PADRA
વન્યપ્રાણીઓના શરીરના અંગો અમેરિકાથી મંગાવ્યા,કસ્ટમ વિભાગની માહિતીના આધારે પાદરાનો એક શખ્સ ઝડપાયો

- અમેરિકાથી આવેલા પાર્સલને કસ્ટમ વિભાગે એરપોર્ટ પર સ્કેન કરતા ભાંડો ફૂટ્યો
- પાર્સલ પાદરાના પરેશ ગાંધીને ડિલિવરી કરવાનું બહાર આવતા અમદાવાદ ની ફોરેસ્ટ ટીમ વડોદરા પહોંચી
- પાદરાના પરેશ ગાંધીની ધરપકડ બાદ અન્ય બે શખ્સના નામ ખુલ્યા, બંને વોન્ટેડ
વડોદરા જીલ્લાના પાદરા તાલુકાના જુના પોસ્ટ ઓફીસ નજીક રહેતા પરેશ ગાંધીની ઘરે આવેલા વન્ય ટ્રોફીના પાર્સલ ને લઈને વન વિભાગે તેઓની ધરપકડ કરી છે. અમેરિકા થી પાદરાના પરેશ ગાંધીના ઘરે મોકલવામાં આવેલા પાર્સલમાં શંકાસ્પદ વસ્તુ મળી આવતા અમદાવાદ કસ્ટમ વિભાગે વન વિભાગને જાણ કરી હતી. જયારે અમદાવાદ સહીત વડોદરાની વન વિભાગની ટીમે પાદરા ખાતે દરોડો પાડીને અરેશ ગાંધીની ધરપકડ કરી છે.
અમેરિકાથી એક પાર્સલ અમદાવાર એરપોર્ટ પર આવ્યું જે પાર્સલ ને સ્કેન કરતા અંદર વન્ય પ્રાણીના શરીરના અવયવો મળી આવ્યા જેના આધારે કસ્ટમ વિભાગે અમદાવાદ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જાણ કરી હતી. ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ એ પાર્સલ ક્યાં ડીલીવર કરવાનું છે તે જોતા પાદરાના જુના પોસ્ટ ઓફીસ પાસે રહેતા પરેશ ગાંધીનું સરનામું મળી આવ્યું હતું. અમદાવાદ ફોરેસ્ટ વિભાગની ટીમે વડોદરા રેન્જની ટીમને સાથે રાખીને પાદરા માં રહેતા પરેશ ગાંધીના સરનામે દરોડો પાડીને પરેશ ગાંધીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.
પૂછપરછમાં પરેશ ગાંધીને વન્ય પ્રાણીઓ ના અવશેષ ની હેરાફેરીમાં અન્ય બે વ્યક્તિઓ ના નામની કબુલાત કરતા તેઓની શોધખોળ હાથ ધરી છે. જયારે અમેરિકા માંથી પાર્સલ મોકલનાર વ્યક્તિ નું નામ પણ સામે આવ્યું છે.
PADRA
પાદરા: અનિયમિત બસોને કારણે વિદ્યાર્થીઓ વિફર્યા,કર્યો ચક્કાજામ

પાદરા જંબુસર હાઇવે પર વડું ચોકડી પાસે બસો ની અનિયમિતા ને લઈને વિધાર્થીઓ વિફર્યા અને આગેવાનો કર્યો ચક્કા જામ એ ડાઉન કરતી બસો ને અટકાવી દીધી..
પાદરા જંબુસર હાઇવે પર વડું ચોકડી પાસે બસો ની અનિયમિતા ને લઈ ને વિધાર્થીઓ એ આંદોલન સાથે બસો ને અટકાવી દઈને ચક્કા જામ કર્યો હતો અનેક મુસાફરો અટવ્યા હતા.પાદરા અને જંબુસર તાલુકા ના અનેક વિધાર્થી ઓ રોજિંદા એસ.ટી.બસ દ્વારા વડોદરા અને ભાદરણ સહિત અનેક સ્થળો એ વિધાર્થીઓ અભ્યાસ અર્થે અપ ડાઉન કરતાં હોય છે પરંતુ.. બસો ની અનિયમિતા ના કારણે વિધાર્થીઓ ને અભ્યાસમાં માં ભારે હાલાકી વેઠવી પડે છે અનિયમિતા ના કારણે વિદ્યાર્થીઓ અઆજે વિફર્યા અને વડુ ચોકડી પાસે ચક્કા જામ કર્યો હતો વિધાર્થીઓ અને આગેવાનો પણ જોડ્યા હતા..ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા..
જ્યારે વિધાર્થીઓ ના આંદોલન ને લીધે એસ.ટી બસ માં મુસાફરો પણ અટવ્યા હતા પાદરા ડેપો મેનેજર અને જંબુસર ડેપો એ.ટી.આઈ પણ સાથે આગેવાનો અને વિધાર્થીઓ પોલીસ મથકે પહોંચ્યા હતા અને વિધાર્થીઓ આક્રોશ સાથે જણાવ્યું હતું..
આગેવાનો પણ આક્રોશ સાથે એસ.ટી.વિભાગ સામે આક્ષેપો કર્યા હતા.ગત સપ્તાહે કરખડી અને મુજપુર પાસે આંદોલન કરવામાં આવ્યા હતા પરંતુ બે દિવસ એસ.ટી. બસ નિયમિત રહે છે ત્યાર બાદ અનિયમિતા થઈ જતું હોવાના આક્ષેપો કર્યા હતા.વડું પોલીસ મથકે આગેવાનો અને એસ.ટી વિભાગ નિયમિતતા અંગે બાંહેધરી લીધી હતી અને એસ.ટી વિભાગ ના અધિકારી એ હાલ માં વરસાદ ના કારણે રોડ રસ્તા ખરાબ હોવા થી તકલીફ હોવાનો લુલો બચાવ કર્યો હતો..
પાદરા એસ ટી વિભાગ તો હૈયાધારણ આપી છે પરંતુ જંબુસર એસ.ટી.ડેપો તરફ થી સંતોષ કારક પ્રતિ ઉત્તર નહિ મળતા તમામ જંબુસર ડેપો તરફ ગયા હોવાનું જણાવ મળ્યું હતું.