VADODARA CITY
30 લાખની ખંડણી માટે મિત્રએ જ કરાવ્યું વેપારીનું અપહરણ, ગણતરીના કલાકોમાં આરોપીઓ ઝડપાયા

- ભાયલીમાં પસ્તીના વેપારીને 2 જૂને ઇક્કો કારમાં અપહારણકારો ઉઠાવી જઈને 30 લાખની ખંડણી માંગી હતી.
- વેપારીના ભાઈ પાસે થી 30 લાખ નહીં મળતા સાળા પાસે 7 લાખ માંગ્યા હતા
- હાઇવે પર પોલીસની ગાડી પાછળ આવતા જોઈને વેપારીને ઉતારી અપહારણકારો ભાગી ગયા હતા.
- દુકાને મળવા આવેલા મિત્રએ જ અપહરણની યોજના બનાવી લોકેશન આપ્યું હતું
વડોદરા શહેરના ભાયલી વિસ્તાર માંથી એક પસ્તી ભંગારનો વેપાર કરતા વેપારીને પહેલી જુનની રાત્રે ભાયલી વિસ્તારમાં તેઓની દુકાનથી થોડે દુર એક ઇક્કો કારમાં આવેલા અપહારણકારો વેપારીને ઉઠાવી જઈને 30 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.જોકે વેપારીએ પૈસા નહીં આપતા કપુરાઈ ચોકડી પાસે વેપારીને મૂકીને ચાલ્યા ગયા હતા. આ અંગે પસ્તીના વેપારીએ નોંધાવેલી ફરિયાદના આધારે 4 ઇસમોની ધરપકડ કરી હતી. મહત્વની વાત એ છે કે વેપારીના મિત્રએ જ તેના અપહરણની યોજના બનાવીને સાથીઓ ને લોકેશન આપ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના અકોટા વિસ્તારમાં રહેતા અને ભાયલી સ્ટેશન રોડ પર પસ્તી ભંગારની દુકાન ધરાવતા લોકેશ કેદારનાથ અગ્રવાલ પહેલી તારીખે પોતાની દુકાને રાબેતા મુજબ પહોંચ્યા હતા. દિવસ દરમિયાન વ્યાપાર કર્યા બાદ સાંજે ઘરે જતા સમયે લોકેશ અગ્રવાલનો મિત્ર મોહસીનખાન પઠાણ (રહે.જય અંબે નગર,કિશનવાડી,આજવા રોડ) તેઓની દુકાને આવ્યો હતો. થોડા સમય સુધી વાતચીત કર્યા બાદ બંને પોતપોતાની એક્ટિવા લઈને ઘરે જવા નીકળ્યા હતા. જ્યાં મોહસીનને પેશાબ લાગતા તેને પોતાની એક્ટિવા ધીમી કરીને ભાયલી ગામ તરફ જવાના માર્ગ પર ઉભી કરી હટીમ જેથી મિત્રની રાહ જોવા લોકેશ અગ્રવાલે પણ થોડે આગળ એક્ટિવા ઉભી કરી હતી. એટલા માંજ એક ગ્રે કલરની ઇક્કો ગાડી લોકેશ અગ્રવાલની પાસે આવીને ઉભી થઇ ગઈ હતી અને બુકાનીધારી ઈસમોએ લોકેશ અગ્રવાલને ખેંચીને ગાડીમાં બેસાડી દીધા હતા.
અપહરણકારો એ લોકેશ અગ્રવાલનું અપહરણ કરીને 30 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. અપહારણકારોએ લોકેશ અગ્રવાલને કહ્યું હતું કે ‘તે 40 થી 50 લાખનું ભંગાર ખરીદ્યું છે. 30 લાખ આપવા પડશે.તું તારા ભાઈને ફોન લગાવ” લોકેશ અગ્રવાલે તેઓના ભાઈ દેવકીનંદન અગ્રવાલને ફોન કરી તેઓનું અપહરણ થયું હોવનું જણાવ્યું હતું.
અપહારણકારોએ વેપારી લોકેશ અગ્રવાલના ભાઈ સાથે વાત કરી તે દરમિયાન ગાળાગાળી થતા અપહારણકારોએ લોકેશ અગ્રવાલને માર મારવાનું શરૂ કરી દીધું હતું જે બાદ તેઓના સાળા ને ફોન લગાવીને રૂ. 7 લાખની માંગણી કરી હતી. જ્યાંથી અડધો કલાક પછી જવાબ મળેલ કે 3.50 લાખની વ્યવસ્થા થયેલ છે.જેથી અપહારણકારો એ રોકડ રૂપિયા અને દાગીના લઈને આવી બનેવીને છોડાવી જવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ હાઇવે પર વારંવાર જગ્યા બદલીને વેપારીના સાળાને બોલાવ્યો હતોમ દરમીઉણ મધ્યરાત્રીએ પોલીસની ગાડી પાછળ આવતી હોવાનું જોઈને કપુરાઈ બ્રિજ પર વેપારી લોકેશ અગ્રવાલને ઉતારીને ત્યાંથી નાસી છૂટયા હતા.
આ દરમિયાન મોઢા પરથી કપડું હટાવીને લોકેશ અગ્રવાલે ઇક્કો ગાડીનો નંબર યાદ કરી લીધો હતો. અને પોલીસ ની ગાડી આવી જતા વેપારીને પોલીસમથકે લઇ જવાયો હતો.
વડોદરા તાલુકા પોલીસ મથકની હદમાં બનેલા અપહરણના ગુન્હાની તપાસ જીલ્લા LCBએ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં અપહારણકારોનું પહેરું મેળવી લીધું હતું. વેપારી લોકેશ અગ્રવાલને 2 જુનની રાત્રે મળવા માટે આવેલા તેઓના મિત્ર મોહસીનખાન અહેમદખાન પઠાણે જ અપહરણનું કાવતરું રચ્યું હતું. વેપારીનું લોકેશન મેળવીને અપહરણકાર સાથીઓ ને આપ્યું હતું. જીલ્લા LCBએ મોહસીનખાન પઠાણ,જુનેદ અહેમદ ઉર્ફે જુન્ની શેખ રહે હથિખાના,મહંમદ આદિલ સૈયદ રહે. બોમ્બે આવાસ,આજવા રોડ તેમજ સઈદ હુસેન શેખ રહે. પાંજરીગર મહોલ્લો, જમનાબાઈ હોસ્પિટલ પાછળ,માંડવીની ધરપકડ કરી હતી. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ઇક્કો ગાડીની નંબરપ્લેટ પણ ડુપ્લીકેટ લગાવેલી હતી.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે