Connect with us

PAVI JETPUR-KAWANT

કવાંટ ગ્રામપંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે સંદીપભાઈ પંચાલની બિનહરીફ વરણી

Published

on

કવાંટ તાલુકામાં 33 ગ્રામ પંચાયતો ની ચૂંટણી એક મહિના અગાવ પુરી થયા બાદ તમામ ગ્રામ પંચાયતો માં સરપંચ પછી ના મહત્વ ના ડેપ્યુટી સરપંચ પદ માટે કવાંટ ગ્રામ પંચાયત ના મીટીંગ હોલમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં કોઈ અન્ય સભ્યો એ ફોર્મ ના ભરતા સર્વ સભ્યો ની સર્વાનુમતે સંદીપભાઈ પંચાલ ની બિનહરીફ ડેપ્યુટી સરપંચ તરીકે વરણી કરવામાં આવી હતી. નિયમો અનુસાર સરપંચ તરીકે નો પદભાર શીલાબેન મહેશભાઈ રાઠવા એ ચાર્જ સભાળ્યો છે ત્યારે આજે ચૂંટણી અધિકારી ની હાજરીમાં અને વોર્ડ ના તમામ સભ્યોની હાજરીમાં ડેપ્યુટી સરપંચ તરીકે સંદીપભાઈ પંચાલ ની વરણી કરવામાં થઈ હતી. કવાંટ ના નગરજનો તેમજ અગ્રણીઓ ગ્રામ પંચાયત પર આવી ફુલહાર કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા પણ હાજર રહ્યા હતા અને સરપંચ તેમજ ઉપ સરપંચ તેમજ વોર્ડ ના તમામ સભ્યો ને શુભકામનાઓ પાઠવી હતી..

Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

PAVI JETPUR-KAWANT

અહીં ખેડૂત કરતો હતો ગાંજાની ખેતી,પોલીસે ખેતરમાં પાડ્યો દરોડો

Published

on

  • પોલીસને બાતમી મળી હતી કે ખેતરમાં ગાંજાના છોડ રોપવામાં આવ્યા છે
  • પોલીસે દરોડો પાડતા ખેતર માંથી 404 છોડ મળી આવ્યા

કવાંટ તાલુકાના નાના વાંટા ગામે પોતાના ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજા ની ખેતી કરતા કવાંટ પોલીસ દ્વારા એન.ડી.પી.એસ નો લીલો તથા સુકો ગાંજો મળી કુલ 17090 કિલો ગ્રામ ગાંજો કિંમત રૂ.1,70,900 ના મુદ્દામાલ સાથે એક ઈસમ ને ઝડપી પાડવામાં આવ્યો હતો.


આજરોજ કવાંટ પી.એસ.આઈ સી. એમ.ગામીત ને ખાનગી બાતમી મળી હતી કે કવાંટ તાલુકાના નાનાવાંટા ગામે નિશાળ ફળીયા માં રેહતા મનુભાઈ બલાડાભાઈ રાઠવા એ પોતાના ખેતરમાં ગાંજા ના છોડ ઉગાડેલ છે જે હકીકત ના આધારે છોટાઉદેપુર સર્કલ પો.ઇ. ડી.જે પટેલ તથા કવાંટ પી.એસ.આઈ સી. એમ ગામીત તથા પોલીસ સ્ટાફ ના માણસો સાથે રેડ કરતા વનસ્પતિ જન્ય માદક પદાર્થ ના નાના મોટા છોડ કુલ 404 વજન 12080 કી. ગ્રા ગાંજો તથા સુકો ગાંજો 5010 કિલોગ્રામ મળી ને કુલ 17090 કિલો ગાંજો જેની કિંમત રૂ. 1,70,900 ના મુદ્દામાલ સાથે આરોપી ને ઝડપી પાડી વધુ તપાસ માટે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કવાંટ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Continue Reading

Trending