PADRA
પાદરામાં અહીં લોકો ઝાડ પર ખાટલા બાંધીને સુવા મજબુર થયા,જાણો કારણ

- ડબકા અને ગંભીરાના તળિયા ભાટ્ઠા વિસ્તારમાં પાડાના આતંકથી રહીશો પરેશાન
- રાત્રીએ હુમલો કરતા પાડા થી બચવા રહીશોએ ઝાડ પર ખાટલા ચઢાવ્યા
- સવારે નીચે ઉતરે ત્યારે ઘર ખેદાનમેદાન થઈ જાય,પણ જીવ બચી જાય
- ભાઠા વિસ્તારના રહીશો તંત્રની મદદની રાહ જોઈ રહયા છે.
પાદરા તાલુકાના ડબકાના તળિયા ભાઠ્ઠા વિસ્તારમાં પાડાના આતંક વચ્ચે લોકોના જીવ પડીકે બધાયા, લોકો પાડાના આતંક અને હુમલાથી અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે પાડા ના આતંકના કારણે ઝાડ પર પર સુવા મજબુર, કેટલા તો ઝાડ પર ખાડલા બાંધીને સુવા મજબુર બન્યા છે.
પાદરા તાલુકાના ડબકા ગામેંથી પસાર થતી મહીં નદીના કિનારે આવેલ તળિયા ભાઠ્ઠા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાડા ના આતંક વચ્ચે લોકો સતત ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે.
પાદરા તાલુકાના ડબકા ગામના તળિયા ભાઠ્ઠા વિસ્તારમાં પાડાનો આતંક એટલા હદે વધી ગયો છે કે કોઈ પાડા નું નામ લેતા ની સાથે જ ગભરાઈ જાય છે અને મારકણો બનેલ પાડો આ વિસ્તારમાં ભયભીત વાતાવરણ પેદા કર્યું છે ત્યારે પાદરા ના મહીં નદી ના કાંઠે આવેલ ડબકાના તળિયા ભાઠ્ઠામાં ડબકા અને ગંભીરાના ભાઠ્ઠા વિસ્તારમાં 100 જેટલા રહીશો છુટા છવાયા ખેતરો માં રહેતા હોય છે જેઓ ને આ પાડા નો ભય સતત સતાવી રહ્યો છે.
આ વિસ્તારમાં રહેતા લોકો પાડા ના ડર થી રાત દરમ્યાન કેટલા રહીશો તો ઝાડ પર ખાટલા બાંધી સુવા મજબૂર બન્યા છે ત્યારે આ વિસ્તારમાં પાડા ના આંતક થી લોકો થર થર ધુજી રહ્યા છે..પાડા ના હુમલા થી અનેક લોકો ઘાયલ થયા છે પાડા ના આંતકથી રહીશોના જીવ પડીકે બંધાયા છે
ડબકાના મહી નદી ના તળિયા ભાઠ્ઠા વિસ્તારમાં રહેતા લોકો ઝાડ પર રહેવા મજબુર બન્યા છે ત્યારે પાડા ના આતંક થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે
PADRA
પાદરા: અનિયમિત બસોને કારણે વિદ્યાર્થીઓ વિફર્યા,કર્યો ચક્કાજામ

પાદરા જંબુસર હાઇવે પર વડું ચોકડી પાસે બસો ની અનિયમિતા ને લઈને વિધાર્થીઓ વિફર્યા અને આગેવાનો કર્યો ચક્કા જામ એ ડાઉન કરતી બસો ને અટકાવી દીધી..
પાદરા જંબુસર હાઇવે પર વડું ચોકડી પાસે બસો ની અનિયમિતા ને લઈ ને વિધાર્થીઓ એ આંદોલન સાથે બસો ને અટકાવી દઈને ચક્કા જામ કર્યો હતો અનેક મુસાફરો અટવ્યા હતા.પાદરા અને જંબુસર તાલુકા ના અનેક વિધાર્થી ઓ રોજિંદા એસ.ટી.બસ દ્વારા વડોદરા અને ભાદરણ સહિત અનેક સ્થળો એ વિધાર્થીઓ અભ્યાસ અર્થે અપ ડાઉન કરતાં હોય છે પરંતુ.. બસો ની અનિયમિતા ના કારણે વિધાર્થીઓ ને અભ્યાસમાં માં ભારે હાલાકી વેઠવી પડે છે અનિયમિતા ના કારણે વિદ્યાર્થીઓ અઆજે વિફર્યા અને વડુ ચોકડી પાસે ચક્કા જામ કર્યો હતો વિધાર્થીઓ અને આગેવાનો પણ જોડ્યા હતા..ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા..
જ્યારે વિધાર્થીઓ ના આંદોલન ને લીધે એસ.ટી બસ માં મુસાફરો પણ અટવ્યા હતા પાદરા ડેપો મેનેજર અને જંબુસર ડેપો એ.ટી.આઈ પણ સાથે આગેવાનો અને વિધાર્થીઓ પોલીસ મથકે પહોંચ્યા હતા અને વિધાર્થીઓ આક્રોશ સાથે જણાવ્યું હતું..
આગેવાનો પણ આક્રોશ સાથે એસ.ટી.વિભાગ સામે આક્ષેપો કર્યા હતા.ગત સપ્તાહે કરખડી અને મુજપુર પાસે આંદોલન કરવામાં આવ્યા હતા પરંતુ બે દિવસ એસ.ટી. બસ નિયમિત રહે છે ત્યાર બાદ અનિયમિતા થઈ જતું હોવાના આક્ષેપો કર્યા હતા.વડું પોલીસ મથકે આગેવાનો અને એસ.ટી વિભાગ નિયમિતતા અંગે બાંહેધરી લીધી હતી અને એસ.ટી વિભાગ ના અધિકારી એ હાલ માં વરસાદ ના કારણે રોડ રસ્તા ખરાબ હોવા થી તકલીફ હોવાનો લુલો બચાવ કર્યો હતો..
પાદરા એસ ટી વિભાગ તો હૈયાધારણ આપી છે પરંતુ જંબુસર એસ.ટી.ડેપો તરફ થી સંતોષ કારક પ્રતિ ઉત્તર નહિ મળતા તમામ જંબુસર ડેપો તરફ ગયા હોવાનું જણાવ મળ્યું હતું.