરાનગતિ થતી હોય છે.


અંગે શિવસેનાના અગ્રણી તેજસ બ્રહ્મભટ્ટે કોર્પોરેશનના તંત્રનોની આકરી ટીકા કરી ભૂવો પુરાણ કરાવવાની માંગણી કરી છે સાથે સાથે તેમણે આક્ષેપ કર્યો છે કે સ્માર્ટ સિટી વડોદરામાં કોર્પોરેશનના ઇજનેરો અને ઇજારદારોની મીલીભગત ને કારણે કોર્પોરેશનને આર્થિક નુકસાન થઈ રહ્યું છે એટલું જ નહીં લોકો પણ હેરાનગતિ ભોગવી રહ્યા છે.

Advertisement
Continue Reading

Trending