VADODARA CITY
બરોડા ડેરી દ્વારા આવતીકાલે ડૉ. વર્ગીસ કુરીયનની 100મી જન્મ જ્યંતિની ઉત્સાહભેર ઉજવણી થશે

- શ્વેત ક્રાંતિના પ્રણેતા ડો. વર્ગીસ કુરીયનની જન્મજયંતિ નિમિતે બરોડા ડેરીના કર્મચારીઓ સફેદ વસ્ત્ર ધારણ કરશે
- રક્તદાન શિબિર બાદ કર્મચારીઓ બાઇક રેલી યોજશે,દૂધની બનાવટોનું મહત્તમ વેચાણ કરતા વિક્રેતાઓનું સન્માન કરવામાં આવશે
- બાળકોની વકૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા પણ યોજાશે
ભારતના શ્વેતાંતિના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરીયનનો 100મી જન્મ જ્યંતિ આવતીકાલે થશે. આ પસંગે જન્મ શતાબ્દિની ઉજવણી ગુજરાતના તમામ સંઘો વિવિધ કાર્યક્રમો યોજીને કરી રહ્યા છે. બરોડા ડેરીએ પણ જન્મ શતાબ્દિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોન કર્યું છે.
બરોડા ડેરીના કર્મચારીઓના બાળકો તેમજ દૂધ ઉત્પાદકોના બાળકો માટે વકૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજ્ન કરવામાં આવ્યું છે. જેના વિષયો છે. સહકારથી સમૃધ્ધિ અને ડૉ. વર્ગીસ કુરીયન, દૂધ ઉત્પાદકોના ભાગ્ય વિધાતા. વક્ત્વ સ્પર્ધામાં 24 અને નિબંધ સ્પર્ધામાં 53 મળી કુલ 77 બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો છે.
નિર્ણાયકો તરીકે વડોદરા શહેરની શાળાઓના આચાર્ય-શિક્ષકો સેવા આપશે. સ્પર્ધા માટે ધોરણ 12થી ઉપરના બાળકો અને ધોરણ-12 કે, તેથી નીચેના બાળકોનો બધો મળતો 6 કેટેગરી રહેશે.
બરોડા ડેરી દ્વારા સયાજી હોસ્પિટલ વડોદરાના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે. જેમાં ડેરીના કર્મચારીઓ દ્વારા જન્મ જ્યંતિ નિમિત્તે ઓછામાં ઓછા 1 યુનીટ બ્લડ ડોનેટ કરવામાં આવશે. ડૉ. કુરીયન સાહેબના ફોટાવાળી સફેદ ટી-શર્ટ અને કેપ પહેરી શહેરના રાજ્માર્ગો ઉપર બાઇક રેલી કાઢી કાપોરે 2.30 વાગે ડેરીમાં પહોંચશે.
ત્યાં ફૂલોના સ્વાગત બાદ સભા કરવામાં આવશે. જ્યાં બરોડા ડેરીનું દૂધ અને દૂધની બનાવટોનું મહત્તમ વેચાણ કરતા વિકૃતાઓનું સન્માન કરી પ્રમાણપત્ર અને મોમેન્ટો આપવામાં આવશે.
આ પ્રસંગે બરોડા ડેરીના તમામ કર્મચારીઓ પણ એક દિવસ માટે યુનિફોર્મને બદલે ડૉ. કુરીયનના ફોટાવાળો સફેદ ટી-શર્ટ અને કેપ પહેરીને ડૉ. કુરીયનના જન્મ દિવસને યાદગાર બનાવશે.કાર્યક્રમમાં બરોડા ડેરીના બોર્ડ ઓફ ડીરેક્ટર્સે અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે