VADODARA CITY
આજવા રોડ પર નૂડલ્સ બનાવતી ફેકટરીમાં ભીષણ આગ,એક કામદાર દાઝયો

વડોદરા શહેરના આજવા રોડ સરદાર એસ્ટેટ પાસે ક્રિષ્નાનગર પાસે નૂડલ્સ બનાવતી ફેક્ટરીમાં વહેલી સવારે આગષફાટી નીકળી હતી. ફેક્ટરીમાં આગ લાગતા ફેક્ટરીના પતરાના શેડ ઉપર સૂઈ ગયેલા બે કામદારો પતરા ગરમ થતાં શેડ ઉપરથી નીચે ભૂસકો માર્યો હતો. જેમાં એક દાઝી ગયો હતો. જ્યારે બીજાને કોઈ ઈજા થઈ ન હતી.
મળેલી માહિતી પ્રમાણે આજવા રોડ સરદાર એસ્ટેટ પાસે ક્રિષ્નાનગર પાસે જય અંબે ગૃહ ઉદ્યોગ નામથી નીરજભાઈ નુડલ્સ બનાવવાની ફેક્ટરી ધરાવે છે. ફેક્ટરીમાં નુડલ્સનું ઉત્પાદન કરીને સ્ટોક પણ ફેક્ટરીમાં રાખે છે. આ ફેક્ટરીમાં કામ કરતા અને ફેક્ટરીમાં જ રહેતા બે યુવાનો ફેક્ટરીના પતરાના શેડ ઉપર સુઈ ગયા હતા. વહેલી સવારે ફેક્ટરીમાં આગ આગ લાગતા પતરા ગરમ થતા ફેક્ટરી પર સુઈ રહેલા બે કામદારો શેડ ઉપરથી નીચે કૂદી પડ્યા હતા. જેમાં ૧૯ વર્ષીય વિનયકુમાર વિશ્વાસ શેડ ઉપરથી કૂદતાં અને શેડમાં મુકેલ વ્હિકલ પર પડતા દજી પગમાં પણ ઇજા પહોંચી હતી. અને ગરમ પતરાં ઉપર ચાલતા દાઝી ગયો હતો.
દરમિયાન આ બનાવની જાણ આસપાસમાં રહેતા લોકોએ ફાયર બ્રિગેડને કરતા પાણીગેટ ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર અમિતભાઈ ચૌધરી સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને લાશ્કરોએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં લાગેલી આગના બનાવને પગલે આસપાસના વિસ્તારોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. સ્થાનિક લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. આગને સંપૂર્ણ રીતે કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડ દ્વારા જીઇબીની ટીમ તેમજ ફેક્ટરી સ્થિત નુડલ્સનો બળી ગયેલ જથ્થો બહાર કાઢવા માટે જેસીબી અને ચાર ટ્રેક્ટરો ની પણ મદદ લેવામાં આવી હતી. ફેક્ટરીમાંથી નુડલ્સનો જથ્થો કબજે કરાયા બાદ ફાયર બ્રિગેડ દ્વારા કુલિંગ કરીને આગને સંપૂર્ણ કાબૂમાં લેવામાં આવી હતી.
આ બનાવમાં મોટાપાયે નુકસાન થયું હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે. આ ઘટનામાં મોટી જાનહાની થઈ નથી. પરંતુ આ બનાવે આસપાસના વિસ્તારના લોકોમાં ભારે ગભરાટ ફેલાવી દીધો હતો. આ બનાવ અંગે પોલીસ દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે