Connect with us

VADODARA CITY

જાંબુઆ નજીક 2 કિમી લાંબો ટ્રાફિકજામ થતા એમ્બ્યુલન્સ અડધો કલાક ફસાઈ જતા દર્દીનો જીવ જોખમમાં મૂકાયો

Published

on

  • જાંબુવા બ્રિજ પાસે રસ્તામાં ખાડા પડી જતા હાઈવે પર ટ્રાફિકજામ
  • છેલ્લા 20 દિવસથી રોજ 4થી 5 કલાક ટ્રાફિકજામ થતાં વાહન ચાલકો પરેશાન

વડોદરા શહેર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે પર જાંબુવા બ્રિજ પર છેલ્લા 20 દિવસથી રોજ 2 કિ.મી. લાંબો ટ્રાફિકજામ થાય છે. જાંબુવા બ્રિજથી આગળ આવેલા જાંબુવા નદી પરના બ્રિજ પર ખાડા પડી જતા હેવી વાહનો ધીમા ચાલતા હોવાથી અહીં ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળે છે. આજે હાઈવે પરના ટ્રાફિકજામમાં દર્દીને લઈને જઈ રહેલી એક એમ્બ્યુલન્સ અડધો કલાક સુધી ફસાઈ ગઈ હતી. જેના કારણે દર્દીઓના સગાઓના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. છેલ્લા 20 દિવસથી ટ્રાફિકજામ થતો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

રોજ સવારે 4થી 5 કલાક સુધી ટ્રાફિકજામ થાય છે
વડોદરા પાસે નેશનલ હાઇવે પર રોજ 2 કિ.મી. લાંબો અને ક્યારેક તો તેનાથી પણ વધારે જાંબુવા બ્રિજથી તરસાલી બ્રિજ સુધી ટ્રાફિકજામ થઈ જાય છે. રોજ સવારે 8 વાગ્યાથી લઈને બપોરે 1 વાગ્યા સુધી જાંબુવા બ્રિજ પાસે ટ્રાફિકજામ જોવા મળે છે. પીક અવરમાં રોજ ટ્રાફિકજામ થતો હોવા છતાં તંત્ર દ્વારા રસ્તાના ખાડા રિપેર કરવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે વાહન ચાલકો રોજ પરેશાન થાય છે અને ટ્રાફિકજામમાં અટવાઈ જાય છે. કોઈને હોસ્પિટલ તો કોઈને મહત્વનું કામ હોવાથી લોકો નીકળતા હોય છે, પરંતુ ટ્રાફિકજામના કારણે કોઈ સમયસર પહોંચી શકતુ નથી.

ટ્રાફિકજામથી સ્થાનિકો પરેશાન
જાંબુવા બ્રિજની બાજુમાં જ સોસાયટીઓને સ્કૂલો આવેલી છે. જેથી સોસાયટીઓના રહીશો સોસાયટીની બહાર નીકળી શકતા નથી અને નીકળે તો ટ્રાફિકજામમાં અટવાઈ જાય છે. આ ઉપરાંત બાળકોને સ્કૂલે પહોંચવામાં પણ મોડુ થઈ જાય છે. જાંબુવા બ્રિજ પાસે આવેલી આર્યન રેસિડેન્સીના રહીશો તો ટ્રાફિકજામની સમસ્યથી ખુબ જ ત્રસ્ત થઈ ગયા છે અને તંત્ર દ્વારા રોડની કામગીરી કરીને આ સમસ્યા દૂર કરવામાં આવે તેમ ઇચ્છી રહ્યા છે.

Advertisement

રોજ એમ્બ્યુલન્સો ટ્રાફિકજામમાં ફસાય છે
જાંબુવા બ્રિજ પાસે નેશનલ હાઇવે નં-48 પર રોજ ટ્રાફિકજામ થતાં રોજેરોજ ક્રિટીકલ દર્દીઓને લઈને જતી એમ્બ્યુલન્સ ટ્રાફિકજામમાં ફસાઈ જાય છે. આજે સવારે પણ જાંબુવા બ્રિજ પરથી પસાર થઈ રહેલી એક એમ્બ્યુલન્સ અડધો કલાક સુધી બ્રિજ પર ફસાઈ ગઈ હતી. જેના કારણે દર્દીના પરિવારજનોના જીવ અદ્ધર થઈ ગયા હતા.

Advertisement
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

VADODARA CITY

તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

Published

on

  • જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
  • ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!

વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો

શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.

40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.

Advertisement


શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે

Advertisement
Continue Reading

Trending