PAVI JETPUR-KAWANT
ઠંડીના ચમકારાએ કવાંટ થિજાવ્યું, યુવાનો તાપણીના સહારે

કવાંટ નગર મા શીતળ હવા થી ઠંડી નું મોજું ફરી વળતા તાંપણા નો સહારો લેતા નગર જનો..એકાએક વાતાવરણમાં પલટો આવતા બર્ફીલા પવન ફૂંકાતા ઠંડીનું મોજું ફરી વળ્યું છે.
ગુજરાત રાજય નો સૌથી વેરાન અને ઉજ્જડ ગણાતા કવાંટ તાલુકા મા છેલ્લા કેટલાય દિવસ થી શિયાળા એ તેની તાસીર બતાવી છે જેને લઈ ને તાલુકા વાસીઓ એ ગરમ વસ્ત્રો નો સહારો લેવો પડ્યો છે પરંતુ છેલ્લા બે દિવસ થી શીતળ પવન સાથે ઠંડી નું પ્રમાણ વધવા પામ્યું હતુ જેને લઇ ને નગર વાસી ઓ ને તાપણા નો સહારો લેવો પડ્યો હતો .
વહેલી સવારથી જ ઠંડા પવન ફૂંકાતા દિવસભર ધુળ ની ડમરીઓ ઉડતા વાહનચાલકો મુશ્કેલી માં મુકાયા હતા. શિયાળો ફરી એકવાર પોતનું રોદ્ર સ્વરૂપ ધારણ કરતા નગરજનો સહિત તાલુકાના લોકોને દિવસે પણ ગરમ કપડાં પહેરવા ની ફરજ પડી હતી.
PAVI JETPUR-KAWANT
અહીં ખેડૂત કરતો હતો ગાંજાની ખેતી,પોલીસે ખેતરમાં પાડ્યો દરોડો

- પોલીસને બાતમી મળી હતી કે ખેતરમાં ગાંજાના છોડ રોપવામાં આવ્યા છે
- પોલીસે દરોડો પાડતા ખેતર માંથી 404 છોડ મળી આવ્યા
કવાંટ તાલુકાના નાના વાંટા ગામે પોતાના ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજા ની ખેતી કરતા કવાંટ પોલીસ દ્વારા એન.ડી.પી.એસ નો લીલો તથા સુકો ગાંજો મળી કુલ 17090 કિલો ગ્રામ ગાંજો કિંમત રૂ.1,70,900 ના મુદ્દામાલ સાથે એક ઈસમ ને ઝડપી પાડવામાં આવ્યો હતો.
આજરોજ કવાંટ પી.એસ.આઈ સી. એમ.ગામીત ને ખાનગી બાતમી મળી હતી કે કવાંટ તાલુકાના નાનાવાંટા ગામે નિશાળ ફળીયા માં રેહતા મનુભાઈ બલાડાભાઈ રાઠવા એ પોતાના ખેતરમાં ગાંજા ના છોડ ઉગાડેલ છે જે હકીકત ના આધારે છોટાઉદેપુર સર્કલ પો.ઇ. ડી.જે પટેલ તથા કવાંટ પી.એસ.આઈ સી. એમ ગામીત તથા પોલીસ સ્ટાફ ના માણસો સાથે રેડ કરતા વનસ્પતિ જન્ય માદક પદાર્થ ના નાના મોટા છોડ કુલ 404 વજન 12080 કી. ગ્રા ગાંજો તથા સુકો ગાંજો 5010 કિલોગ્રામ મળી ને કુલ 17090 કિલો ગાંજો જેની કિંમત રૂ. 1,70,900 ના મુદ્દામાલ સાથે આરોપી ને ઝડપી પાડી વધુ તપાસ માટે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કવાંટ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.