Connect with us

SAVLI-DESAR

ગુજરાતનો પહેલો કિસ્સો : વેનિટીવેનમાં લવાતો વિદેશી શરાબનો જથ્થો પોલીસે પકડી પાડ્યો

Published

on

  • સેલિબ્રિટી વાપરતા હોય તેવી વેનિટીવેનમાં બુટલેગરોએ ચોરખાનું બનાવ્યું
  • પોલીસે ચોક્કસ બાતમીના આધારે વેનિટીવેન ઝડપી પાડી
  • 235 પેટી વિદેશી શરાબ ઝડપાયો,સેલિબ્રિટીની આડમાં શરાબની હેરાફેરીનો કીમિયો નિષ્ફળ
  • 15 લાખની કિંમતનો વિદેશી શરાબ અને 35 લાખની વેનિટીવેન સહિત 50 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લીધો

વડોદરા જીલ્લામાં વિદેશી શરાબની હેરાફેરી માટે અવનવી તરકીબો અજમાવવામાં આવે છે જ્યાં આજે સેલિબ્રિટી જે લગઝરીયશ વેનિટી વેન વાપરે છે તેવી વેનિટીવેન માં વિદેશી શરાબની હેરાફેરી ઝડપાઇ છે. સાવલી પોલીસે બાતમીના આધારે વેનિટી વેનના ચોર ખાના માંથી 235 પેટી વિદેશી શરાબ સાથે બે ઇસમોની ધરપકડ કરી છે.

સાવલી પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાન પાસિંગની એક વેનિટીવેન વડોદરા જીલ્લામાં પ્રવેશનાર છે જેમાં મોટા પ્રમાણમાં શરાબનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે સાવલી પોલીસે ખાખરીયા ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી બાતમી વાળી વેનિટીવેન ઝડપી પાડી હતી.

વેનિટીવેન માં બે ઈસમો મળી આવ્યા હતાં.જ્યાં અંદર તપાસતા કંઇજ જણાઈ આવ્યું ન હતું. જોકે પોલીસે વેનિટી વેનની બનાવટ જોતા તેમાં ચોરખાનું મળી આવ્યું હતું. ચોરખાનું ખોલતા જ અંદર વિવિધ બ્રાન્ડની વિદેશી શરાબની પેટીઓ મળી આવી હતી. જ્યારે આ લખાય છે ત્યાં સુધી લગભગ 235 પેટી વિદેશી શરાબ મળી આવ્યો છે.જ્યારે 35 લાખની વેનિટીવેન સહિત 50 લાખનો મુદ્દામાલ કબ્જે લેવાયો છે.

વેનિટીવેનમાં શરાબ લાવવામાં આવતો હોવાનો આ ગુજરાતનો પહેલો કિસ્સો છે. સેલિબ્રિટીની વેનિટીવેન હોય તેમ આસાનીથી કોઈ પણ સ્થળે આ મોડિફાઇડ બસ અવરજવર કરી શકે છે. સામાન્ય રીતે શૂટિંગ અને ઇવેન્ટમાં વાપરવામાં આવતી વેનિટીવેનને પોલીસ પણ ચેક કરતી નથી. સેલિબ્રિટી અંદર હોય પોલીસ આવા વાહનોનું ચેકીંગ ટાળે છે. જે ગણતરીથી બુટલેગરોએ વેનિટીવેનને શરાબના હેરાફેરીનું સાધન બનાવી દીધું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા હોવી સેલિબ્રિટીની વેનિટીવેન પણ શંકાના ઘેરામાં આવી ગઈ છે.

Advertisement
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

SAVLI-DESAR

સાવલી: દેશનું ભવિષ્ય બસોમાં લટકતા અભ્યાસ કરવા જવા માટે મજબૂર, કંટાળેલા વિદ્યાર્થીઓએ કર્યું ચક્કાજામ

Published

on

  • સાવલીથી આણંદ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ માટે રૂટમાં પૂરતી બસો જ નથી
  • એક બસમાં 136 થી વધુ વિદ્યાર્થીઓને જવું પડે છે. અભ્યાસ બાદ સાવલી આવવા માટે પણ બસો નહીં મુકતા વિદ્યાર્થીઓ પરેશાન
  • વારંવારની રજૂઆતો બાદ પણ કોઈ નિકાલ નહીં આવતા આજે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ,અંતે ધારાસભ્ય દોડ્યા
  • ધારાસભ્યનું આશ્વાસન, ટૂંક સમયમાં નવી બસો શરૂ થશે
  • પશુપાલકો માટે લડત આપતા ધારાસભ્ય વિદ્યાર્થીઓના પ્રશ્નોમાં ઉણા ઉતર્યા!

વડોદરા જીલ્લાના સાવલી તાલુકા માંથી અભ્યાસ અર્થે આણંદ જતા વિદ્યાર્થીઓ માટે એસ.ટી વિભાગ દ્વારા વારંવારની રજૂઆતો છતાંય રૂટ પર વધુ બસો ન દોડાવતા આજે વિદ્યાર્થીઓએ સાવલી જુના ST ડેપો ખાતે ચક્કાજામ કરતા ધારાસભ્ય દોડી આવ્યા હતા. જ્યારે વિદ્યાર્થીઓ ને સમજાવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો.

વડોદરા જીલ્લાના સાવલી તાલુકા માંથી આણંદ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ ની સંખ્યા વધુ છે. જેની સામે બસ ની વ્યવસ્થા ઓછી છે. એક બસમાં 136 જેટલા વિદ્યાર્થીઓ ને ટીંગાટોળી કરીને અભ્યાસ અર્થે આણંદ જવું પડે છે.આ મામલે વિદ્યાર્થીઓએ વાઘોડિયા ડિપાર્ટમેન્ટમાં બસો વધારવા માટે લેખિત અને મૈખિક રજૂઆતો કરી હતી. પરંતુ ST વિભાગ દ્વારા બસોની સંખ્યા નહીં વધારતા વિદ્યાર્થીઓ ને પરાવર મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હતો.

અભ્યાસ અર્થે આણંદ જતા વિદ્યાર્થીઓને પાછા ઘરે આવવા માટે પણ સાવલી રૂટની બસો મળતી ન હતી. ST વિભાગમાં પાસ કઢાવ્યા હોવા છતાંય વિદ્યાર્થીઓ નો સમય સચવાય તેવી રીતે પણ બસોનો રૂટ શરૂ નહીં કરતા આજે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ એ જુના ST ડેપો ખાતે ચક્કાજામ કરી દીધું હતું.

Advertisement

વિદ્યાર્થીઓ એ તમામ રૂટની બસો રોકી દીધી હતી. જેને લઈને પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. અને વિદ્યાર્થીઓ ને સમજાવવાના પ્રયત્ન હાથ ધર્યા હતા. જોકે વિદ્યાર્થીઓ એક ન બે ન થતા સાવલી ધારાસભ્ય તેઓને સમજાવવા માટે સ્થળ પર દોડી આવ્યા હતા.સાવલી ધારાસભ્યએ વિદ્યાર્થીઓને ટૂંક જ સમયમાં બસની સમસ્યા દૂર કરી આપવાનું આશ્વાસન આપ્યું હતું.

મહત્વની વાત એ છે કે વિદ્યાર્થીઓ ને સ્પર્શતા પ્રશ્નના નિરાકરણ માટે કોઈ રાજકીય અગ્રણીઓ પાસે સમય નથી,આવનારી વિધાનસભાની ચૂંટણીમાં સાવલીના વિદ્યાર્થીઓએ ભોગવેલી તકલીફો પણ મુખ્ય વિષય બની રહેશે. એક તરફ પશુપાલકોના હિત માટે લડતા ધારાસભ્ય બીજી તરફ વિદ્યાર્થીઓના હિતની લડાઈમાં ઉણા ઉતર્યા હોય તેમ લાગી રહ્યું છે.અભ્યાસ માટે ઘેટાં બકરાની જેમ બસમાં જોખમી મુસાફરી કરતા વિદ્યાર્થીઓની રજુઆત સાંભળવા અત્યાર સુધી કોઈ આવ્યું નહીં, જ્યારે વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો ત્યારે ધારાસભ્ય પણ દોડી આવ્યા,અંતે સમસ્યાના નિરાકરણનું આશ્વાસન આપ્યું. હવે જોવાનું એ રહે છે કે આ આશ્વાસન બાદ પશુપાલકોની લડાઈમાં જે રીતે ધારાસભ્યની ભૂમિકા જોવા મળી છે. તેવી જ ભૂમિકા વિદ્યાર્થીઓ ના પ્રશ્નો માટે જેવા મળે કે કેમ..!

Advertisement
Continue Reading

Trending