Connect with us

SAVLI-DESAR

મંજુસર NBC કંપનીના છૂટા કરેલા કર્મચારીઓએ ધારાસભ્યના ઘરે પ્રતિક ધરણાં કર્યા

Published

on

વડોદરાના સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસીમાં આવેલ નેશનલ બિલ્ડિંગ કંપનીના (NBC) 480 કર્મચારીઓને રાતોરાત છૂટા કરી દેવામાં આવતા બેરોજગાર બનેલા કર્મચારીઓએ આજે સાવલીના ભાજપાના ધારાસભ્યના નિવાસ સ્થાન બહાર ભૂખ હડતાળ શરૂ કરી છે. કર્મચારીઓએ જણાવ્યું હતું કે અમોને નોકરીમાં પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી અમે ધારાસભ્યના ઘર આગણે ભૂખ હડતાળ ચાલુ રાખીશું.

સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસીમાં આવેલ નેશનલ બેરિંગ કંપનીમાં કોન્ટ્રાક્ટમાં છેલ્લા છ વર્ષથી નોકરી કરનાર 480 જેટલા કર્મચારીઓને કંપનીના સંચાલકો દ્વારા કંપની બંધ કરી દેવામાં આવનાર હોવાનું બહાનું બતાવી તારીખ 17. 9. 2020 ના રોજ રાતોરાત છૂટા કરી દેવામાં આવ્યા હતા. અને નવો કોન્ટ્રાક્ટ કંપનીનામાં લાગુ કરીને કંપની ચાલુ કરી દેવામાં આવી હતી.
કંપનીના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, કંપનીના કન્ટીનમા સારું ફૂડ આપવામાં આવતું ન હોવાથી કંપનીના છ જેટલા કર્મચારીઓ દ્વારા મેનેજમેન્ટને રજુઆત કરવામાં આવી હતી. દરમિયાન, કંપની દ્વારા કેન્ટીન અંગે રજુઆત કરનાર છ કર્મચારીઓને છૂટા કરી દીધા હતાં. તે બાદ અમો કંપની અમોને પણ ક્યારેક કાઢી મૂકશે તેવા ડરથી અમોએ અમદાવાદના કેમિકલ મજદૂર યુનિયનમાં જોડાયા હતા. જે અંગેની જાણ કંપનીને થતાં, અમો 480 કર્મચારીઓને કંપની બંધ કરવાના બહાના હેઠળ તા. 17.9.2020 ના રોજ રાતોરાત છૂટા કરી દેવામાં આવ્યા હતા. અને કંપનીએ બીજો કોન્ટ્રાક્ટ આપી નવી ભરતી કરી કંપની ચાલુ રાખી છે.

Advertisement

કર્મચારીઓએ જણાવ્યું હતું કે, દોઢ વર્ષ પૂર્વે છૂટા કરાયા બાદ જે તે સમયે આદોલન પણ કરવામાં આવ્યું હતું. અમારી સાથે અનેક સંગઠનો પણ મદદે આવ્યા હતા. પરંતુ, અમારો પ્રશ્ન હલ થયો ન હતો. સંગઠનો એક બે વખત સાથે રહેતા હતા. ત્યારબાદ તેઓ અમારો સાથ છોડી દેતા હતા. અમને લાગે છે કે સંગઠનોને કંપની સત્તાધીશો પૈસાના જોરે ખરીદી લેતા હતા. આથી સંગઠનો અમારાથી દૂર થઇ જતાં હતા.
તેમણે જણાવ્યું કે, હવે અમારી એક આશા સાવલીના ભાજપાના ધારાસભ્ય કેતન ઇનામદાર પાસે છે. આથી અમો 480 કર્મચારીઓ સવારે 7 વાગ્યાથી તેમના કેતન ફાર્મ ખાતેના નિવાસસ્થાનની બહાર ભૂખ હડતાળ શરૂ કરી છે. આમો તમામ કર્મચારીઓને નોકરી ઉપર પરત લેવામાં આવે તેવી અમારી માંગ છે. જ્યાં સુધી અમોને નોકરી ઉપર પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી ભૂખ હડતાળ ચાલુ રાખીશું.

મહેન્દ્રભાઇ સહિત કર્મચારીઓએ જણાવ્યું હતું કે, દોઢ વર્ષથી નોકરી ન હોવાના કારણે અમારી અને પરિવારની હાલત કફોડી બની ગઇ છે. કમરતોડ મોઘવારીમા ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઇ ગયું છે. જો વહેલી તકે અમોને ન્યાય નહીં મળે તો અમારે આપઘાત કરવાનો વખત આવશે.

Advertisement


મળેલી માહિતી પ્રમાણે ભૂખ હડતાળ ઉપર બેસેલા કર્મચારીઓને ધારાસભ્ય કેતન ઇનામદાર મળ્યાં હતાં. અને જણાવ્યું હતું કે, આગામી રવિવારે કંપનીના મેનેજમેન્ટને બોલાવી ચર્ચા કરી, યોગ્ય માર્ગ કાઢવા માટે હૈયા ધારણ આપી હતી. અને કર્મચારીઓને ઘરે જવા માટે જણાવ્યું હતું. જોકે, કર્મચારીઓને ધારાસભ્યની વાત ઉપર વિશ્વાસ રહ્યો નથી. આથી કર્મચારીઓએ જ્યાં સુધી પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી ધારાસભ્યના ઘર આગણે ભૂખ હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. કર્મચારીઓએ જણાવ્યું હતું કે, ઘરે ભૂખે મરવા કરતાં અમો ધારાસભ્યના ઘર આગણે ભૂખે મરી જવાનું વધુ પસંદ કરીશું.

કર્મચારીઓના પ્રશ્ન અંગે ધારાસભ્ય કેતન ઇનામદારની પ્રતિક્રિયા માટે ટેલિફોન ઉપર સંપર્ક સાધ્યો હતો. પરંતુ, કોઇક કારણસર તેઓએ ફોન રિસીવ કર્યો ન હતો.

Advertisement
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SAVLI-DESAR

સાવલી પોલીસ વિરુદ્ધ આક્રોશનો ઉકાળતો ચરૂ: નગરમાં દીવાલો પર લખાયા પોલીસ વિરુદ્ધના સૂત્રોચ્ચાર

Published

on

  • સાવલીમાં દારૂની લેરમછેલ,પોલીસની મહેર
  • બુટલેગરોની દાદાગીરી,પોલીસની ભાગીદારીના સૂત્રો લખાયા

વડોદરા જીલ્લાના સાવલી તાલુકામાં પોલીસના આશીર્વાદથી બેફામ થયેલા બુટલેગરોને કારણે સામાન્ય નાગરિકો પરેશાન થઈ ઉઠયા છે તાજેતરમાં બુટલેગરોએ એક પત્રકાર પર જીવલેણ હુમલો કર્યો હતો. જ્યારે નગરમાં શરાબની હાટડીઓ પણ ખુલ્લેઆમ ધમધમી રહી છે. ત્યારે રાત્રીના સમયે નગરની દીવાલો પર પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર લખાતા પોલીસની કામગીરી પર પ્રશ્નો ઉભા થયા છે.

વડોદરાના સાવલી નગરમાં પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર લખીને નાગરિકોએ રોષ વ્યકત કરતા ચકચાર મચી છે. સાવલી નગરમાં તાલુકા પંચાયત કચેરી,જન્મોત્રી હોસ્પિટલ,સાવલી પશુ દવાખાના સહિતની ઇમારતો તેમજ બસ ડેપો પાસે પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર લખવામાં આવ્યા છે. જ્યાં શરાબનો વેપલો કરતા બુટલેગરો અને પોલીસ વચ્ચે ભાગીદારી હોવાના ગંભીર આક્ષેપો પણ કરાયા છે. સાવલીમાં શરાબની રેલમછેલ ચાલી રહી હોવાનું પણ આ સુત્રોમાં ચીતરવામાં આવ્યું છે.

સાવલી નગરમાં પોલીસ વિરુદ્ધ ઉકડતો ચરું સામે આવ્યો છે. પોલીસ સામે નાગરિકોનો રોષ હોવા છતાંય સ્થાનિક પોલીસ અધિકારીઓ ને કેમ છાવરવામાં આવે છે તે પ્રશ્ન ઉભો થયો છે.

Continue Reading

Trending