PAVI JETPUR-KAWANT
કોરોનામાં મૃત્યુ પામેલાના પરીજનોને 4 લાખની સહાય ચૂકવવા કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું

કોરોના મહામારી માં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનો ને 50,000 ના વળતર ના બદલે 4,00,000 ની સહાય આપવામાં આવે તે સંદર્ભે કવાંટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કવાંટ મામલદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
કોવિડ 19 મહામારી માં ગુજરાત સરકાર ની બેદરકારી અને અણઘડ વહીવટ દ્વારા કોરોના ના કપરા કાળમાં હોસ્પિટલમાં ,દવાઓ, ઇન્જેક્શન, ઓક્સિજન અને વેન્ટિલેટર ના અભાવે ગુજરાત ના 3 લાખ કરતા થી વધુ લોકોના મૃત્યુ થયા, ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવાર માં લાખો રૂપિયાની ઉઘાડી લુંટ ચલાવવામાં આવી, સામાન્ય અને મધ્યમ વર્ગ ના પરિવારો આર્થિક પાયમાલી નો સામનો કરવો પડ્યો, પશુ અને મનુષ્ય માટે 50,000 વળતર ના ચેક સમાન ધારા ધોરણ જાહેર કરી ભાજપ સરકારે અસંવેદનશીલ સરકાર હોવાનુ પુરવાર કર્યું છે અને મૃતક પરિવારો સાથે માનવ જાતની પણ ક્રુર મજાક કરી છે એકબાજુ સરકાર મોત ના આંકડા છુપાવવાની રમત કરી સરકારી ચોપડે નોંધાયેલ મૃતકો ની યાદી ગેઝેટ મારફતે પ્રસિદ્ધ કરતી નથી, મૃતક ના આધાર પુરાવા તપાસી મરણ પ્રમાણપત્ર માં સુધારા કરવા જિલ્લા દીઠ નોડલ ઓફિસર ની નિમણુંક કરવામા આવતી નથી, મરણ પ્રમાણપત્ર માં મૃત્યુ નું કારણ અન્ય બીમારી લખી મૃત્યુ આંક છુપાવી રહી છે.
કોરોના મહામારી માં મૃત્યુ પામેલા વ્યક્તિઓ ના પરિવારજનો ને અને મોંઘી સારવાર ના કારણે આર્થિક રીતે પાયમાલ થયેલ લોકોને મદદરૂપ થવાના હેતુથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ 19 ન્યાય યાત્રા નું આયોજન સમગ્ર રાજ્યોમાં કરવામાં આવેલ છે, આ યાત્રા નો હેતુ મહામારી માં મૃતકો ની વિગતો ઓનલાઈન વર્ચ્યુઅલ મેમોરિયલ પર અપલોડ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવાનો તેમજ અન્ય ચાર માંગણીઓ કરી જેમાં
1.) કોવિડ 19 થી અવસાન પામેલ દરેક મૃતક માટે રૂપિયા ચાર લાખ નું વળતર. (2) કોવિડગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડિકલ બિલ ના રકમ ની ચુકવણી, (3) સરકારી તંત્ર ની ઘોર નિષ્ફળતા ની ન્યાયિક તપાસ, (4) કોવિડ થી અવસાન પામેલ સરકારી કર્મચારી ઓના સંતાન / પરિવારજનો પૈકી કાયમી નોકરી જેવી માંગણી સાથે આજરોજ કવાંટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કવાંટ મામલતદાર ને આવેદનપત્ર આપવામા આવ્યું.

PAVI JETPUR-KAWANT
અહીં ખેડૂત કરતો હતો ગાંજાની ખેતી,પોલીસે ખેતરમાં પાડ્યો દરોડો

- પોલીસને બાતમી મળી હતી કે ખેતરમાં ગાંજાના છોડ રોપવામાં આવ્યા છે
- પોલીસે દરોડો પાડતા ખેતર માંથી 404 છોડ મળી આવ્યા
કવાંટ તાલુકાના નાના વાંટા ગામે પોતાના ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજા ની ખેતી કરતા કવાંટ પોલીસ દ્વારા એન.ડી.પી.એસ નો લીલો તથા સુકો ગાંજો મળી કુલ 17090 કિલો ગ્રામ ગાંજો કિંમત રૂ.1,70,900 ના મુદ્દામાલ સાથે એક ઈસમ ને ઝડપી પાડવામાં આવ્યો હતો.
આજરોજ કવાંટ પી.એસ.આઈ સી. એમ.ગામીત ને ખાનગી બાતમી મળી હતી કે કવાંટ તાલુકાના નાનાવાંટા ગામે નિશાળ ફળીયા માં રેહતા મનુભાઈ બલાડાભાઈ રાઠવા એ પોતાના ખેતરમાં ગાંજા ના છોડ ઉગાડેલ છે જે હકીકત ના આધારે છોટાઉદેપુર સર્કલ પો.ઇ. ડી.જે પટેલ તથા કવાંટ પી.એસ.આઈ સી. એમ ગામીત તથા પોલીસ સ્ટાફ ના માણસો સાથે રેડ કરતા વનસ્પતિ જન્ય માદક પદાર્થ ના નાના મોટા છોડ કુલ 404 વજન 12080 કી. ગ્રા ગાંજો તથા સુકો ગાંજો 5010 કિલોગ્રામ મળી ને કુલ 17090 કિલો ગાંજો જેની કિંમત રૂ. 1,70,900 ના મુદ્દામાલ સાથે આરોપી ને ઝડપી પાડી વધુ તપાસ માટે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કવાંટ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.