PADRA
પાદરા: SMC નો સપાટો, IPL પર સટ્ટો રમાડવાનું નેટવર્ક ઝડપાયું,જીલ્લા પોલીસે નાક બચાવવા કેવા ખેલ કરવા પડે છે,જુઓ…

- પાદરામાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં IPL પર સટ્ટો રમાડતા 4 આરોપી ઝડપાયા
- બુકીઓ પાસે મળેલી બુકમાં ઉલ્લેખ નામો આધારે 48 ખેલીઓ ને વોન્ટેડ જાહેર કર્યા
- એક લેપટોપ, 10 મોબાઈલ, ટેબ્લેટ સહીત હિસાબ લખેલી બુક મળી આવી
વડોદરા જીલ્લાના પાદરા તાલુકામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બાતમીના આધારે દરોડો પાડીને IPL મેચ પર સટ્ટો રમાડવાનું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું હતું. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આરોપીના મકાન માંથી 10 મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ સહીત હિસાબો લખેલી બુક કબજે લીધી હતી. હિસાબો માં લખેલા નામો પ્રમાણે SMC એ 48 જેટલા આરોપીઓ ને વોન્ટેડ જાહેર કર્યા હતા. જયારે સટ્ટો રમાડવાનું નેટવર્ક ચલાવતા ચાર મુખ્ય આરોપીઓ ની ધરપકડ કરવામાં આવી હતી.
રાજ્યની સ્ટેટ મોનીટરીંગ સેલ નો ચાર્જ જ્યારથીની નિર્લિપ્ત રાયે સંભાળ્યો છે. ત્યારથી SMC એ જાહેર જનતા સાથે વધુ નિકટતા થી સંપર્ક બનાવવાનું શરુ કરી દીધું છે. જેમાં નિર્લિપ્ત રાય SMC ને મળતી દરેક ફરિયાદોને ખુબ સતર્કતા થી મોનીટરીંગ કરે છે. અને ત્વરિત એક્શન પણ લેવામાં આવે છે. જેમાં વડોદરા જીલ્લાના પાદરા તાલુકાના પાદરા ટાઉનમાં આવેલી નારયણ નગર સોસાયટીમાં IPL મેચ પર સટ્ટો રમાડવામાં આવતો હોવાની માહિતીના આધારે દરોડો પાડતા, સ્થળ પરથી ચાર આરોપીઓ મળી આવ્યા હતા. ગત રોજ રમાયેલી મુંબઈ – કોલકત્તા વચ્ચે ની મેચમાં સટ્ટો રમાડ્યો હોવાની વિગતો સ્થળ પરથી મળી હતી.
SMC ની ટીમે સટ્ટો રમાડનાર મુખ્ય આરોપી અલતાફહુસેન અહેમદભાઇ મણીયાર ઉ.વ.42 રહેવાસી બી-69 મસીહાપાકટ જાસપુર રોડ પાદરા જીલ્લો વડોદરા , સાહીલ યુસફભાઇ જાની ઉ.વ.22 રહેવાસી ઘર નંબર- બી/11 નારાયણનગર સોસાયટી વાત્સ્લ્ય હોક્સ્પટલ પાછળ પાદરા તાલુકો પાદરા જીલ્લો વડોદરા , અસફાકભાઇ મહમદભાઇ મલેક ઉ.વ.39 રહેવાસી ઉંચીપોળ, પાદરા તાલુકો પાદરા જીલ્લો વડોદરા, સિધાર્થ કીરણભાઇ પટેલ ઉ.વ.27 રહેવાસી ઘર નંબર-7 મીલીનકુંજ સોસાયટી સ્ટેશન રોડ પાદરા તાલુકો પાદરા જીલ્લો વડોદરા ની ધરપકડ કરી હતી. મકાન માંથી 10 મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ સહીત હિસાબો લખેલી બુક કબજે લીધી હતી બુકમાં લખેલી વિગતો પ્રમાણે પોલીસે 48 જેટલા ખેલીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.
વોન્ટેડ આરોપીઓ ની યાદી
- સબ્બીર ઈબ્રાહીમ પટેલ(જાની)
- સબ્બીરભાઈ ઇટાલીભાઈ ઇકબાલ ગરાસીયા
- ભરતભાઈ રાણા, રહે ભાયલી
- કરણ રહે .ભાયલી
- સતીશભાઈ દરબાર રહે.તોચીયા પુરા પાદરા
- હામીદભાઈ રહે. વડું
- મિતેશ રહે.ભાયલી
- પ્રતિક ચૌહાણ રહે,ઝંડા બજાર પાદરા
- આર.એ.એન લખેલો અજાણ્યો ગ્રાહક
- બિલાલ મેમણ રહે. પાદરા
- પીન્ટુ પટેલ રહે. પાદરા
- કૌશિક રાણા રહે. ભાયલી
- 91 નંબર લખેલો અજાણ્યો ગ્રાહક
- પી.પી લખેલ ગ્રાહક
- અલ્તાફ રહે. દરાપુરા,પાદરા
- ઉત્તમ (સલીમભાઈનો ગ્રાહક )
- 86 નંબર લખેલો અજાણ્યો ગ્રાહક
- હિરેનભાઈ રહે. ભાયલી
- રીઝવાનભાઈ વલસાડ
- હેમ પટેલ રહે. અટલાદરા
- 20 નંબર લખેલો અજાણ્યો ગ્રાહક
- 82 નંબર લખેલો અજાણ્યો ગ્રાહક
- માસ્તર (સલીમભાઈનો ગ્રાહક )
- એફ લખેલ (સલીમભાઈનો ગ્રાહક )
- વ્રજ રહે. ભાયલી
- 07 નંબર લખેલો અજાણ્યો ગ્રાહક
- રાહુલ તે જકીરભાઈ ખોખરનો મિત્ર
- એફ.કે લખેલો ગ્રાહક
- પટેલ રહે. ભાયલી
- જીતું તે જાકીર ખોખરનો મિત્ર
- બાબુભાઈ દરબાર રહે પાદરા
- ફૈઝલ સૈયદ રહે પાદરા
- તુષાર રહે પાદરા
- વિકાસ શાહ રહે ડભાસા પાદરા
- ગજી રહે. પાદરા
- ભૂરા બાપુ સૈયદ રહે.પાદરા
- મેહુલ પટેલ પાદરા
- ચત્તી ચૌહાણ રહે.પાદરા
- સદ્દામ વોહરા રહે. પાદરા
- જાકીર ગરાસીયા, પાદરા
- ગુજન પટેલ રહે. પાદરા
- ટીકુભાઈ દરબાર રહે. પાદરા
- અસીફ મિર્ઝા રહે. પાદરા
- રાજ ગાંધી રહે. પાદરા
- જકીરભાઈ ખોખર રહે. પાદરા
- આરીફ મલેક રહે પાદરા
- ક્રિકેટ સટ્ટો રમવા માટે સોફ્ટવેર બનાવનાર
- શ્રી ગણેશ એકાઉન્ટી નામનું ક્રિકેટ સટ્ટાના હિસાબોનું સોફ્ટવેર બનાવનાર
જીલ્લા પોલીસે નાક બચાવવા મૂળ FIR ને બદલે ભરૂચની FIR અપલોડ કરી
અનેક વાર એવું થતું હોય છે કે SMC દ્વારા શહેર જીલ્લામાં કરવામાં આવેલા કેસો ની ઓનલાઈન FIR અપલોડ થતી નથી. અને થતી હોય તો ખામી યુક્ત ફાઈલ મૂકવાને કારણે FIR ની PDF ખુલતી નથી. આવી ભુલ જાણીને કરવામાં આવતી હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. કેમ કે અન્ય કોઈ FIR માં આવી ક્ષતિ થતી નથી. ફક્ત SMC દ્વારા કરવામાં આવેલા કેસમાં જ આ પ્રકારે જોવા મળે છે. અગાઉ પણ આવા અનેક કિસ્સાઓ ધ્યાને આવેલા છે. પોલીસ મોર્નિંગ માં મળેલી માહિતી પ્રમાણે https://fir.gujarat.gov.in/ પર જઈને પાદરા પોલીસ મથકની 7 એપ્રિલ ની FIR 11197034220649 ડાઉનલોડ કરતા ભરૂચના સી-ડીવીઝનના પ્રોહીબીશન કેસની FIR ખુલી રહી છે. જીલ્લા પોલીસ પણ FIR અપલોડ કરવામાં ભૂલ પણ કેટલી ચોકસાઈથી કરે છે તે આ કિસ્સાથી જોઈ શકાય છે.
PADRA
શિક્ષક ધર્મ લજવતું કૃત્ય, ચાલુ શાળાએ મહિલા શિક્ષકે આચાર્યને ગાળો ભાંડી

- આચાર્ય એ પોલીસ બોલાવતા મહિલા પોલીસ સ્ટાફ સાથે પણ ઘર્ષણમાં ઉતરી શિક્ષિકા
- પોલીસ કર્મચારીઓ પણ ન સાંભળી શકે તેવા અપશબ્દો બોલ્યા
- અગાઉ પણ શિક્ષિકાએ આચાર્ય સાથે મારામારી કરી હતી
- નગરપાલિકા સંચાલિત ગર્લ્સ શાળામાં વિદ્યાર્થીઓ સામે જ બની ઘટના
વડોદરા ના પાદરા નગર પાલિકાની ચોકસી કે.કે ગર્લ્સ સ્કૂલમાં શિક્ષિકા દ્વારા આચાર્ય ને અપશબ્દો બોલીને ઝઘડો કરવામાં આવતો હોવાની ફરિયાદ પાદરા પોલીસને મળતાં પોલીસ કાફલો શાળાએ પહોચ્યો હતો. જ્યાં શિક્ષિકા ખ્યાતિ પટેલ દ્વારા આચાર્યને જેમતેમ અપશબ્દો બોલતા જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ગર્લ્સ સ્કૂલમાં વિદ્યાર્થીનીઓ હાજર હોય અને તેઓની સામે જ શિક્ષણ જગત ને લજવે તેવું કૃત્ય એક શિક્ષિકા દ્વારા કરવામાં આવતા પોલીસ પણ સ્તબ્ધ રહી ગઈ હતી.
પોલીસે શિક્ષક અને આચાર્ય ને પોલીસ મથકે લઇ જવાના પ્રયત્નો કરતા શિક્ષિકા ખ્યાતિ પટેલે પોલીસ સ્ટાફ પર પણ અપશબ્દો નો મારો ચલાવ્યો હતો. જ્યારે પોલીસ ને સહકાર નહિ આપતા શિક્ષિકા ખ્યાતિ પટેલને ટિંગાટોળી કરીને પોલીસ મથકે લઇ જવાઇ હતી. પોલીસ મથકે લઇ ગયા બાદ પણ મહિલા શિક્ષિકાએ પોલીસ મથક માથે લીધું હતું અને હાજર પોલીસ અધિકારી ને પણ ગાળો ભાંડીને ઓહાપોહ મચાવ્યો હતો.
શિક્ષક એ સમાજનું દર્પણ છે. શિક્ષક જે શીખવે એ જ વિદ્યાર્થી અનુકરણ કરે, પણ જ્યારે શિક્ષક જ બેફામ થઈને ચાલુ શાળાએ ગાળો ભાંડે તો બાળકો શું શીખે? આવી જ એક ઘટના પાદરા નગરમાં બનવા પામી છે. પાદરા નગર ની ચોકસી કે.કે ગર્લ્સ સ્કૂલમાં ખ્યાતિ પટેલ નામની શિક્ષકે આખી શાળા માથે લીધી હતી. આચાર્ય સાથે અગાઉ પણ મારામારી અને ગાળાગાળી કરી ચૂકેલી શિક્ષિકાએ આજે ફરી વાર બાળકોનો સામે જ અપશબ્દો નો મારો ચલાવતા શાળા સ્ટાફે પોલીસ બોલાવી હતી. પોલીસ આવ્યા બાદ પણ શાંત નહિ થયેલી શિક્ષિકા ને પોલીસ મથકે લઇ જવા મહિલા પોલીસ સ્ટાફે પ્રયત્ન કર્યા હતાં જ્યાં મહિલા પોલીસ સ્ટાફ સાથે પણ આ મહિલા શિક્ષકે ગેરવર્તણૂક કરીને અપશબ્દો ભાંડયા હતાં જ્યારે ટિંગા ટોળી કરીને મહિલા શિક્ષિકા ખ્યાતિ પટેલને પોલીસ મથકે લઇ જવાઇ હતી.

જ્યાં પણ આ શિક્ષિકાએ હાજર પોલીસ અધિકારીઓ સામે પણ ગેરવર્તણૂક કર્યું હતું. જેને પગલે નગર પાલીકાના સત્તાધીશો પણ સ્થળ પર દોડી આવ્યા હતાં અને શિક્ષક નું આવું વિકૃત સ્વરૂપ જોઈને એ પણ ચોકી ઉઠયા હતા. આ અંગે નગર પાલિકા પણ કડક કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતું.
-
VADODARA CITY6 days ago
આ તે કેવું સંગઠન?,ધારાસભ્યને કયા ગેટથી પ્રવેશ કરવો એની માહિતી નહીં મળતા સભા સ્થળેથી પાછા ફર્યા
-
VADODARA CITY5 days ago
EXCLUSIVE : વોન્ટેડ બુટલેગર નિર્ભયતાથી શહેરમાં ફરે છે પણ પોલીસ તેને પકડતી નથી !
-
VADODARA CITY3 days ago
Podar World School celebrate 8th International Yoga Day
-
VADODARA CITY6 days ago
મોદી સાહેબ દિલ્હી પહોંચે તે પહેલાં વડોદરામાં રખડતા ઢોરો ફરી રસ્તા પર
-
VADODARA CITY5 days ago
પુત્રની લાશ સમજી અંતિમક્રિયા બાદ બીજા દિવસે પુત્ર જીવીત ઘરે આવ્યો
-
VADODARA CITY4 days ago
IMPACT: ફેક્ટ ફાઇન્ડરના આર્ટિકલ બાદ વિક્રમ ચાવડા 24 કલાકમાં પકડાઈ ગયો
-
VADODARA CITY3 days ago
જરોદ પોલીસ મથકની હદમાં ફરજમાં મુકેલા હેડ ક્વાર્ટરના પોલીસ જવાનોએ LCBને ડિટેક્શનમાં મદદ કરી
-
VADODARA CITY2 days ago
કમલાનગર તળાવ પાસે બે હજારની 5.30 લાખની નોટો મળી