PADRA
શિક્ષક ધર્મ લજવતું કૃત્ય, ચાલુ શાળાએ મહિલા શિક્ષકે આચાર્યને ગાળો ભાંડી
- આચાર્ય એ પોલીસ બોલાવતા મહિલા પોલીસ સ્ટાફ સાથે પણ ઘર્ષણમાં ઉતરી શિક્ષિકા
- પોલીસ કર્મચારીઓ પણ ન સાંભળી શકે તેવા અપશબ્દો બોલ્યા
- અગાઉ પણ શિક્ષિકાએ આચાર્ય સાથે મારામારી કરી હતી
- નગરપાલિકા સંચાલિત ગર્લ્સ શાળામાં વિદ્યાર્થીઓ સામે જ બની ઘટના
વડોદરા ના પાદરા નગર પાલિકાની ચોકસી કે.કે ગર્લ્સ સ્કૂલમાં શિક્ષિકા દ્વારા આચાર્ય ને અપશબ્દો બોલીને ઝઘડો કરવામાં આવતો હોવાની ફરિયાદ પાદરા પોલીસને મળતાં પોલીસ કાફલો શાળાએ પહોચ્યો હતો. જ્યાં શિક્ષિકા ખ્યાતિ પટેલ દ્વારા આચાર્યને જેમતેમ અપશબ્દો બોલતા જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ગર્લ્સ સ્કૂલમાં વિદ્યાર્થીનીઓ હાજર હોય અને તેઓની સામે જ શિક્ષણ જગત ને લજવે તેવું કૃત્ય એક શિક્ષિકા દ્વારા કરવામાં આવતા પોલીસ પણ સ્તબ્ધ રહી ગઈ હતી.
પોલીસે શિક્ષક અને આચાર્ય ને પોલીસ મથકે લઇ જવાના પ્રયત્નો કરતા શિક્ષિકા ખ્યાતિ પટેલે પોલીસ સ્ટાફ પર પણ અપશબ્દો નો મારો ચલાવ્યો હતો. જ્યારે પોલીસ ને સહકાર નહિ આપતા શિક્ષિકા ખ્યાતિ પટેલને ટિંગાટોળી કરીને પોલીસ મથકે લઇ જવાઇ હતી. પોલીસ મથકે લઇ ગયા બાદ પણ મહિલા શિક્ષિકાએ પોલીસ મથક માથે લીધું હતું અને હાજર પોલીસ અધિકારી ને પણ ગાળો ભાંડીને ઓહાપોહ મચાવ્યો હતો.
શિક્ષક એ સમાજનું દર્પણ છે. શિક્ષક જે શીખવે એ જ વિદ્યાર્થી અનુકરણ કરે, પણ જ્યારે શિક્ષક જ બેફામ થઈને ચાલુ શાળાએ ગાળો ભાંડે તો બાળકો શું શીખે? આવી જ એક ઘટના પાદરા નગરમાં બનવા પામી છે. પાદરા નગર ની ચોકસી કે.કે ગર્લ્સ સ્કૂલમાં ખ્યાતિ પટેલ નામની શિક્ષકે આખી શાળા માથે લીધી હતી. આચાર્ય સાથે અગાઉ પણ મારામારી અને ગાળાગાળી કરી ચૂકેલી શિક્ષિકાએ આજે ફરી વાર બાળકોનો સામે જ અપશબ્દો નો મારો ચલાવતા શાળા સ્ટાફે પોલીસ બોલાવી હતી. પોલીસ આવ્યા બાદ પણ શાંત નહિ થયેલી શિક્ષિકા ને પોલીસ મથકે લઇ જવા મહિલા પોલીસ સ્ટાફે પ્રયત્ન કર્યા હતાં જ્યાં મહિલા પોલીસ સ્ટાફ સાથે પણ આ મહિલા શિક્ષકે ગેરવર્તણૂક કરીને અપશબ્દો ભાંડયા હતાં જ્યારે ટિંગા ટોળી કરીને મહિલા શિક્ષિકા ખ્યાતિ પટેલને પોલીસ મથકે લઇ જવાઇ હતી.

જ્યાં પણ આ શિક્ષિકાએ હાજર પોલીસ અધિકારીઓ સામે પણ ગેરવર્તણૂક કર્યું હતું. જેને પગલે નગર પાલીકાના સત્તાધીશો પણ સ્થળ પર દોડી આવ્યા હતાં અને શિક્ષક નું આવું વિકૃત સ્વરૂપ જોઈને એ પણ ચોકી ઉઠયા હતા. આ અંગે નગર પાલિકા પણ કડક કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતું.
PADRA
પાદરા: અનિયમિત બસોને કારણે વિદ્યાર્થીઓ વિફર્યા,કર્યો ચક્કાજામ

પાદરા જંબુસર હાઇવે પર વડું ચોકડી પાસે બસો ની અનિયમિતા ને લઈને વિધાર્થીઓ વિફર્યા અને આગેવાનો કર્યો ચક્કા જામ એ ડાઉન કરતી બસો ને અટકાવી દીધી..
પાદરા જંબુસર હાઇવે પર વડું ચોકડી પાસે બસો ની અનિયમિતા ને લઈ ને વિધાર્થીઓ એ આંદોલન સાથે બસો ને અટકાવી દઈને ચક્કા જામ કર્યો હતો અનેક મુસાફરો અટવ્યા હતા.પાદરા અને જંબુસર તાલુકા ના અનેક વિધાર્થી ઓ રોજિંદા એસ.ટી.બસ દ્વારા વડોદરા અને ભાદરણ સહિત અનેક સ્થળો એ વિધાર્થીઓ અભ્યાસ અર્થે અપ ડાઉન કરતાં હોય છે પરંતુ.. બસો ની અનિયમિતા ના કારણે વિધાર્થીઓ ને અભ્યાસમાં માં ભારે હાલાકી વેઠવી પડે છે અનિયમિતા ના કારણે વિદ્યાર્થીઓ અઆજે વિફર્યા અને વડુ ચોકડી પાસે ચક્કા જામ કર્યો હતો વિધાર્થીઓ અને આગેવાનો પણ જોડ્યા હતા..ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા..
જ્યારે વિધાર્થીઓ ના આંદોલન ને લીધે એસ.ટી બસ માં મુસાફરો પણ અટવ્યા હતા પાદરા ડેપો મેનેજર અને જંબુસર ડેપો એ.ટી.આઈ પણ સાથે આગેવાનો અને વિધાર્થીઓ પોલીસ મથકે પહોંચ્યા હતા અને વિધાર્થીઓ આક્રોશ સાથે જણાવ્યું હતું..
આગેવાનો પણ આક્રોશ સાથે એસ.ટી.વિભાગ સામે આક્ષેપો કર્યા હતા.ગત સપ્તાહે કરખડી અને મુજપુર પાસે આંદોલન કરવામાં આવ્યા હતા પરંતુ બે દિવસ એસ.ટી. બસ નિયમિત રહે છે ત્યાર બાદ અનિયમિતા થઈ જતું હોવાના આક્ષેપો કર્યા હતા.વડું પોલીસ મથકે આગેવાનો અને એસ.ટી વિભાગ નિયમિતતા અંગે બાંહેધરી લીધી હતી અને એસ.ટી વિભાગ ના અધિકારી એ હાલ માં વરસાદ ના કારણે રોડ રસ્તા ખરાબ હોવા થી તકલીફ હોવાનો લુલો બચાવ કર્યો હતો..
પાદરા એસ ટી વિભાગ તો હૈયાધારણ આપી છે પરંતુ જંબુસર એસ.ટી.ડેપો તરફ થી સંતોષ કારક પ્રતિ ઉત્તર નહિ મળતા તમામ જંબુસર ડેપો તરફ ગયા હોવાનું જણાવ મળ્યું હતું.