PAVI JETPUR-KAWANT
કવાંટ તાલુકા ભાજપના હોદ્દેદારોની બેઠક મળી

કવાંટ ખાતે ભારતીય જનતા પાર્ટી કવાંટ તાલુકાના હોદ્દેદારો સાથે ગુજરાત વિધાનસભા ની 182 બેઠકો સર કરવા સંગઠનાત્મક બેઠક યોજવામાં આવી.
ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને પ્રદેશ સહ પ્રભારી સુધીરજી ગુપ્તા ના માર્ગ દર્શન હેઠળ આજરો કવાંટ સામુહિક આરોગ્ય કેન્દ્ર પાસે આવેલ કોમ્યુનિટી હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી કવાંટ તાલુકાના હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં તાલુકા પંચાયત ની 26 બેઠક ના ઇન્ચાર્જ ,બુથ સમિતિ , પેચ પ્રમુખો , આ બેઠક માં કોરોના ની સંપૂર્ણ ગાઈડ લાઈન ના પાલન સાથે કરવામાં આવી હતી . આ બેઠકમાં મંડળ ના સદસ્યો , તાલુકા પંચાયત ની 26 બેઠક ના ઇન્ચાર્જ ,બુથ સમિતિ , પેચ પ્રમુખો ના હોદ્દેદારો, રાષ્ટ્રીય પ્રદેશ, જિલ્લા ના પક્ષ ના તેમજ મોરચા ના હોદ્દેદારો, મંડળ માં રેહતા સાંસદ, ધારાસભ્ય, શક્તિ કેન્દ્ર ના સંયોજકો, પ્રભારી તેમજ મંડળના મોરચા ના પ્રમુખ સાથે .બેઠક યોજાઇ હતી. આ પ્રસંગે છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા, પુર્વ સંસદીય સચિવ જેન્તી ભાઈ રાઠવા, યુવા મોરચા પ્રદેશ ઉપ પ્રમુખ મુકેશભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.

PAVI JETPUR-KAWANT
અહીં ખેડૂત કરતો હતો ગાંજાની ખેતી,પોલીસે ખેતરમાં પાડ્યો દરોડો

- પોલીસને બાતમી મળી હતી કે ખેતરમાં ગાંજાના છોડ રોપવામાં આવ્યા છે
- પોલીસે દરોડો પાડતા ખેતર માંથી 404 છોડ મળી આવ્યા
કવાંટ તાલુકાના નાના વાંટા ગામે પોતાના ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજા ની ખેતી કરતા કવાંટ પોલીસ દ્વારા એન.ડી.પી.એસ નો લીલો તથા સુકો ગાંજો મળી કુલ 17090 કિલો ગ્રામ ગાંજો કિંમત રૂ.1,70,900 ના મુદ્દામાલ સાથે એક ઈસમ ને ઝડપી પાડવામાં આવ્યો હતો.
આજરોજ કવાંટ પી.એસ.આઈ સી. એમ.ગામીત ને ખાનગી બાતમી મળી હતી કે કવાંટ તાલુકાના નાનાવાંટા ગામે નિશાળ ફળીયા માં રેહતા મનુભાઈ બલાડાભાઈ રાઠવા એ પોતાના ખેતરમાં ગાંજા ના છોડ ઉગાડેલ છે જે હકીકત ના આધારે છોટાઉદેપુર સર્કલ પો.ઇ. ડી.જે પટેલ તથા કવાંટ પી.એસ.આઈ સી. એમ ગામીત તથા પોલીસ સ્ટાફ ના માણસો સાથે રેડ કરતા વનસ્પતિ જન્ય માદક પદાર્થ ના નાના મોટા છોડ કુલ 404 વજન 12080 કી. ગ્રા ગાંજો તથા સુકો ગાંજો 5010 કિલોગ્રામ મળી ને કુલ 17090 કિલો ગાંજો જેની કિંમત રૂ. 1,70,900 ના મુદ્દામાલ સાથે આરોપી ને ઝડપી પાડી વધુ તપાસ માટે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કવાંટ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.