Connect with us

SAVLI-DESAR

પ્રેમલગ્ન કરનાર યુવકને અપહરણ કરી ઢોરમાર માર્યો, યુવકે જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો

Published

on

સાવલી તાલુકા ગાંગડીયા ગામે પ્રેમલગ્ન કરનાર યુવક ને છોકરીના ભાઈ તેમજ અન્ય અસામાજિક તત્વો ભેગા મળી યુવક નું અપહરણ કરી ગયા હતા અને અવાવરું જગ્યા પર લઈ જઈ ને યુવક ને ઢોરમાર મારવામાં આવ્યો તેમજ જાન થી મારી નાખવાની ધમકી આપી જબરદસ્તી ” મેં કોર્ટ મેરેજ નથી કર્યું ” તેવું કબૂલ કરાવ્યું હતું.જેથી ઘભરાયેલા યુવકે ઘરે આવી ને ઝેરી દવા ઘટકાવી લીધી હતી.

મળતી માહિતી મુજબ સાવલી તાલુકાના ગાંગડીયા ગામે રહેતા કિરણ કુમાર ભગવાનદાસ ઠાકોરે પોતાના જ ગામમાં રહેતી યુવતી સાથે એક વર્ષ પૂર્વે કોર્ટમાં પ્રેમલગ્ન કર્યા હતા.બને છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધમાં હતા.યુવક તેમજ યુવતીએ નક્કી કરી પોતાની મરજી થી કોર્ટમાં લગ્ન કર્યા હતા.પરંતુ આ લગ્નની જાણ યુવતીના પરિવારને હમણાં થતા યુવતીના પરિવારજનો રોષે ભરાયા હતા.

Advertisement

યુવતીના પરિવારજનોએ યુવકનું અપહરણ કરી અવાવરી જગ્યાએ લઈ જઈ, મેં કોર્ટ મેરેજ નથી કર્યા, તેવી કબૂલાત કરાવતો વિડિયો ઉતારી લઈને વાયરલ કરવામાં આવ્યો હતો.

યુવક સાથે બનેલી ઘટના બાદ યુવકે ઘરે આવી ને ઝેરી દવા પી લીધી હતી.દવા પીતા ની સાથે જ યુવક ઘરમાં ધમપછાડા મારવા લાગ્યો હતો.યુવકના ઘરના સભ્યોએ પૂછતાં તેને જણાવ્યું હતું કે મેં દવા પીધી છે .ત્યારબાદ ફળિયાના લોકોએ યુવક ને રિક્ષાના મારફતે સાવલી હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ યુવક ની હાલત ગંભીર હોવાથી તેને વડોદરા ખાતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Advertisement
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

SAVLI-DESAR

સાવલી: દેશનું ભવિષ્ય બસોમાં લટકતા અભ્યાસ કરવા જવા માટે મજબૂર, કંટાળેલા વિદ્યાર્થીઓએ કર્યું ચક્કાજામ

Published

on

  • સાવલીથી આણંદ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ માટે રૂટમાં પૂરતી બસો જ નથી
  • એક બસમાં 136 થી વધુ વિદ્યાર્થીઓને જવું પડે છે. અભ્યાસ બાદ સાવલી આવવા માટે પણ બસો નહીં મુકતા વિદ્યાર્થીઓ પરેશાન
  • વારંવારની રજૂઆતો બાદ પણ કોઈ નિકાલ નહીં આવતા આજે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ,અંતે ધારાસભ્ય દોડ્યા
  • ધારાસભ્યનું આશ્વાસન, ટૂંક સમયમાં નવી બસો શરૂ થશે
  • પશુપાલકો માટે લડત આપતા ધારાસભ્ય વિદ્યાર્થીઓના પ્રશ્નોમાં ઉણા ઉતર્યા!

વડોદરા જીલ્લાના સાવલી તાલુકા માંથી અભ્યાસ અર્થે આણંદ જતા વિદ્યાર્થીઓ માટે એસ.ટી વિભાગ દ્વારા વારંવારની રજૂઆતો છતાંય રૂટ પર વધુ બસો ન દોડાવતા આજે વિદ્યાર્થીઓએ સાવલી જુના ST ડેપો ખાતે ચક્કાજામ કરતા ધારાસભ્ય દોડી આવ્યા હતા. જ્યારે વિદ્યાર્થીઓ ને સમજાવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો.

વડોદરા જીલ્લાના સાવલી તાલુકા માંથી આણંદ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ ની સંખ્યા વધુ છે. જેની સામે બસ ની વ્યવસ્થા ઓછી છે. એક બસમાં 136 જેટલા વિદ્યાર્થીઓ ને ટીંગાટોળી કરીને અભ્યાસ અર્થે આણંદ જવું પડે છે.આ મામલે વિદ્યાર્થીઓએ વાઘોડિયા ડિપાર્ટમેન્ટમાં બસો વધારવા માટે લેખિત અને મૈખિક રજૂઆતો કરી હતી. પરંતુ ST વિભાગ દ્વારા બસોની સંખ્યા નહીં વધારતા વિદ્યાર્થીઓ ને પરાવર મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હતો.

અભ્યાસ અર્થે આણંદ જતા વિદ્યાર્થીઓને પાછા ઘરે આવવા માટે પણ સાવલી રૂટની બસો મળતી ન હતી. ST વિભાગમાં પાસ કઢાવ્યા હોવા છતાંય વિદ્યાર્થીઓ નો સમય સચવાય તેવી રીતે પણ બસોનો રૂટ શરૂ નહીં કરતા આજે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ એ જુના ST ડેપો ખાતે ચક્કાજામ કરી દીધું હતું.

Advertisement

વિદ્યાર્થીઓ એ તમામ રૂટની બસો રોકી દીધી હતી. જેને લઈને પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. અને વિદ્યાર્થીઓ ને સમજાવવાના પ્રયત્ન હાથ ધર્યા હતા. જોકે વિદ્યાર્થીઓ એક ન બે ન થતા સાવલી ધારાસભ્ય તેઓને સમજાવવા માટે સ્થળ પર દોડી આવ્યા હતા.સાવલી ધારાસભ્યએ વિદ્યાર્થીઓને ટૂંક જ સમયમાં બસની સમસ્યા દૂર કરી આપવાનું આશ્વાસન આપ્યું હતું.

મહત્વની વાત એ છે કે વિદ્યાર્થીઓ ને સ્પર્શતા પ્રશ્નના નિરાકરણ માટે કોઈ રાજકીય અગ્રણીઓ પાસે સમય નથી,આવનારી વિધાનસભાની ચૂંટણીમાં સાવલીના વિદ્યાર્થીઓએ ભોગવેલી તકલીફો પણ મુખ્ય વિષય બની રહેશે. એક તરફ પશુપાલકોના હિત માટે લડતા ધારાસભ્ય બીજી તરફ વિદ્યાર્થીઓના હિતની લડાઈમાં ઉણા ઉતર્યા હોય તેમ લાગી રહ્યું છે.અભ્યાસ માટે ઘેટાં બકરાની જેમ બસમાં જોખમી મુસાફરી કરતા વિદ્યાર્થીઓની રજુઆત સાંભળવા અત્યાર સુધી કોઈ આવ્યું નહીં, જ્યારે વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો ત્યારે ધારાસભ્ય પણ દોડી આવ્યા,અંતે સમસ્યાના નિરાકરણનું આશ્વાસન આપ્યું. હવે જોવાનું એ રહે છે કે આ આશ્વાસન બાદ પશુપાલકોની લડાઈમાં જે રીતે ધારાસભ્યની ભૂમિકા જોવા મળી છે. તેવી જ ભૂમિકા વિદ્યાર્થીઓ ના પ્રશ્નો માટે જેવા મળે કે કેમ..!

Advertisement
Continue Reading

Trending