VADODARA CITY
રિયલ એસ્ટેટ જૂથ સાથે સંકળાયેલા બિલ્ડર સામે 19 વર્ષીય યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી

વડોદરા શહેરના જાણીતા રિયલ એસ્ટેટ જૂથ સાથે સંકળાયેલા એક બિલ્ડરે તેના જ સમાજની 19 વર્ષીય કિશોરીને પ્રેમજાળમાં ફસાવી વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતાં. જે અંગેની જાણ યુવતીના પિતાને થતા સમગ્ર પ્રેમપ્રકરણનો ભાંડો ફૂટ્યો હતો. પોતે પરણિત અને એક બાળકના પિતા હોવા છતાંય લગ્નની લાલચ આપી યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારનાર સામે જે.પી રોડ પોલીસ મથકે ગુન્હો નોંધાયો છે.
એક જ સમાજમાં હોવાથી પરિચયમાં આવ્યા બાદ ૪૦ વર્ષના પુરુષે કોલેજમાં ભણતી ૧૯ વર્ષની યુવતીને પ્રેમના જાળમાં ફસાવી તથા લગ્નની લાલચ આપી છેલ્લા એક વર્ષમાં અનેકવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. બનાવ મામલે યુવતીના પિતાએ વોટ્સએપ ચેટમાં વિગતો જાણતા આખરે પિતાએ દુષ્કર્મ ગુજારનાર કન્સ્ટ્રક્શનના વેપાર સાથે સંકળાયેલા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
ઇલોરાપાર્કમાં રહેતો નવલ ઠક્કર કન્સ્ટ્રક્શનના વેપાર સાથે સંકળાયેલો છે. તેવી જ રીતે તે સમાજમાં આગળ પડતી કામગીરી કરતો હોવાથી આ જ સમાજની 19 વર્ષીય યુવતીના પરિચયમાં આવ્યો હતો. સમાજના પ્રસંગો તથા અન્ય કામગીરી દરમિયાન અવારનવાર મુલાકાત થતા 40 વર્ષીય નવલ ઠક્કરનો 19 વર્ષીય યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. છેલ્લા એક વર્ષથી બંને વચ્ચે ચાલી રહેલા પ્રેમ પ્રકરણમાં આરોપીએ અનેક વખત અલગ અલગ જગ્યાએ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
દરમિયાન ધોરણ 12 પાસ કરી કોલેજમાં અભ્યાસ કરતી યુવતીના પિતાએ યુગાનુંયોગ યુવતીનો મોબાઇલ ચેક કરતા તેમાં નવલ ઠક્કરના આઇ લવ યુ સહિતના ચેટવાળા મેસેજ મળી આવ્યા હતા. જેથી પિતાએ આ અંગે પુત્રીની પૂછપરછ કરી હતી. જેમાં આરોપી ઠક્કરને એક સંતાન હોવા છતાં અને પોતે પરિણીત હોવા છતાં પ્રેમ સંબંધ બાંધી લગ્ન કરવાની લાલચે છેલ્લા એક વર્ષથી તેની સાથે દુષ્કર્મ ગુજારતો હોવાની બાબત જણાવી હતી.
સમગ્ર મામલે પિતાએ જેપી રોડ પોલીસ મથકમાં આરોપી કન્સ્ટ્રક્શનના વેપારી વિરુદ્ધ દુષકર્મનો ગુનો દાખલ કરાવતા પોલીસે આરોપીના ધરપકડના ચક્રો ગતિમાન કરવા સાથે 19 વર્ષે યુવતીના મેડિકલ ચેકઅપ સહિતની કામગીરી હાથ ધરી છે. પોલીસે આરોપીના ઘરે જઈ તપાસ કરતા તે મળી આવ્યો ન હતો અને પોતાના ઘરેથી ફરાર થઈ ગયો હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે