SAVLI-DESAR
અંધેર નગરીના સાશકોનું વધુ એક ભોપાળું : હિસાબો રજુ કરવામાં બેદરકાર ચીફ ઓફિસરને નોટીસ

- રાજ્ય સરકાર હસ્તક કચેરીમાં હિસાબી રેકોર્ડ ઓડિટ સમક્ષ રજૂ કરવામાં બેદરકાર સાવલી નગર ચીફ ઓફિસરને નોટિસ
- ઓડિટરે હિસાબી રેકોર્ડ વારંવાર માંગ્યો છતાં આપવામાં આવ્યો નથી
- અધિકારીઓનો સમય બગાડવા અને પગાર ભથ્થા તથા નિષ્ફળ મુસાફરી વ્યય થયેલા દિવસોનું રૂ. 27,689 નું આર્થિક નુકસાન ચુકવવા આદેશ કરાયો
- બેદરકારી મામલે 5 દિવસમાં લેખિત ખુલાસો નહિ કરે તો , ચીફ ઓફિસર સામે કાર્યવાહી
- વર્ષ 2019-20 ના હિસાબી રેકોર્ડમાં શું છુપાવવું છે, જેથી હિસાબો રજુ નથી કરી શક્યા ?
વડોદરા જિલ્લાની સાવલી નગરપાલિકાના ગુજરાત સરકારના સ્થાનિક ભંડોળ હિસાબની કચેરી દ્વારા ઓડિટની કામગીરીમાં જરૂરી હિસાબી રેકોર્ડ ઓડિટ સમક્ષ રજૂ કરવાની જવાબદારીમાં નિષ્કાળજી રાખનાર ચીફ ઓફિસરને ઓડિટર અને તેના કર્મચારીના વ્યય થયેલા માનવદિનનો પગાર ભથ્થા તથા મુસાફરી વ્યય થયેલા દિવસોનું રૂ.27,689 આર્થિક નુકસાન થયું છે તે રકમ સરકારી તિજોરીમાં તાત્કાલિક જમા કરાવવા નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનરે કારણ દર્શક નોટિસ આપી ખુલાસો માગ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતની નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઓડિટ સહાયક નિરીક્ષક સ્થાનિક ભંડોળ હિસાબની કચેરી દ્વારા કરવાનો નિયમ રાજ્ય સરકારે બનાવ્યો છે. તે આધારે દર વર્ષે નગરપાલિકાઓ અને કોર્પોરેશનોનું ઓડિટ કરવામાં આવે છે. ત્યારે વડોદરા જિલ્લાની સાવલી નગરપાલિકાનું ઓડિટ છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવતું નથી.
અને ચીફ ઓફિસર દ્વારા જરૂરી હિસાબી રેકોર્ડ ઓડિટર સમક્ષ રજૂ કરવામાં આવતું નથી આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખી નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર દ્વારા ચીફ ઓફિસર જયમિન કે. ચૌધરીને કારણ દર્શક નોટિસ આપી છે. કારણ દર્શક નોટિસમાં પ્રાદેશિક કમિશનર એ સાવલી નગરપાલિકાના ચીફ ઓફિસરને જણાવ્યું છે કે, સાવલી નગરપાલિકાનું વર્ષ 2019 – 20નું હિસાબોનું ઑડિટ સહાયક નિરીક્ષક સ્થાનિક ભંડોળ હિસાબની કચેરી વડોદરા દ્વારા તારીખ 23/ 9/ 2021 દરમિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
ઓડિટ દરમિયાન વર્ષ 2019-20 નું તમામ હિસાબી રેકોર્ડ ઓડિટર સમક્ષ રજૂ કરવાની જવાબદારી ચીફ ઓફિસરની હોવા છતાં તેઓએ ઓડિટ દ્વારા આપવામાં આવેલા રેકોર્ડ રજુ કરવા અને માહિતી નું રેકોર્ડ રજૂ કર્યું નથી . ઓડિટરે હિસાબી રેકોર્ડ વારંવાર માંગ્યો છતાં આપવામાં આવ્યો નથી જેથી જિલ્લા સહાયક નિરીક્ષકની કચેરી વડોદરા દ્વારા તારીખ 30 /9 /2021 ના રોજ પત્ર લખી આ બાબતનું ધ્યાન દોરી જવાબદાર સામે પગલાં ભરવા જણાવ્યું હતું.
નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર એ કારણ દર્શક નોટિસમાં ચીફ ઓફિસરને વધુમાં જણાવ્યું છે કે ઓડિટમાં હિસાબી રેકોર્ડ રજૂ નહીં કરવું એ ગંભીર બાબત છે આવી ગંભીર બાબત હોવા છતાં તમે ઓડિટમાં રેકોર્ડ રજૂ નહીં કરી ફરજ પ્રત્યે ગંભીર બેદરકારી દાખવી છે ઓડિટ શરૂ થયા પછી છ દિવસ સુધી કોઈ રેકોર્ડ રજૂ નહીં કરવાને કારણે મુલત્વી રાખવા આપના દ્વારા જણાવેલ છે.
જેના કારણે સરકારના અધિકારી અને કર્મચારીના વ્યય થયેલા માનવદિનનો પગાર ભથ્થા તથા નિષ્ફળ મુસાફરી વ્યય થયેલા દિવસોનું રૂ. 27,689 નું આર્થિક નુકસાન થયું છે તે રકમ સરકારી તિજોરીમાં જમા કરાવી ચલણની એક નકલ પ્રાદેશિક કમિશનરની કચેરીમાં મોકલવા જણાવવામાં આવે છે. જેથી તમારી સામે ખાતાકીય પગલાં ભરવા વડી કચેરીએ અહેવાલ કેમ ન મોકલવો તો આ બાબતે પાંચ દિનમાં લેખિત ખુલાસો કરવો નહીં તો આગળની કાર્યવાહી કરાશે.
SAVLI-DESAR
સાવલી પોલીસ વિરુદ્ધ આક્રોશનો ઉકાળતો ચરૂ: નગરમાં દીવાલો પર લખાયા પોલીસ વિરુદ્ધના સૂત્રોચ્ચાર

- સાવલીમાં દારૂની લેરમછેલ,પોલીસની મહેર
- બુટલેગરોની દાદાગીરી,પોલીસની ભાગીદારીના સૂત્રો લખાયા
વડોદરા જીલ્લાના સાવલી તાલુકામાં પોલીસના આશીર્વાદથી બેફામ થયેલા બુટલેગરોને કારણે સામાન્ય નાગરિકો પરેશાન થઈ ઉઠયા છે તાજેતરમાં બુટલેગરોએ એક પત્રકાર પર જીવલેણ હુમલો કર્યો હતો. જ્યારે નગરમાં શરાબની હાટડીઓ પણ ખુલ્લેઆમ ધમધમી રહી છે. ત્યારે રાત્રીના સમયે નગરની દીવાલો પર પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર લખાતા પોલીસની કામગીરી પર પ્રશ્નો ઉભા થયા છે.
વડોદરાના સાવલી નગરમાં પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર લખીને નાગરિકોએ રોષ વ્યકત કરતા ચકચાર મચી છે. સાવલી નગરમાં તાલુકા પંચાયત કચેરી,જન્મોત્રી હોસ્પિટલ,સાવલી પશુ દવાખાના સહિતની ઇમારતો તેમજ બસ ડેપો પાસે પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર લખવામાં આવ્યા છે. જ્યાં શરાબનો વેપલો કરતા બુટલેગરો અને પોલીસ વચ્ચે ભાગીદારી હોવાના ગંભીર આક્ષેપો પણ કરાયા છે. સાવલીમાં શરાબની રેલમછેલ ચાલી રહી હોવાનું પણ આ સુત્રોમાં ચીતરવામાં આવ્યું છે.
સાવલી નગરમાં પોલીસ વિરુદ્ધ ઉકડતો ચરું સામે આવ્યો છે. પોલીસ સામે નાગરિકોનો રોષ હોવા છતાંય સ્થાનિક પોલીસ અધિકારીઓ ને કેમ છાવરવામાં આવે છે તે પ્રશ્ન ઉભો થયો છે.