Connect with us

PAVI JETPUR-KAWANT

ઉત્તરાયણ પર્વ શાંતિથી ઉજવાય તે માટે કવાંટના આગેવાનો સાથે પોલીસે બેઠક યોજી

Published

on

કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉત્તરાયણનો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને ગામમાં કોમી એકતા જળવાય તે માટે કવાંટ પોલીસ સ્ટેશનમાં કવાંટ ના આગેવાનો સાથે મીટીંગ યોજવામાં આવી.

કવાંટ પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઈ સી. એમ ગામીત ના અધ્યક્ષ સ્થાને સાંજ ના 5.30 કલાકે કવાંટ નગર ના આગેવાનો, સંચાલકો, દોરી – પતંગ ના વેપારીઓ, સાથે શાંતિ સમિતીની મિટીંગનુ આયોજન કરવામાં આવ્યુ જેમાં ઉત્તરાયણ પર્વ ને લઈને સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા વિશે તેમજ કોરોના ની ગાઈડ લાઈન મુજબ ઉત્તરાયણ નો ઉત્સવ ઉજવવામાં આવે તે માટે આયોજકો સાથે વિસ્તૃત ચર્ચા કરી તે અંગે માહિતી આપી હતી.

Advertisement

જેમાં જાહેર માં, અગાસી ઉપર ડી.જે નહીં મુકવા તેમજ કોઇપણ પ્રકારના લાઉડ સ્પીકરવગાડવા નહીં તે અંગે સુચન કર્યા હતા. ધાબા કે અગાસી ઉપર વધારે સંખ્યા માં ભેગા ન કરવા માટે જણાવ્યુ તેમજ કોરોના ની ગાઈડ લાઈન નું ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે તેમ કવાંટ પોલીસ તંત્ર નગર ના આગેવાનો, સંચાલકો તેમજ પતંગ દોરી ના વેપારીઓને જણાવવામાં આવ્યું હતું.

PAVI JETPUR-KAWANT

અહીં ખેડૂત કરતો હતો ગાંજાની ખેતી,પોલીસે ખેતરમાં પાડ્યો દરોડો

Published

on

  • પોલીસને બાતમી મળી હતી કે ખેતરમાં ગાંજાના છોડ રોપવામાં આવ્યા છે
  • પોલીસે દરોડો પાડતા ખેતર માંથી 404 છોડ મળી આવ્યા

કવાંટ તાલુકાના નાના વાંટા ગામે પોતાના ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજા ની ખેતી કરતા કવાંટ પોલીસ દ્વારા એન.ડી.પી.એસ નો લીલો તથા સુકો ગાંજો મળી કુલ 17090 કિલો ગ્રામ ગાંજો કિંમત રૂ.1,70,900 ના મુદ્દામાલ સાથે એક ઈસમ ને ઝડપી પાડવામાં આવ્યો હતો.


આજરોજ કવાંટ પી.એસ.આઈ સી. એમ.ગામીત ને ખાનગી બાતમી મળી હતી કે કવાંટ તાલુકાના નાનાવાંટા ગામે નિશાળ ફળીયા માં રેહતા મનુભાઈ બલાડાભાઈ રાઠવા એ પોતાના ખેતરમાં ગાંજા ના છોડ ઉગાડેલ છે જે હકીકત ના આધારે છોટાઉદેપુર સર્કલ પો.ઇ. ડી.જે પટેલ તથા કવાંટ પી.એસ.આઈ સી. એમ ગામીત તથા પોલીસ સ્ટાફ ના માણસો સાથે રેડ કરતા વનસ્પતિ જન્ય માદક પદાર્થ ના નાના મોટા છોડ કુલ 404 વજન 12080 કી. ગ્રા ગાંજો તથા સુકો ગાંજો 5010 કિલોગ્રામ મળી ને કુલ 17090 કિલો ગાંજો જેની કિંમત રૂ. 1,70,900 ના મુદ્દામાલ સાથે આરોપી ને ઝડપી પાડી વધુ તપાસ માટે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કવાંટ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Continue Reading
Advertisement

Trending