VADODARA CITY
હિન્દૂ ધર્મ મામલે આપત્તીજનક નિવેદનો સાથે કેજરીવાલના વડોદરામાં બેનરો લાગ્યા,બાદમાં અડધા ફાડી દેવાયા

વડોદરા શહેરમાં આજે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા ત્રિરંગા યાત્રા યોજાનાર છે. જે પૂર્વે વડોદરા શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ ચાલી રહી હતી ત્યાં તો દિલ્હીમાં કેજરીવાલના એક મંત્રીએ હિન્દૂ ધર્મ વિશે વિવાદિત ટિપ્પણી કરતા વડોદરામાં તેના પડઘા જોવા મળ્યા છે. વડોદરા શહેરમાં ઠેર ઠેર કેજરીવાલ ને હિન્દૂ વિરોધી ચીતરીને તેના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. જેને કારણે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
હું હિન્દૂ ધર્મને પાગલપન માનું છું,હું કોઈ પણ હિન્દૂ દેવી દેવતાની પૂજા કરીશ નહીં જેવા વાક્યો સાથે નીચે આમ આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર તેમ લખેલા બેનર વડોદરામાં ઠેર ઠેર લાગી ગયા છે. વહેલી સવારે વડોદરાવાસીના ધ્યાનમાં આવા બેનર આવતા જ સોશ્યલ મીડિયા પર વાયરલ થયા હતા. જેમાં કેટલાક બેનરમાં કેજરીવાલને મુસ્લિમ ટોપી પહેરેલા દર્શાવાયા હતા. જોકે થોડા સમય બાદ બેનરમાં નીચેના ભાગે લખેલા આમ આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર તેમજ કેજરીવાલનો મુસ્લિમ ટોપી વાળો ફોટો ફાડી નાખવામાં આવ્યો હતો.
આ બેનર કોણે લગાવ્યા તે જાણવા મળ્યું નથી જોકે કેજરીવાલના આગમનના દિવસે જ લાગેલા આ બેનરો ઘણા સૂચક છે. કેજરીવાલના એક મંત્રીના નિવેદનોનું કેજરીવાલે સમર્થન કે ખંડન પણ કર્યું નથી. જ્યારે હિન્દૂ ધર્મ વિરોધી આપત્તિ જનક નિવેદન થી કેજરીવાલની ગુજરાત સર કરવાની સફરમાં એકાએક બ્રેક વાગી જશે તે નક્કી છે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે