Connect with us

PADRA

સાસરે જતા અટકાવવા માતા પિતાએ સગી દીકરીને ખાટલે બાંધી,અભયમે મુક્ત કરાવી

Published

on

  • પતિએ નક્કી થયેલી રકમ નહીં ચૂકવતા પરણિત દીકરીને સાસરે જવા ન દેતા માતાપિતા
  • દીકરીએ જીદ કરતા માતાપિતાએ જ દીકરીને બંધક બનાવી
  • પતિએ અભયમને જાણ કરતા પરણિત યુવતીને મુક્ત કરાવી

વડોદરા જીલ્લાના પાદરા તાલુકામાં દીકરીને સાસરે ન મોકલવા માટે માતાપિતાએ જ દીકરીને દોરડા વળે ખાટલે બાંધી દીધી હતી. સમગ્ર ઘટનામાં પતિએ અભયમનો સંપર્ક કરતા અભયમની ટીમે આવીને પરિણીતાને મુક્ત કરાવી હતી.

મૂળ રાજસ્થાનના વતની અને હાલ પાદરા નજીક સ્થાયી થયેલા પરિવારની દીકરીના લગ્ન સામાજીક રીતિરિવાજ પ્રમાણે કરાવ્યા હતા. જ્યાં લગ્ન બાદ તેમણે સંતાનમાં બે દીકરી થઈ હતી. બંને વખતે દીકરીને જન્મ આપતા અંતે છુટા છેડા લીધા હતા અને પરણીતા પરત પાદરામાં તેના માતાપિતા સાથે રહેવા માટે આવી ગઈ હતી.

માતા-પિતા સાથે રહેતા સમયે અન્ય એક યુવક સાથે યુવતીના લગ્ન નક્કી થયા હતા.જે લગ્નમાં યુવતીના પિતાએ યુવક સાથે દાવાની રકમ માંગી હતી. 20 હજારની રકમ આપવાનું નક્કી થયું હતું પરંતુ યુવક આ રકમ સમયસર ચૂકવી શક્યો ન હતો. જેને લઈને યુવતીના લગ્ન બાદ પણ માતા પિતા તેણે સાસરિયે જવા દેતા ન હતા.

Advertisement

પતિ યુવતીને તેડવા માટે પાદરા નજીક સાસરીયે આવ્યો હતો.જ્યાં યુવતી તેના પતિ સાથે જવા તૈયાર થઈ ગઈ હતી. પણ માતા પિતાને આ મંજુર ન હતું જેથી યુવતીના માતા પિતા જમાઈને મારવા દોડ્યા હતા અને ઘરેથી ભગાડી મુક્યો હતો. અંતે સાસરીમાં જવા જીદે ચઢેલી પોતાની સગી દીકરીને પકડીને ખાટલા પર દોરડા વડે બાંધી દીધી હતી.

ઘટના અંગે યુવતીના પતિએ 181 અભયમ માં કોલ કરતા અભયમની ટીમ સ્થળ પર પહોંચી હતી અને યુવતીને મુક્ત કરાવી હતી.

Advertisement
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

PADRA

પાદરા: અનિયમિત બસોને કારણે વિદ્યાર્થીઓ વિફર્યા,કર્યો ચક્કાજામ

Published

on

પાદરા જંબુસર હાઇવે પર વડું ચોકડી પાસે બસો ની અનિયમિતા ને લઈને વિધાર્થીઓ વિફર્યા અને આગેવાનો કર્યો ચક્કા જામ એ ડાઉન કરતી બસો ને અટકાવી દીધી..

પાદરા જંબુસર હાઇવે પર વડું ચોકડી પાસે બસો ની અનિયમિતા ને લઈ ને વિધાર્થીઓ એ આંદોલન સાથે બસો ને અટકાવી દઈને ચક્કા જામ કર્યો હતો અનેક મુસાફરો અટવ્યા હતા.પાદરા અને જંબુસર તાલુકા ના અનેક વિધાર્થી ઓ રોજિંદા એસ.ટી.બસ દ્વારા વડોદરા અને ભાદરણ સહિત અનેક સ્થળો એ વિધાર્થીઓ અભ્યાસ અર્થે અપ ડાઉન કરતાં હોય છે પરંતુ.. બસો ની અનિયમિતા ના કારણે વિધાર્થીઓ ને અભ્યાસમાં માં ભારે હાલાકી વેઠવી પડે છે અનિયમિતા ના કારણે વિદ્યાર્થીઓ અઆજે વિફર્યા અને વડુ ચોકડી પાસે ચક્કા જામ કર્યો હતો વિધાર્થીઓ અને આગેવાનો પણ જોડ્યા હતા..ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા..

Advertisement

જ્યારે વિધાર્થીઓ ના આંદોલન ને લીધે એસ.ટી બસ માં મુસાફરો પણ અટવ્યા હતા પાદરા ડેપો મેનેજર અને જંબુસર ડેપો એ.ટી.આઈ પણ સાથે આગેવાનો અને વિધાર્થીઓ પોલીસ મથકે પહોંચ્યા હતા અને વિધાર્થીઓ આક્રોશ સાથે જણાવ્યું હતું..

આગેવાનો પણ આક્રોશ સાથે એસ.ટી.વિભાગ સામે આક્ષેપો કર્યા હતા.ગત સપ્તાહે કરખડી અને મુજપુર પાસે આંદોલન કરવામાં આવ્યા હતા પરંતુ બે દિવસ એસ.ટી. બસ નિયમિત રહે છે ત્યાર બાદ અનિયમિતા થઈ જતું હોવાના આક્ષેપો કર્યા હતા.વડું પોલીસ મથકે આગેવાનો અને એસ.ટી વિભાગ નિયમિતતા અંગે બાંહેધરી લીધી હતી અને એસ.ટી વિભાગ ના અધિકારી એ હાલ માં વરસાદ ના કારણે રોડ રસ્તા ખરાબ હોવા થી તકલીફ હોવાનો લુલો બચાવ કર્યો હતો..

Advertisement

પાદરા એસ ટી વિભાગ તો હૈયાધારણ આપી છે પરંતુ જંબુસર એસ.ટી.ડેપો તરફ થી સંતોષ કારક પ્રતિ ઉત્તર નહિ મળતા તમામ જંબુસર ડેપો તરફ ગયા હોવાનું જણાવ મળ્યું હતું.

Advertisement
Continue Reading

Trending