VADODARA CITY
બ્યુટીફીકેશન બાદ પણ તળાવોની બત્તર હાલત,ખોડિયાર નગર તળાવમાં માછલીઓ મરતા અતિશય દુર્ગંધ

- ડ્રેનેજના પાણી તળાવમાં છોડાતા જળચર જીવોના મોત થયા ?
- બ્યુટીફીકેશન તો કરાયું પણ ત્યાર બાદ જાળવણી શૂન્ય
વડોદરા શહેરના વિવિધ જળાશયોમાં દુષિત પાણીને કારણે જળચર જીવોના મોત થયાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. અગાઉ સુરસાગર અને કમલાનાગર તળાવમાં પણ માછલીઓ ના મોતના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે આજે શહેરના ન્યુ વીઆઇપી રોડ પર આવેલા ખોડિયાર નગર તળાવમાં માછલીઓ મરવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં તળાવો ના બ્યુટીફીકેશન પાછળ કરોડોનું આંધણ કરનાર પાલિકા તંત્ર હાલ નિષ્ફળ નીવડ્યું છે. તળાવો ના બ્યુટીફીકેશન ના નામે આસપાસના વિસ્તારની સુંદરતા તો વધારી પણ તળાવનું પાણી શુદ્ધ કર્યું નથી. આજે પણ અનેક તળાવોમાં ડ્રેનેજના દુષિત પાણી છોડવામાં આવે છે. જેને લઈને તળાવમાં રહેલા જળચર જીવોના મોત થવાના કિસ્સા વારંવાર સામે આવી રહ્યા છે.
આજે શહેરના ન્યુ વીઆઇપી રોડ પર આવેલા ખોડિયાર નગર તળાવમાં માછલીઓ ના મોત થી અતિશય દુર્ગંધ ફેલાઈ છે. માથું ફાટી જાય તેવી દુર્ગંધથી આસપાસના રહીશો પરેશાન થઈ ગયા છે.મોટી સંખ્યામાં માછલીઓ ના મોત થતા પાણીની સપાટી પર મૃત માછલીઓ તરી આવી છે. જ્યારે બ્યુટીફીકેશન ના નામે કરોડોના ખર્ચ બાદ તળાવની જાળવણી નહીં થતી હોવાના આક્ષેપ શિવસેના ના શહેર ઉપાધ્યક્ષ તેજસ બ્રહ્મભટ્ટે કર્યા હતા.
VADODARA CITY
બહુચરાજી રોડ પર પડ્યો ભુવો: પાલીકા પાસે સમારકામનો સમય નથી

વડોદરા શહેર ના કારેલીબાગ માં આવેલ ૐ શાંતિ ભવન, બહુચરાજી નગર પાસે વધુ એક પડ્યો છે પરંતુ કોર્પોરેશન દ્વારા તેનું સમારકામ કરવામાં આવતું નથી.
વડોદરા શહેરમાં થતા વિકાસના કામોમાં પાણી ડ્રેનેજની લાઈનો નાખ્યા બાદ યોગ્ય રીતે માટીપુરાણ નહીં થતાં અવારનવાર ભુવા પડદા હોવાની ફરિયાદો વધી છે ખાસ કરીને ભૂવા ચોમાસા દરમિયાન પડદા હોય છે પરંતુ કારેલીબાગ વિસ્તારમાં ઉનાળામાં ભૂવા પડતાં લોકોમાં અચરજ ફેલાયું છે.
વડોદરા શહેરમાં પાણી ડ્રેનેજ લાઈન કામગીરી બાદ કોન્ટ્રાક્ટર દ્વારા થતી હલકી કક્ષાની કામગીરીની પડવાને કારણે પોલ ખુલ્લી પડતી હોય છે પરંતુ કોર્પોરેશનનું તંત્ર જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કોઇ કાર્યવાહી કરતું નથી જેથી લોકોને હેરાનગતિ થતી હોય છે.
અંગે શિવસેનાના અગ્રણી તેજસ બ્રહ્મભટ્ટે કોર્પોરેશનના તંત્રનોની આકરી ટીકા કરી ભૂવો પુરાણ કરાવવાની માંગણી કરી છે સાથે સાથે તેમણે આક્ષેપ કર્યો છે કે સ્માર્ટ સિટી વડોદરામાં કોર્પોરેશનના ઇજનેરો અને ઇજારદારોની મીલીભગત ને કારણે કોર્પોરેશનને આર્થિક નુકસાન થઈ રહ્યું છે એટલું જ નહીં લોકો પણ હેરાનગતિ ભોગવી રહ્યા છે.
-
VADODARA CITY6 days ago
CCTV પુરાવા હોવા છતાંય પોલીસે ફરિયાદ ન લીધી: કહ્યું ચોર માથાભારે છે,ફસાઈ જશો!
-
VADODARA CITY5 days ago
હિન્દુત્વના નામે મત મેળવી સત્તા પર આવેલા તુઘલખી શાસકોએ રાતના અંધારામાં હિન્દૂ મંદિરો તોડ્યા,કોંગ્રેસ આક્રમક મૂડમાં
-
VADODARA CITY6 days ago
મકરપુરા GIDCની કંપનીમાં તસ્કરે કર્યો હાથફેરો,ચોરીના CCTV સામે આવ્યા
-
VADODARA CITY5 days ago
પાલિકાની વોર્ડ 12ની ઓફિસના પહેલા માળે આગ લાગતા અગત્યના દસ્તાવેજો બળીને ખાખ
-
VADODARA CITY5 days ago
એન્થોની ને ભગાડવામાં શામેલ જપ્તા ડ્રાઇવરે મુકેલી આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી
-
VADODARA CITY6 days ago
સ્ટેટ મોનીટરીંગ સેલે ધનિયાવી પાસે કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપ્યું,48 લાખનો મુદ્દામાલ કબ્જે
-
VADODARA CITY5 days ago
Thrill Blazers from Vadodara shine in Gujarat Tourism Awards 2021-22
-
Sports7 days ago
Munaf Patel tries to find genuine fast bowler from rural areas of Gujarat under ‘In Quest of Speed’