VADODARA CITY
વડોદરાના વેલ્ડરને કામ અપાવનાર મિત્રએ દારૂના નશામાં સલવાસામાં વેલ્ડરની પત્નીની એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચર્યું

વડોદરાના માંજલપુર પોલીસે પિડીતાની ફરિયાદ દાખલ ન કરી
વેલ્ડીંગનું કામ કરતા પતિ સાથે સેલવાસા ગયેલી પરિણીતાની એકલતાનો લાભ લઇ વેલ્ડીંગનુ કામ અપાવનાર શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. નોંધનીય બાબત એ છે કે, વડોદરાના રહેવાસી વેલ્ડરે વડોદરા માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા. પરંતુ, માંજલપુર પોલીસે દુષ્કર્મ જેવી ગંભીર ફરિયાદ ન લેતા વેલ્ડર દંપતિને ભયના ઓથાર નીચે પુનઃ સેલવાસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની ફરજ પડી હતી. સેલવાસા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ વેલ્ડર સાથે પ્રેમલગ્ન કર્યા હતા
આ બનાવની વિગત એવી છે કે, વડોદરા નજીકના ગામમાં જયેશભાઇ (નામ બદલ્યું છે) વેલ્ડીંગ કામ કરીને ગુજરાન ચલાવે છે. જયેશભાઇએ દિપાલી નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જયેશભાઇ અને તેમની પત્ની મહેનત કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. દરમિયાન વડોદરા નજીક આવેલા તલસટ ગામમાં રહેતા અર્જુનસિંહ ફતેસિંહ પરમાર જુન-022માં જયેશભાઇને વેલ્ડીંગનું કામ કરવા માટે સેલવાસા લઇ ગયા હતા. પતિ સાથે તેમની 22 વર્ષિય પત્ની દીપાલી (નામ બદલ્યું છે) પણ ગઇ હતી. અને જ્યાં વેલ્ડીંગનું કામ કરવાનું હતું, તે જગ્યા ઉપર પતરાના બનાવેલા રૂમમાં પતિ-પત્ની રહેતા હતા.
17 જુલાઇએ આરોપીએ દારૂની પાર્ટી કરી હતી
દુષ્કર્મનો ભોગ બનેલી દીપાલીએ દાદરા નગર હવેલી, સેલવાસામાં દુષ્કર્મનો ભોગ બનેલી દીપાલીએ સેલવાસા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ વડોદરા નજીક તલસટ ગામમાં રહેતા અર્જુનસિંહ પરમાર અવાર-નવાર સેલવાસામાં જયેશભાઇ જ્યાં કામ કરતા હતા. તે જગ્યા ઉપર જતો હતો. અને પરત જતો રહેતો હતો. તા.17 જુલાઇ-022ના રોજ અર્જુનસિંહ રાત્રે 8 વાગે દારૂની બોટલ સાથે સેલવાસા પહોંચ્યો હતો. અને જયેશભાઇ સાથે કામ કરતા દિલીપ નામના વ્યક્તિ સાથે દારૂની પાર્ટી કરી હતી. દારૂની પાર્ટી પૂરી થયા બાદ દિલીપ તેના રૂમ ઉપર જતો રહ્યો હતો. અને અર્જુનસિંહ રોકાય ગયો હતો.
મધરાત્રે પતિ કુદરતી હાઝતે ગયા તે સમયે આરોપીએ દુષ્કર્મ આચર્યું
દિલીપ નીકળી ગયા બાદ જયેશભાઇ તેમની પત્ની દીપીકા અને અર્જુનસિંહે સાથે બેસી જમ્યા હતા. બાદમાં અર્જુનસિંહ જયેશભાઇના ઘરમાંજ સૂઇ ગયો હતો. મધરાત્રે 3 વાગે જયેશભાઇ કુદરતી હાજતે ગયા હતા. તે સમયે અર્જુનસિંહ ઉઠી ગયો હતો. અને રૂમનો દરવાજો બંધ કરી દીપીકાની મરજી વિરૂધ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેજ સમયે કુદરતી હાજતેથી પરત ફરેલા જયેશભાઇએ દરવાજો ખખડાવતા પત્ની દીપીકાએ રૂમનો દરવાજો ખોલી, પતિને બાઝી પડી રડવા લાગી હતી. અને અર્જુનસિંહે કરેલા કૃત્ય અંગે પતિને જાણ કરી હતી. તે સમયે અર્જુનસિંહ પણ રવાના થઇ ગયો હતો.
સેલવાસા પોલીસે પિડીતાની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી
દરમિયાન જયેશભાઇ અને તેમની પત્ની વડોદરા આવી ગયા હતા. વડોદરા આવ્યા બાદ દીપીકાએ તેમના કાકા સસરાને ઘટનાની જાણ કરી હતી. કાકા સસરા દીપીકાને લઇ માંજલપુર પોલીસ મથકમાં તરસટ ગામના અર્જુનસિંહ પરમાર સામે ફરિયાદ કરવા માટે ગયા હતા. પરંતુ, માંજલપુર પોલીસે ફરિયાદ લેવાનો ઇન્કાર કરી દીધો હતો. આથી કાકા સસરા દીપીકાને લઇ સેલવાસા પોલીસ મથકમાં ગયા હતા. જ્યાં દીપીકાએ અર્જુનસિંહ પરમાર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. સેલવાસા પોલીસે ફરિયાદના આધારે અર્જુનસિંહ ફતેસિંહ પરમાર સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
VADODARA CITY
હર ઘર તિરંગા: સામાજીક અગ્રણી ભારતીબેન ભાણવડિયાએ રાષ્ટ્રધ્વજનું વિતરણ કર્યુ

દેશ ભરમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે તારીખ 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનનું આહવાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. જેને લઈને દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા પણ ઠેર ઠેર ઉજવણી માટે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
સાથે સાથે સામાજીક સંસ્થાઓ અને અગ્રણીઓ પણ આ અભિયાનને સફળ કરવા માટે પ્રયત્નશીલ છે. ત્યારે આજે શહેર જીલ્લાના સામાજીક સેવાભાવી અગ્રણી ભારતીબેન ભાણવાડિયા દ્વારા શહેર જીલ્લાના વિવિધ વિસ્તારોમાં 100 થી વધુ રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું.