Connect with us

VADODARA CITY

પાલિકાએ ફાળવેલા મકાનોમાં કોઈ અન્ય લોકો રહેતા હોવાના આક્ષેપ સાથે AAPનું આવેદન

Published

on

વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલી રામાકાકા ની ચાલી ના 88 મકાન તોડી પાડ્યા બાદ તેઓને કોર્પોરેશન દ્વારા મકાન પણ આપવામાં આવ્યા પરંતુ સ્થળ પર તપાસ કરતાં અન્ય વ્યક્તિઓ રહેતા હોવાનું જણાવતા કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવા અંગેનો આક્ષેપ આમ આદમી પાર્ટીના અગ્રણીઓએ કર્યો છે.


વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલી રામાકાકા ની ચાલી વર્ષ 2016 17 માં તોડી પાડવામાં આવી હતી આ જમીનના માલિકો અને કોર્પોરેશન દ્વારા જેના મકાન તૂટી ગયા હતા તેવા 88 પરિવારોને મકાન આપવાની લેખિતમાં બાંહેધરી આપી હતી ત્યારબાદ તેઓને એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમમાં મકાન પણ ફાળવવામાં આવ્યા હતા. આ મકાનો નો એલોટમેન્ટ લેટર લઈને રામાકાકા ની ચાલી ના પરિવારજનો મકાન જોવા ત્યાં સ્થળ ઉપર ગયા ત્યારે તે મકાનોમાં અન્ય વ્યક્તિઓ રહેતા હોવાનું જણાઈ આવ્યું હતું.

Advertisement


વર્ષ 2016 17 થી ગરીબોને મકાન આપ્યા છતાં તેઓ મકાન વિહોણા રહ્યા છે જે અંગે આજે આમ આદમી પાર્ટીના અગ્રણીઓએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી ગરીબોને મકાનની ફાળવણી કરવા માંગણી કરી હતી.

Advertisement
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

VADODARA CITY

પાદરા: બાવાના બેઉ બગડ્યા, અપક્ષ ઉમેદવારને સમર્થન કરતા ભાજપના 48 હોદ્દેદારોને સસ્પેન્ડ કરાયા

Published

on

ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારી નહીં આપી અસક્ષમ ઉમેદવારને આગળ કરતા પાદરામાં બળવો થયો હતો. પાદરાના પૂર્વ ધારાસભ્ય દીનુંમામાએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા અડધા ઉપરાંત ભાજપનું સંગઠન દિનુમામાં સાથે પ્રચારમાં જોડાતા આજે જીલ્લા ભાજપે ચૂંટાયેલા સભ્યો અને સંગઠનના હોદ્દેદારોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

પાદરામાં સેના વિના યુદ્ધ લડવા નીકળેલા સેનાપતિ ચૈતન્યસિંહ ઝાલાની હાલત બાવાના બેઉ બગડ્યા જેવી થઈ છે. એક તરફ નગરની બહાર તેઓને સમર્થન મળતું નથી ત્યાં તો ભાજપના આંતરિક ડખામાં સંગઠન અને ચૂંટાયેલા સભ્યો પૂર્વ ધારાસભ્ય અને અપક્ષ ઉમેદવારી કરતા દિનુમામાંની તરફેણમાં પ્રચાર કરી રહ્યા છે.

Advertisement

આજે જીલ્લા ભાજપના કાર્યકારી અધ્યક્ષ બી.જે બ્રહ્મભટ્ટે પાદરા ભાજપના સંગઠનના હોદ્દેદારો અને નગર તેમજ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો સહિત 48 જેટલા અગ્રણીઓ ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનું ફરમાન કરવામાં આવ્યું છે.
પાદરામાં પહેલે થી જ ભાજપના ઉમેદવાર ચૈતન્યસિંહ ઝાલાને કાર્યકરો મળતા ન હતા. જ્યારે જીલ્લા ભાજપે સાસ્પેન્સન નો કોરડો વીંઝતા એ વાત પુરવાર થઇ ગઇ છે કે પાદરામાં ભાજપે ઉમેદવારની પસંદગીમાં ભૂલ કરી છે. 200 ઉપરાંત અપેક્ષિતના સેન્સ લીધા બાદ પણ પસંદગીના ઉમેદવાર નહીં આપતા કાર્યકરોમાં પણ અસંતોષ ઉભરીને આવ્યો છે.

જોકે 48 હોદ્દેદારોને સસ્પેન્ડ કરી ભાજપે પોતાના પગે જ કુલ્હાડી મારીને અપક્ષ ઉમેદવાર દીનુમામાની લોકપ્રિયતા સાબિત કરી છે.

Advertisement
Continue Reading
Advertisement

Trending