Connect with us

PADRA

પાદરા: અનિયમિત બસોને કારણે વિદ્યાર્થીઓ વિફર્યા,કર્યો ચક્કાજામ

Published

on

પાદરા જંબુસર હાઇવે પર વડું ચોકડી પાસે બસો ની અનિયમિતા ને લઈને વિધાર્થીઓ વિફર્યા અને આગેવાનો કર્યો ચક્કા જામ એ ડાઉન કરતી બસો ને અટકાવી દીધી..

પાદરા જંબુસર હાઇવે પર વડું ચોકડી પાસે બસો ની અનિયમિતા ને લઈ ને વિધાર્થીઓ એ આંદોલન સાથે બસો ને અટકાવી દઈને ચક્કા જામ કર્યો હતો અનેક મુસાફરો અટવ્યા હતા.પાદરા અને જંબુસર તાલુકા ના અનેક વિધાર્થી ઓ રોજિંદા એસ.ટી.બસ દ્વારા વડોદરા અને ભાદરણ સહિત અનેક સ્થળો એ વિધાર્થીઓ અભ્યાસ અર્થે અપ ડાઉન કરતાં હોય છે પરંતુ.. બસો ની અનિયમિતા ના કારણે વિધાર્થીઓ ને અભ્યાસમાં માં ભારે હાલાકી વેઠવી પડે છે અનિયમિતા ના કારણે વિદ્યાર્થીઓ અઆજે વિફર્યા અને વડુ ચોકડી પાસે ચક્કા જામ કર્યો હતો વિધાર્થીઓ અને આગેવાનો પણ જોડ્યા હતા..ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા..

Advertisement

જ્યારે વિધાર્થીઓ ના આંદોલન ને લીધે એસ.ટી બસ માં મુસાફરો પણ અટવ્યા હતા પાદરા ડેપો મેનેજર અને જંબુસર ડેપો એ.ટી.આઈ પણ સાથે આગેવાનો અને વિધાર્થીઓ પોલીસ મથકે પહોંચ્યા હતા અને વિધાર્થીઓ આક્રોશ સાથે જણાવ્યું હતું..

આગેવાનો પણ આક્રોશ સાથે એસ.ટી.વિભાગ સામે આક્ષેપો કર્યા હતા.ગત સપ્તાહે કરખડી અને મુજપુર પાસે આંદોલન કરવામાં આવ્યા હતા પરંતુ બે દિવસ એસ.ટી. બસ નિયમિત રહે છે ત્યાર બાદ અનિયમિતા થઈ જતું હોવાના આક્ષેપો કર્યા હતા.વડું પોલીસ મથકે આગેવાનો અને એસ.ટી વિભાગ નિયમિતતા અંગે બાંહેધરી લીધી હતી અને એસ.ટી વિભાગ ના અધિકારી એ હાલ માં વરસાદ ના કારણે રોડ રસ્તા ખરાબ હોવા થી તકલીફ હોવાનો લુલો બચાવ કર્યો હતો..

Advertisement

પાદરા એસ ટી વિભાગ તો હૈયાધારણ આપી છે પરંતુ જંબુસર એસ.ટી.ડેપો તરફ થી સંતોષ કારક પ્રતિ ઉત્તર નહિ મળતા તમામ જંબુસર ડેપો તરફ ગયા હોવાનું જણાવ મળ્યું હતું.

Advertisement
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PADRA

ઉદેપુર હત્યાકાંડની પોસ્ટ મુદ્દે પાદરાના યુવાનને ધમકી મળી

Published

on

પોલીસે ધમકી આપનાર અબ્દુલ સુબુર ચૌધરીની ફેશબુક કંપની પાસે વિગતો મંગાવી 

ઉદેપુરમાં દરજીની હત્યાના સંદર્ભમાં પોષ્ટ કરનાર વડોદરાના પાદરા તાલુકાના ડબકા ગામના રહેવાસી અને તાલુકા ભાજપા ઉપપ્રમુખ નિલેશસિંહ જાદવને વળતી ધમકી મળી છે. આ અંગે નિલેશસિંહે વુડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે  ધમકી આપનાર સુબુર ચૌધરીની વિગતો મંગાવવા માટે ફેસબુક ચલાવતી કંપની પાસે વિગતો મંગાવી તપાસ શરૂ કરી દીધી છે.

Advertisement

ડબકા ગામમાં રહેતા અને તાલુકા ભાજપા ઉપપ્રમુખ નિલેશસિંહ જાધવે ટેલિફોનિક વાતચિતમાં જણાવ્યું હતું કે, હું ડબકા ગામમાં પત્ની બે સંતાનો અને માતા સાથે રહું છું. અને ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવું છું. મને ધમકી મળી હોવાની વાત હજુ મારી પત્ની, બાળકો કે માતાને ખબર નથી. પરંતુ, વહેલી સવારથી મારી બહેનો સહિત પરિવારજનો, મિત્રો અને શુભેચ્છકોના 20-25 ઉપરાંત ફોન આવી ગયા છે. અને મને સાવચેત રહેવા જણાવી રહ્યા છે.

અગાઉ સોશિયલ મિડીયા ઇન્ચાર્જ રહી ચૂકેલા નિલેશસિંહે વધુમાં જણાવ્યું હતું કે, મને વડુ પોલીસ મથક દ્વારા બંદોબસ્ત માટે પૂછ્યું હતું. પરંતુ, મેં બંદોબસ્ત માટે ઇન્કાર કર્યો છે. કારણ કે, હું ગામડામાં રહું છું. મને કોઇ ડર નથી. અને હું આ ધમકીને સિરીયસ  લેતો નથી. આવી ધમકી આપનાર કોઇ અસામાજિક તત્વ હશે. પરંતુ, કામ-ધંધા માટે બહાર તો જવું પડે.

Advertisement

મને રોજગારી માટે મને સરકાર દ્વારા ઇકો કાર પણ મળી છે. ઇકો કાર લઇને જવાનું થાય. મેં પોષ્ટ કરી છે.  અને મને ધમકી આપનાર સાથે ફેશબુક ઉપર અપશબ્દો સાથે ઉગ્ર વાતચિત થઇ હતી. પરંતુ, ધમકી મને ધમકી આપતા મેં પોલીસમાં પકડાવી દેવાની ધમકી આપતા તેને મારો નંબર બ્લોક કરી દીધો હતો.  આ વ્યક્તિએ મને ગુસ્સામાં આવીને ધમકી આપી છે કે, પછી આવું લખાણ કયા હેતુસર કર્યું છે. તેની મને ખબર નથી. મારી માંગણી છે કે, મને ધમકી આપનારને પકડી પોલીસ કાર્યવાહી કરે.

Advertisement
Continue Reading
Advertisement

Trending