Connect with us

VADODARA CITY

જીલ્લા પંચાયતમાં આજે બજેટલક્ષી કારોબારી સમિતિની બેઠક મળી

Published

on

આગામી દિવસોમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રજુ થનાર બજેટને લઈને આજે જિલ્લા પંચાયત વડોદરા ખાતેના ચિંતન કક્ષમાં કારોબારી સમિતિની બેઠક મળી હતી જેમાં બજેટ તૈયાર કરી સામન્ય સભા માં રજુ કરવાના વિષય પર ચર્ચા થઈ હતી.જેમાં…જિલ્લા પંચાયત વડોદરા ના સને ૨૦૨૧-૨૨ નું સુધારેલ ૨૯ કરોડ નું બજેટ તૈયાર કરાયું છે અને ૨૦૨૨-૨૩ ના વર્ષ નું સ્વ ભંડોળ ૨૬ કરોડ નું અંદાજપત્ર તૈયાર કરી સામાન્ય સભામાં મુકવામાં આવશે આજે મળેલી બેઠકમાં કારોબારી સમિતિ ના અધ્યક્ષ રાજેદ્ર પટેલ સાથે ઇન્ચાર્જ સચિવ જીલ્લા વિકાસ અધિકારી તેમજ સભ્યો હાજર રહ્યા હતા .કારોબારી બેઠક ના અંતે સમિતિ ના અધ્યક્ષ રાજેદ્ર પટેલે વધુ વિગત આપી હતી.

કારોબારી સમિતિની બેઠકમાં બજેટ અંગેની ચર્ચામાં વિપક્ષના સભ્યોને પણ સાથે રાખવા માટે વિપક્ષી સભ્ય ડોક્ટર પ્યારે સાહેબ રાઠોડે રજૂઆત કરી હતી.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે આજે મળેલી કારોબારી સમિતિની બેઠકમાં મહિલા સભ્યો ના પતિ પણ હાજર રહેતા વિવાદનો મધપુડો છંછેડાયો હતો જેના પર પ્રતિક્રિયા આપતા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેને પારદર્શકતા માટે તેમને બેઠકમાં બેસાડ્યા હોવાનું જણાવ્યું હતું.

Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

VADODARA CITY

તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

Published

on

  • જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
  • ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!

વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો

શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.

40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.

Advertisement


શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે

Advertisement
Continue Reading

Trending