SAVLI-DESAR
સાવલી: દેશનું ભવિષ્ય બસોમાં લટકતા અભ્યાસ કરવા જવા માટે મજબૂર, કંટાળેલા વિદ્યાર્થીઓએ કર્યું ચક્કાજામ
- સાવલીથી આણંદ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ માટે રૂટમાં પૂરતી બસો જ નથી
- એક બસમાં 136 થી વધુ વિદ્યાર્થીઓને જવું પડે છે. અભ્યાસ બાદ સાવલી આવવા માટે પણ બસો નહીં મુકતા વિદ્યાર્થીઓ પરેશાન
- વારંવારની રજૂઆતો બાદ પણ કોઈ નિકાલ નહીં આવતા આજે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ,અંતે ધારાસભ્ય દોડ્યા
- ધારાસભ્યનું આશ્વાસન, ટૂંક સમયમાં નવી બસો શરૂ થશે
- પશુપાલકો માટે લડત આપતા ધારાસભ્ય વિદ્યાર્થીઓના પ્રશ્નોમાં ઉણા ઉતર્યા!
વડોદરા જીલ્લાના સાવલી તાલુકા માંથી અભ્યાસ અર્થે આણંદ જતા વિદ્યાર્થીઓ માટે એસ.ટી વિભાગ દ્વારા વારંવારની રજૂઆતો છતાંય રૂટ પર વધુ બસો ન દોડાવતા આજે વિદ્યાર્થીઓએ સાવલી જુના ST ડેપો ખાતે ચક્કાજામ કરતા ધારાસભ્ય દોડી આવ્યા હતા. જ્યારે વિદ્યાર્થીઓ ને સમજાવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો.
વડોદરા જીલ્લાના સાવલી તાલુકા માંથી આણંદ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ ની સંખ્યા વધુ છે. જેની સામે બસ ની વ્યવસ્થા ઓછી છે. એક બસમાં 136 જેટલા વિદ્યાર્થીઓ ને ટીંગાટોળી કરીને અભ્યાસ અર્થે આણંદ જવું પડે છે.આ મામલે વિદ્યાર્થીઓએ વાઘોડિયા ડિપાર્ટમેન્ટમાં બસો વધારવા માટે લેખિત અને મૈખિક રજૂઆતો કરી હતી. પરંતુ ST વિભાગ દ્વારા બસોની સંખ્યા નહીં વધારતા વિદ્યાર્થીઓ ને પરાવર મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હતો.
અભ્યાસ અર્થે આણંદ જતા વિદ્યાર્થીઓને પાછા ઘરે આવવા માટે પણ સાવલી રૂટની બસો મળતી ન હતી. ST વિભાગમાં પાસ કઢાવ્યા હોવા છતાંય વિદ્યાર્થીઓ નો સમય સચવાય તેવી રીતે પણ બસોનો રૂટ શરૂ નહીં કરતા આજે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ એ જુના ST ડેપો ખાતે ચક્કાજામ કરી દીધું હતું.
વિદ્યાર્થીઓ એ તમામ રૂટની બસો રોકી દીધી હતી. જેને લઈને પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. અને વિદ્યાર્થીઓ ને સમજાવવાના પ્રયત્ન હાથ ધર્યા હતા. જોકે વિદ્યાર્થીઓ એક ન બે ન થતા સાવલી ધારાસભ્ય તેઓને સમજાવવા માટે સ્થળ પર દોડી આવ્યા હતા.સાવલી ધારાસભ્યએ વિદ્યાર્થીઓને ટૂંક જ સમયમાં બસની સમસ્યા દૂર કરી આપવાનું આશ્વાસન આપ્યું હતું.
મહત્વની વાત એ છે કે વિદ્યાર્થીઓ ને સ્પર્શતા પ્રશ્નના નિરાકરણ માટે કોઈ રાજકીય અગ્રણીઓ પાસે સમય નથી,આવનારી વિધાનસભાની ચૂંટણીમાં સાવલીના વિદ્યાર્થીઓએ ભોગવેલી તકલીફો પણ મુખ્ય વિષય બની રહેશે. એક તરફ પશુપાલકોના હિત માટે લડતા ધારાસભ્ય બીજી તરફ વિદ્યાર્થીઓના હિતની લડાઈમાં ઉણા ઉતર્યા હોય તેમ લાગી રહ્યું છે.અભ્યાસ માટે ઘેટાં બકરાની જેમ બસમાં જોખમી મુસાફરી કરતા વિદ્યાર્થીઓની રજુઆત સાંભળવા અત્યાર સુધી કોઈ આવ્યું નહીં, જ્યારે વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો ત્યારે ધારાસભ્ય પણ દોડી આવ્યા,અંતે સમસ્યાના નિરાકરણનું આશ્વાસન આપ્યું. હવે જોવાનું એ રહે છે કે આ આશ્વાસન બાદ પશુપાલકોની લડાઈમાં જે રીતે ધારાસભ્યની ભૂમિકા જોવા મળી છે. તેવી જ ભૂમિકા વિદ્યાર્થીઓ ના પ્રશ્નો માટે જેવા મળે કે કેમ..!
SAVLI-DESAR
સાવલી પોલીસ વિરુદ્ધ આક્રોશનો ઉકાળતો ચરૂ: નગરમાં દીવાલો પર લખાયા પોલીસ વિરુદ્ધના સૂત્રોચ્ચાર

- સાવલીમાં દારૂની લેરમછેલ,પોલીસની મહેર
- બુટલેગરોની દાદાગીરી,પોલીસની ભાગીદારીના સૂત્રો લખાયા
વડોદરા જીલ્લાના સાવલી તાલુકામાં પોલીસના આશીર્વાદથી બેફામ થયેલા બુટલેગરોને કારણે સામાન્ય નાગરિકો પરેશાન થઈ ઉઠયા છે તાજેતરમાં બુટલેગરોએ એક પત્રકાર પર જીવલેણ હુમલો કર્યો હતો. જ્યારે નગરમાં શરાબની હાટડીઓ પણ ખુલ્લેઆમ ધમધમી રહી છે. ત્યારે રાત્રીના સમયે નગરની દીવાલો પર પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર લખાતા પોલીસની કામગીરી પર પ્રશ્નો ઉભા થયા છે.
વડોદરાના સાવલી નગરમાં પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર લખીને નાગરિકોએ રોષ વ્યકત કરતા ચકચાર મચી છે. સાવલી નગરમાં તાલુકા પંચાયત કચેરી,જન્મોત્રી હોસ્પિટલ,સાવલી પશુ દવાખાના સહિતની ઇમારતો તેમજ બસ ડેપો પાસે પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર લખવામાં આવ્યા છે. જ્યાં શરાબનો વેપલો કરતા બુટલેગરો અને પોલીસ વચ્ચે ભાગીદારી હોવાના ગંભીર આક્ષેપો પણ કરાયા છે. સાવલીમાં શરાબની રેલમછેલ ચાલી રહી હોવાનું પણ આ સુત્રોમાં ચીતરવામાં આવ્યું છે.
સાવલી નગરમાં પોલીસ વિરુદ્ધ ઉકડતો ચરું સામે આવ્યો છે. પોલીસ સામે નાગરિકોનો રોષ હોવા છતાંય સ્થાનિક પોલીસ અધિકારીઓ ને કેમ છાવરવામાં આવે છે તે પ્રશ્ન ઉભો થયો છે.