VADODARA CITY
ગેંગરેપ કેસમાં આરોપીઓ ને શોધવા 25 ટિમો કામે લાગી,જાણો શું કહ્યું રેલ્વે IG એ..
- અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે FSLની મદદથી વેક્સીન મેદાનમાં તપાસ શરુ કરી
- વેક્સિન ઇન્સ્ટીટ્યૂટ વિસ્તારના CCTV ફૂટેજ મેળવવાની કાર્યવાહી શરૂ
- ગુજરાત કર્ણાટક સહિત અલગ-અલગ રાજ્યોમાં પણ તપાસ શરૂ કરવામાં આવી
- દુષ્કર્મ આચરનારા 2 નરાધમોને શોધવા રાજ્યની 5 એજન્સીઓ કામે લાગી
વડોદરા શહેરના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટના ગ્રાઉન્ડમાં નવસારીની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનારા 2 નરાધમોને શોધવા રાજ્યની 5 એજન્સીઓ કામે લાગી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, રેલવે પોલીસ અને FSLની ટીમ આજે વેક્સિન ગ્રાઉન્ડમાં પહોંચી છે અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી છે.
રેલવે આઈજી સુભાષ ત્રિવેદી સહિત પોલીસના ઉચ્ચકક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. ઘટના સ્થળેથી ફોરેન્સિક પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. યુવતીની કપડાં ભરેલી બેગ પણ ઘટના સ્થળે લાવવામાં આવી હતી.
રેલવે આઇજી સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આરોપીઓ બેથી વધુ હોઈ શકે છે. આ કેસની તપાસ માટે પોલીસની 25 ટીમો કામે લાગી છે. ગુજરાત કર્ણાટક સહિત અલગ-અલગ રાજ્યોમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે 400થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા છે. આરોપીઓને ટૂંક સમયમાં જ ઝડપી પાડવામાં આવશે. રાજ્ય સરકારે પણ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે.
વલસાડમાં ગુજરાત ક્વીન એક્સપ્રેસમાં ગળે ફાંસો ખાઇ નવસારીની અને હાલ વડોદરામાં રહેતી 18 વર્ષીય છાત્રાએ 4 નવેમ્બરના રોજ આપઘાત કર્યા બાદ પોલીસની તપાસમાં યુવતીની ડાયરી મળી હતી, જેમાં યુવતી પર શહેરના દિવાળીપુરા પાસે વેક્સિન ઇન્સ્ટીટ્યૂટના મેદાનમાં દુષ્કર્મ આચરાયું હોવાની વિગતો મળતાં ખળભળાટ મચી ગયો હતો.
બનાવ બાદ રેલવે પોલીસે તપાસ શરુ કરી છે પોલીસે દુષ્કર્મ આચરાયું તે સ્થળ ઉપરથી પુરાવા એકત્ર કરવા માટે એફ.એસ.એલ.ની મદદ લઇ તપાસ શરૂ કરી દીધી છે. તે સાથે પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા વેક્સિન ઇન્સ્ટીટ્યૂટ વિસ્તારના CCTV ફૂટેજ મેળવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.પી.એમ.ના પ્રાથમિક રિપોર્ટમાં આંતરીક ભાગોમાં ઇંજાના નિશાન હોવાનું જણાવાયું છે.

મૂળ નવસારીની અને છેલ્લા 2 વર્ષથી વડોદરામાં બીએના અભ્યાસ સાથે ઓએસિસ સંસ્થામાં કામ કરતી 18 વર્ષીય યુવતી સાઇકલ લઇને પસાર થઇ રહી હતી, ત્યારે વડોદરાના વેક્સિન મેદાન પાસે રિક્ષા ચાલકે ટક્કર માર્યા બાદ બે વ્યક્તિએ બળજબરીથી રિક્ષામાં બેસાડી મોઢામાં ડૂચો મારી અને હાથ-પગ બાંધી દીધા હતા.
બાદમાં વેક્સિન ઇન્સ્ટિટ્યૂટની ઝાડીમાં ખેંચી ગયા હતા.જ્યાં યુવતી પર બંનેએ દુષ્કર્મ આચર્યું હતું. એક બસ ચાલક બસ પાર્ક કરવા મેદાનમાં જતા બંને ભાગી છુટ્યા હતા.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે