VADODARA CITY
ગોરવાથી ઉંડેરા તરફના માર્ગ પર ઉભા કરાયેલા દબાણો મેયરની હાજરીમાં દૂર કરાયા
વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં ઠેર દબાણો જોવા મળી રહ્યા છે. આ દબાણો દૂર કરવા માટે સમયાંતરે પાલિકાની દબાણ શાખાની ટિમ દ્વારા મેગા દબાણ ઓપરેશન હાથ ધરવામાં આવે છે. એમાંય છેલ્લા કેટલાક કિસ્સામાં મેયર કેયુર રોકડીયા જાતે જ દબાણ શાખાની ટિમ સાથે હાજર રહીને દબાણો દૂર કરાવે છે.
આજે શહેરના ગોરવા કેનલ થી ઉન્ડેરા તરફ જવાના માર્ગ પર લારીગલ્લા તેમજ કાચા પાકા દબાણો મેયર કેયુર રોકડીયાની ઉપસ્થિતિમાં દૂર કરવામાં આવ્યા હતા. વહીવટી તેમજ ઇલેક્શન વોર્ડ 8માં સમાવિષ્ટ આ વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.

શહેરના ગોરવા વિસ્તારમાં ગંગા નગર કેનાલથી ઉંડેરા તરફ જવાના માર્ગ પર મુખ્ય માર્ગને અડીને અનેક કાચાપાકા દબાણો લાંબા સમયથી ઉભા થયા હતા.એમાંય ખાસ કરીને નોનવેજનું વેચાણ કરતા તંબુઓની સંખ્યા વધી હતી. વિસ્તારમાં આ દબાણોને કારણે પારાવાર ગંદકી થતી હતી.
જ્યારે કેટલાક વિસ્તારમાં અસામાજીક પ્રવૃત્તિઓ ને પણ વેગ મળ્યો હતો. મેયર કેયુર રોકડીયાના વોર્ડમાં આવતા આ વિસ્તારના દબાણો અંગે તેઓને ફરિયાદ મળતા આજે દબાણો દૂર કરવાનું મેજર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ કામગીરી હેઠળ અસંખ્ય લારી ગલ્લાઓ તેમજ માંસ વેંચતા પથારાઓના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરીમાં ગોરવા પોલીસે બંદોબસ્ત પૂરો પાડ્યો હતો.
VADODARA CITY
હર ઘર તિરંગા: સામાજીક અગ્રણી ભારતીબેન ભાણવડિયાએ રાષ્ટ્રધ્વજનું વિતરણ કર્યુ

દેશ ભરમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે તારીખ 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનનું આહવાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. જેને લઈને દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા પણ ઠેર ઠેર ઉજવણી માટે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
સાથે સાથે સામાજીક સંસ્થાઓ અને અગ્રણીઓ પણ આ અભિયાનને સફળ કરવા માટે પ્રયત્નશીલ છે. ત્યારે આજે શહેર જીલ્લાના સામાજીક સેવાભાવી અગ્રણી ભારતીબેન ભાણવાડિયા દ્વારા શહેર જીલ્લાના વિવિધ વિસ્તારોમાં 100 થી વધુ રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું.