Connect with us

SAVLI-DESAR

સાવલીમાં ધારાસભ્યએ 578 જોડાઓનો સાતમો સમૂહ લગ્નોત્સવ યોજ્યો

Published

on

સાવલી ખાતે ધારાસભ્ય શ્રી કેતનભાઇ ઇનામદાર પ્રેરિત શ્રી મહેન્દ્રભાઇ જશભાઇ ટ્રસ્ટ દ્વારા આયોજિત સાતમાં સમુહલગ્ન સમારોહમાં નવપરિણીત યુગલોને આશીર્વચન આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વધુમાં ઉમેર્યું કે, સામાન્ય રીતે કોઇ વ્યક્તિ રીતે થતાં લગ્નમાં એક જ સમાજના બે કુટુમ્બો મળે છે. પણ, સમુહલગ્નમાં સૌ કોઇ મળી લગ્નપ્રસંગને મનાવે છે.

ઉક્ત સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, જ્ઞાતિબાધ વીના થતાં સમુહ લગ્નોમાં વિવિધ સમાજ અને જ્ઞાતિના પરિવારો એક મંડપ નીચે એકઠા થાય છે. આ બાબત જ સામાજિક સમરતાનું પ્રતીક બને છે. ગુજરાતમાં તમામ સમાજ એક થશે તો જ રાજ્ય એક બનશે. એકતા અને સામાજિક સૌહાર્દસભર ગુજરાતથી જ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું એક ભારત, શ્રેષ્ઠ ભારતનું સપનુ સાકાર થશે.

Advertisement

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, નાના કાર્યો થકી જ કાર્યકર મોટો થતો હોય છે. આવા કાર્યો થકી જ વ્યક્તિ પોતાની સામાજિક દાયિત્વ નીભાવી શકે છે. અહીં આ ટ્રસ્ટ દ્વારા જે કાર્ય થયું છે, તેનાથી અનેક પરિવારોની લગ્નના આયોજન બાબતની મુંજવણોનું સામાધાન થયું છે. સામાજિક ઉત્થાન અને સદ્દભાવના કાર્યક્રમોમાં ગુજરાત સરકાર હંમેશા મદદ કરશે, તેવો કોઇ તેમણે અંતે આપ્યો હતો.

લગ્નની ચોરીમાં જઇ મુખ્યમંત્રીશ્રીએ નવદંપતિઓને આશીર્વચન આપી દામ્પત્યજીવનની શુભકામનાઓ પાઠવી હતી.

Advertisement

સાંસદ શ્રી સી. આર. પાટીલે જણાવ્યું કે, પરિવાર દ્વારા એક હાથે લગ્ન જેવા શુભપ્રસંગોનું આયોજન કરવું એ મુશ્કેલભર્યું કાર્ય હોય છે. પણ, આવા સમુહલગ્નોથી અનેક પરિવારોની આવી સમસ્યાનું સરળ સમાધાન થઇ જાય છે. ધારાસભ્ય શ્રી કેતનભાઇ ઇનામદારે અત્યાર સુધીમાં અનેક પરિવારોની દીકરીઓના લગ્ન કરાવી પુણ્યકર્મ કર્યું છે. સારા કાર્યકર્તાઓ પોતાનો શુભપ્રસંગ સમાજની સાથે રહીને મનાવી પોતાની સૌની સાથે પોતાની ખુશી વહેંચે છે.

તેમણે એમ પણ જણાવ્યું કે, દીકરા અને દીકરીના જન્મદર અનુપાતમાં ઘણો મોટો તફાવત જોવા મળી રહ્યો છે. તેના કારણે અનેક પ્રકારની સામાજિક સમસ્યાનું નિર્માણ થયું છે. આ બાબતની ચિંતા કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ બેટી વધાવો અભિયાન શરૂ કરવાની સાથે દીકરીઓ માટે અનેક પ્રકારની પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકી છે. આ અભિયાન હવે જનઆંદોલન બની ગયું છે. દીકરીઓનું સન્માન વધવાની સાથે તેની સલામતી પણ વધી છે. તેમણે સુકન્યા યોજનાની રૂપરેખા પણ આપી હતી.

Advertisement

ધારાસભ્યશ્રી કેતનભાઇ ઇનામદારે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, તેમના પિતા શ્રી મહેન્દ્રભાઇ જશભાઇ ઇનામદારના જન્મદિને સમુહલગ્નું આયોજન કરવામાં આવે છે. તેની આ સાતમી શ્રેણી છે. જેમાં સહભાગી થનારા ૬૦૨ યુગલોને કરિયાવર આપવામાં આવે છે. સાવલીની આ પવિત્રભૂમિ ઉપર અત્યારસુધીમાં ૨૫૩૬ યુગલોના લગ્ન કરાવવામાં આવ્યા છે.

આ પ્રસંગે મહાનુભાવો દ્વારા ટ્રસ્ટ દ્વારા અનુદાનિત સુકન્યા સમૃદ્ધિ યોજનાની એક હજાર બાળકીઓ પૈકી ૧૦ બાળકીઓને પાસબૂકનું વિતરણ કરવામાં આવ્યું છે. શ્રી ઇનામદારને વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડ, લંડન તરફથી મળેલું સર્ટિફિકેટ ઓફ કમિટમેન્ટ પણ એનાયત કરવામાં આવ્યું હતું.

Advertisement

આ વેળાએ મંત્રી મંડળના સદસ્ય શ્રી જીતુભાઇ વાઘાણી, શ્રી અર્જુનસિંહ ચૌહાણ, શ્રીમતી મનિષાબેન વકીલ, શ્રીમતી નિમિષાબેન સુથાર, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલાવડિયા, મેયર શ્રી કેયુરભાઇ રોકડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઇ પટેલ, અગ્રણીશ્રી વિજયભાઇ શાહ, શ્રી અશ્વિનભાઇ પટેલ, શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, શ્રી ભરતભાઇ ડાંગર સહિત ઇનામદાર પરિવાર, સાજનમાજન ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

SAVLI-DESAR

SMC એ ફરી જીલ્લા પોલીસની નાક કાપ્યું: કલ્યાણપુરાની દેશી શરાબની ફેકટરી પરથી 10 હજાર લિટર કાચો માલ મળ્યો

Published

on

  • જીલ્લા પોલીસ વડાની સ્પષ્ટ સૂચના છતાંય આટલી મોટી શરાબની ફેકટરી કોના આશીર્વાદ થી ધમધમતી હતી?
  • SMC એ દરોડા પાડ્યા ત્યાં સુધી સ્થાનિક પોલીસ ઉંઘતી હતી?
  • 10હજાર લિટર કાચો માલ મળ્યો હોય તેવો વડોદરા જીલ્લાનો લગભગ પ્રથમ બનાવ
  • અડધા વડોદરા શહેરમાં કલ્યાણપુરાથી દેશી શરાબ સપ્લાય થતી હોવાનું અનુમાન

વડોદરા જિલ્લામાં વિદેશી અને દેશી શરાબની હાટડીઓ ખુલ્લેઆમ ધમધમી રહી છે જેનો પુરાવો સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વડોદરાની સૌથી મોટી દેશી શરાબ ની ફેક્ટરી પર દરોડો પાડીને આપ્યો છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલા કલ્યાણપુરા ગામે લગભગ દસ હજાર લિટર જેટલો દેશી શરાબ નો કાચો માલ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે જ્યારે 350 લીટર દેશી શરાબ પણ સ્થળ પરથી કબજે લેવામાં આવ્યો છે.

એપ્રિલ માસમાં રાજ્યમાં આઈપીએસ અધિકારીઓની થયેલી બદલી બાદ ગુનાખોરી ડામવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિર્લિપ્ત રાય દ્વારા ટોલ ફ્રી નંબર સાર્વજનિક કરવામાં આવ્યો હતો જે બાદ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ચાલી રહેલા ગુનાખોરીના અડ્ડાઓ અંગે જાગૃત નાગરિકોએ સ્ટેટ મોનિટરિંગ સેલમાં સીધી માહિતી આપવાની શરૂઆત કરી હતી જ્યારે વડોદરા જિલ્લામાં જિલ્લા પોલીસ વડાની નિયુક્તિ થતાની સાથે જ તમામ ગુનાખોરી તેમજ દેશી વિદેશી શરાબના અડ્ડાઓ બંધ કરવાના ફરમાન આપી દેવામાં આવ્યા હતા. રોજ-બ-રોજ જિલ્લામાં 20થી વધુ દેશી શરાબ ના ભઠ્ઠા ઉપર પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવતો હતો.

તેમ છતાંય કેટલાક વિસ્તારોમાં દેશી શરાબ ની ફેક્ટરી ખુલ્લેઆમ ધમધમી રહી હતી વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલા કલ્યાણપુરા ગામે વર્ષોથી દેશી શરાબની ફેક્ટરીઓ ધમધમે છે કહેવાય છે કે અડધા વડોદરાને દેશી શરાબ નો સપ્લાય કલ્યાણપુરા થી પૂરો પાડવામાં આવે છે વહેલી સવારે શહેરમાં ઘરના નળમાં પાણી આવે કે ના આવે શહેરી વિસ્તારમાં વાહનો પરદેશી શરાબની દુધિયો લાદીને ખેપિયાઓ શહેરમાં પ્રવેશે છે અને શહેરમાં ધમધમતા દેશી શરાબ ના અડ્ડાઓને શરાબની સપ્લાય કરે છે.

Advertisement

સ્થાનિક પોલીસના વારંવાર પ્રયત્નો છતાં કલ્યાણપુરા ધમધમતા દેશી શરાબ ના અડ્ડાઓ બંધ થતા ન હતા જ્યારે ગતરાત્રે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સુયોજિત પદ્ધતિથી દરોડો પાડવામાં આવતા મોટી સંખ્યામાં દેશી શરાબનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો કલ્યાણપુરા ગામની સીમમાં વિશ્વામિત્રી ની કોતરોમાં દેશી શરાબના ભઠ્ઠાઓ ધમધમતા હતા.

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સ્થળ પરથી 340 લીટર દેશી શરાબનો જથ્થો તેમજ દેશી શરાબ બનાવવા માટેનો વોશ (કાચો માલ) દસ હજાર લીટર સ્થળ પરથી મળી આવ્યો હતો.

આટલો મોટો દેશી શરાબ બનાવવા નો કાચો માલ એક જ સ્થળેથી પકડાયો હોય તેવો લગભગ વડોદરા જીલ્લાનો આ પ્રથમ બનાવ છે. પોલીસે સ્થળ પરથી કલ્યાણપુરા ના રહેવાસી હસમુખ રતિલાલ ઠાકોરની ધરપકડ કરી હતી.જ્યારે ઉદેસિંહ ઠાકોર, દિલીપસિંહ ઉર્ફે દલપત ઠાકોર તેમજ સુનિલ ઠાકોરને વોન્ટેડ જાહેર કર્યા છે.

Advertisement

સ્ટેટ મોનીટરીંગ સેલ ની આ કાર્યવાહીથી વડોદરા જિલ્લામાં હડકંપ મચી ગયો છે. એક તરફ જિલ્લા પોલીસ વડાની સ્પષ્ટ સૂચના હોવા છતાં આટલો મોટો શરાબનો અડ્ડો કેવી રીતે ધમધમતો હતો તે પ્રશ્ન ઊભો થાય છે. સાવલી પોલીસ મથકના કેટલાક પોલીસ જવાનોની મીલીભગત સિવાય આટલો મોટો શરાબનો અડ્ડો ધમધમે તે માનવામાં આવતું નથી જ્યારે આવી મોટી ગંભીર બેદરકારી સામે જિલ્લા પોલીસ વડા શું કાર્યવાહી કરે છે એ જોવું રહ્યું.

Advertisement
Continue Reading

Trending