PAVI JETPUR-KAWANT
કવાંટ ગ્રામ પંચાયત નું ચુંટણી પરિણામ મોડી રાત્રે જાહેર

- કવાંટ તાલુકા ની અન્ય ગ્રામ પંચાયત ની મતગણતરી વહેલી સવાર સુધી ચાલી
કવાંટ તાલુકામાં કુલ 33 ગ્રામ પંચાયત ની 19/12/21 ના રવિવાર ના રોજ સરપંચ તેમજ સભ્ય પદ માટે ચુંટણી યોજાઈ હતી જેને લઈને ગ્રામ વિસ્તારમાં ભર શિયાળે ગરમાવો જોવા મળ્યો હતો. ગતરોજ શ્રી કવાંટ ઇંગ્લિશ હાઈસ્કૂલ ખાતે મતગણતરી યોજાઈ હતી. સવાર ના 9.00 કલાકે મતગણતરી ની પ્રક્રિયા શરૂ થઇ હતી, ગણતરી દરમિયાન જેમ જેમ પરિણામો જાહેર થતા ગયા તેમ ઉમેદવારો સાથે આવેલ સમર્થકો એ નગર માં વિજય સરઘસ કાઢી તેમજ ફટાકડા ફોડી પોતની ખુશી વ્યક્ત કરી હતી. કવાંટ ગ્રામ પંચાયત ની મતગણતરી બપોર બાદ શરૂ થતાં પરિણામો મોડી રાત્રે જાહેર થવા પામ્યા હતા. કવાંટ તાલુકા ના દરેક બુથો પર મતદારો દ્વારા કરાયેલ મતદાન માં નાટો અને ખાસ કરીને રદ થયેલ મતો મોટા પ્રમાણમાં નીકળ્યા હતા જેને લઈને કેટલાક ઉમેદવારો ને નજીવા અંતર થી પરાજય નો સ્વાદ ચાખવાનો વારો આવ્યો હતો.
કવાંટ ગ્રામ પંચાયત માં સરપંચ અને 14 વિજેતા ઉમેદવાર ની યાદી
કવાંટ ગ્રામ પંચાયત સરપંચ પદ ના ઉમેદવાર શીલાબેન મહેશભાઈ રાઠવા. 659 મતે
વોર્ડ ના વિજેતા ની યાદી.
1.ભાવનાબેન યોગેશભાઈ ચૌહાણ : 199 મતે વિજેતા
2.રાઠવા મેઘના બેન હીમાંશુભાઈ : 204 મતે વિજેતા
3.રાઠવા મહેશભાઈ .એન. : 187 મતે વિજેતા
4.પંચાલ સંદીપ ભાઈ કિશોરભાઈ : 127 મતે વિજેતા
5.રાઠવા દક્ષા બેન વીનેશભાઈ : 202 મતે વિજેતા
6.પટેલ નેહાબેન યજ્ઞેશ ભાઈ : 1 મતે વિજેતા
7.પંચાલ મૃણાલ જગદીશભાઈ : 1 મતે વિજેતા
8.વણકર જશુમતીબેન મહેન્દ્રભાઈ : 50 મતે વિજેતા
9.વણકર જીતેન્દ્રભાઈ ગણપતભાઈ : 6 મતે વિજેતા
10.મહેશભાઈ ભીમસિંગ ભાઈ રાઠવા : બિન હરીફ
11.પંડ્યા અભય અવિનાશ ભાઈ : 141 મતે વિજેતા
12. રાઠવાચંપા બેન રાજેશભાઈ 143 મતે વિજેતા
13.નાયક અનિલભાઈ મનુભાઈ 1 મતે વિજેતા
14.રાઠવા અરુણાબેન કલ્પેશભાઈ. 220 મતે વિજેતા.
કવાંટ વોર્ડ નંબર 7 માં ત્રિપાખીયો જંગ હતો.મત ગણતરી દરમિયાન એક ઉમેદવાર ન 85 તેમજ અન્ય બે ઉમેદવાર ને 106 મત મળતા ટાઈ પડી હતી. ત્યારબાદ ચાર ચાર વખત ફરી મત ગણતરી કરવામા આવી હતી તો પણ સરખા જ મત મળ્યા હતા અને ટાઈ પડી હતી. ત્યારબાદ ચુંટણી અધિકારી ઓ દ્વારા ચિઠ્ઠી ઉછાડવાની પ્રક્રિયા કરવામા આવી હતી અને ચિઠ્ઠી ઉપાડતા વોર્ડ નંબર 7 મૃણાલ જગદીશ ભાઈ પંચાલ ને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

PAVI JETPUR-KAWANT
અહીં ખેડૂત કરતો હતો ગાંજાની ખેતી,પોલીસે ખેતરમાં પાડ્યો દરોડો

- પોલીસને બાતમી મળી હતી કે ખેતરમાં ગાંજાના છોડ રોપવામાં આવ્યા છે
- પોલીસે દરોડો પાડતા ખેતર માંથી 404 છોડ મળી આવ્યા
કવાંટ તાલુકાના નાના વાંટા ગામે પોતાના ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજા ની ખેતી કરતા કવાંટ પોલીસ દ્વારા એન.ડી.પી.એસ નો લીલો તથા સુકો ગાંજો મળી કુલ 17090 કિલો ગ્રામ ગાંજો કિંમત રૂ.1,70,900 ના મુદ્દામાલ સાથે એક ઈસમ ને ઝડપી પાડવામાં આવ્યો હતો.
આજરોજ કવાંટ પી.એસ.આઈ સી. એમ.ગામીત ને ખાનગી બાતમી મળી હતી કે કવાંટ તાલુકાના નાનાવાંટા ગામે નિશાળ ફળીયા માં રેહતા મનુભાઈ બલાડાભાઈ રાઠવા એ પોતાના ખેતરમાં ગાંજા ના છોડ ઉગાડેલ છે જે હકીકત ના આધારે છોટાઉદેપુર સર્કલ પો.ઇ. ડી.જે પટેલ તથા કવાંટ પી.એસ.આઈ સી. એમ ગામીત તથા પોલીસ સ્ટાફ ના માણસો સાથે રેડ કરતા વનસ્પતિ જન્ય માદક પદાર્થ ના નાના મોટા છોડ કુલ 404 વજન 12080 કી. ગ્રા ગાંજો તથા સુકો ગાંજો 5010 કિલોગ્રામ મળી ને કુલ 17090 કિલો ગાંજો જેની કિંમત રૂ. 1,70,900 ના મુદ્દામાલ સાથે આરોપી ને ઝડપી પાડી વધુ તપાસ માટે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કવાંટ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.