NRG
એટલાન્ટાની ગોકુલધામ હવેલી સાથે જોડાયેલા દંપતીનું અનોખું સેવાકાર્ય

- ધર્મ-સમાજની પ્રવૃત્તિમાં ઉંમરનો બાધ ફગાવનાર તેજસ-અમી પટવા યુવાનો માટે પ્રેરણારૂપ
- ધર્મ-સમાજના કાર્ય માટે ઉંમરનો બાધ નડતો નથી તેવું પટવા દંપતીએ સાબિત કર્યું
- ગોકુલધામ હવેલી નિર્માણનો સંકલ્પ કરી તેને પૂર્ણ કરનાર તેજસ-અમી પટવાની સાથે 100 કપલ ઉત્સાહ સાથે કાર્ય કરે છે
દિવ્યકાંત ભટ્ટ. એટલાન્ટા
ધર્મ અને સમાજનું કાર્ય મોટાભાગે સિનિયર સિટિઝન જ કરતા હોય એવી એક વાત સૌએ સ્વીકારેલી છે. પરંતુ અમેરિકાના એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલી સાથે યુવાવસ્થાથી જોડાયેલા દંપતી તેજસ અને અમી પટવાએ ધર્મ-સમાજના કાર્ય માટે ઉંમરનો બાધ નડતો નથી તેવું સાબિત કર્યું છે. એટલું જ નહીં અનેકવિધ સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહેતું પટવા દંપતી યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા છે.
વડોદરા(ગુજરાત)ની શ્રી કલ્યાણરાયજી હવેલીના ષષ્ઠપીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય પૂ. શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના માર્ગદર્શન હેઠળ એટલાન્ટાની ગોકુલધામ હવેલી સ્થપાઇ છે. 2017 માં સુબોધચંદ્ર શાહ, અશોક પટેલ અને ભૂપેન્દ્ર પટેલ(બોબી પટેલ)ના સહકાર સાથે શરૂ થયેલી ગોકુલધામ હવેલી પાંચ વર્ષમાં આધ્યાત્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, અને સામાજિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની છે. જેની સફળતામાં અનેક વૈષ્ણવોએ તન-મન અને ધનથી કરેલી સેવા મહત્ત્વની છે.
જો કે, 38 વર્ષની યુવાવયે ગોકુલધામ હવેલીના નિર્માણનો સંકલ્પ કરી આ કાર્ય પૂરું કરવા માટે સમય-શક્તિનું બલિદાન આપનાર તેજસ પટવાના કાર્યથી કોઇ અંજાણ નથી. ગોકુલધામમાં દર વર્ષે સાંસ્કૃતિક પ્રોગ્રામ ‘નમસ્તે’, પોંક-ઊંધિયું ઉજાણી, હોલી-રંગોત્સવ, સમર કેમ્પ, જીવન સાથી પસંદગી સંમેલન, હિંડોળા ઉત્સવ, અન્નકૂટ મનોરથ જેવા અનેક મોટા આયોજનો થતા રહે છે. સાથે સાથે ગોકુલધામ વિદ્યાલયની પ્રવૃત્તિ જ તો ખરી જ ! વર્ષ 2008 થી હાલ 2022 સુધી ગોકુલધામના આ દરેક કાર્યમાં એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવા સતત દોડતા જ રહ્યા છે. તેમના કાર્યથી પ્રેરાઇને તેમની સાથે ટીમમાં સામેલ 30 થી 50 ની વયજૂથના 100 જેટલાં કપલ દરેક નવી ઇવેન્ટને નવા જોમ-જુસ્સાથી સફળતાની નવી ઊંચાઇ અપાવે છે.
તેજસ પટવા કહે છે, જીવનમાં આધ્યાત્મિકતાનો સ્પર્શ યુવાનીમાં જ થઇ જવો જોઇએ. આ માટે ઉંમરનું કોઇ બંધન નડતું નથી. જ્યારે શરીરમાં હણહણતા અશ્વ જેટલી તાકાત હોય ત્યારે જ ધર્મ અને સમાજ માટે કંઇ કરવાનો સંકલ્પ લઇ તેની પૂર્તતા માટે સમય-શક્તિનું બલિદાન આપવું જોઇએ. પૂ.દ્વારકેશલાલજી મહારાજ હંમેશા યુવાનોને પ્રેરણા આપે છે. તેમની પ્રેરણા અને આશીર્વાદ થકી હું નાની ઉંમરે હવેલી નિર્માણનું સ્વપ્ન જોઇ તેને હું પૂરું કરી શક્યો.
વર્ષમાં મોટાભાગના શનિ-રવિવારનો સમય તેજસ પટવા અને તેમના ધર્મપત્ની અમી પટવા ગોકુલધામની પ્રવૃત્તિમાં જ વિતાવે છે. પટવા દંપતીને હવેલીના ઉત્થાન અને પ્રગતિ માટે નીતનવા િવચારો સાથે સતત પ્રવૃત્તિશીલ રહેતા જોઇ નવા યુવા સ્વયંસેવકો જોડાઇ રહ્યા છે. ખાસ કરીને ગોકુલધામ વિદ્યાલયમાં યુવા સ્વયંસેવકોના સપોર્ટથી વિદ્યાલયનું નામ ગુંજતું થયું છે.
તેજસ પટવા એક વ્યક્તિ નથી સંસ્થા છે : પૂ.દ્વારકેશલાલજી મહારાજ
તેજસ પટવા આ એક વ્યક્તિ નથી સંસ્થા છે. એક આખી સંસ્થા સ્વરૂપે આ વ્યક્તિના મનમાં રોજ નવા વિચારો ઉદ્્ભવે છે, તેને મૂર્તિમંત કરવા આ પ્રતિભા રોજ પરિશ્રમ કરે છે. વૈષ્ણવોનો મનોરથ હતો કે, ગોકુલધામ હવેલી થાય, આ મનોરથ પૂરો કરવા તેજસભાઇએ ઘણો પુરુષાર્થ કર્યો છે.
NRG
USAના જ્યોર્જિયામાં ટીચર્સ એઝ લિડર્સ (TAL) પ્રોગ્રામમાં મૂળ વડોદરાના NRI-ગુજરાતી શિક્ષિકા રોશની શાહની પસંદગી

- 16 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત રોશની શાહે અમેરિકન પ્રેસિડેન્ટના એવોર્ડ સહિત અનેક એવોર્ડ મેળવ્યા
- મૂળ વડોદરાના રોશની કિન્તુ શાહ ગ્વિનેટ કાઉન્ટીની સમરઅવર સ્કૂલમાં મેથ્સની શિક્ષિકા.
દિવ્યકાંત ભટ્ટ. એટલાન્ટા-અમેરિકા । અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટની ગ્વિનેટ કાઉન્ટીમાં શિક્ષકો માટેનો ટીચર્સ એઝ લિડર્સ (TAL) પ્રોગ્રામ કાર્યરત છે. શિક્ષકો માટે પ્રતિષ્ઠિત ગણાતા આ પ્રોગ્રામમાં એનઆરઆઇ-ગુજરાતી શિક્ષિકા રોશની શાહે અનેક કઠિન પડાવો પાર કરી સ્થાન મેળવી ભારતનું ગૌરવ વધાર્યું છે. 16 વર્ષથી જ્યોર્જિયા સ્ટેટની ગ્વિનેટ કાઉન્ટીમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા મૂળ વડોદરાના રોશની શાહે અમેરિકન પ્રેસિડેન્ટના એવોર્ડ સહિત અનેક એવોર્ડ મેળવી ભારત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.
શિક્ષક એટલે શિસ્ત, ક્ષમા અને કર્મ. આ ત્રણેય મૂલ્યોરૂપી જડીબુટ્ટી ઘૂંટીને વિદ્યાર્થીને જીવન અને નવજીવન બક્ષે તે જ સાચા શિક્ષક. આવા ગુણોને એનઆરઆઇ – ગુજરાતી શિક્ષિકા રોશની શાહે વિદેશની ધરતી પર ચરિતાર્થ કરી શિક્ષણ આલમમાં આગવું સ્થાન અંકિત કર્યું છે.
અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટના એટલાન્ટામાં ગ્વિનેટ કાઉન્ટી આવેલી છે. આ ગ્વિનેટ કાઉન્ટીના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા કાઉન્ટીની સ્કૂલોના 11000 થી વધુ શિક્ષકોમાં નેતૃત્વ શક્તિ વિકસે તે હેતુથી લિડરશીપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ‘ટીચર્સ એઝ લિડર્સ’ શરૂ કરાયો છે. આ પ્રોગ્રામ માટે ગ્વિનેટ કાઉન્ટીમાં આવેલી સ્કૂલ્સના 11000 થી વધુ શિક્ષકોમાંથી 60 શિક્ષકોને પસંદ કરવામાં આવે છે. આ પસંદગીની પ્રક્રિયા ખૂબ જ કડક – જટિલ હોય છે. આ પ્રોગ્રામમાં સામેલ થવા ઇચ્છતા શિક્ષકોને વિવિધ લેખિત – મૌખિક અને પ્રેકટિકલ પ્રોસેસમાંથી પસાર થવાનું હોય છે. આ કઠિન પ્રક્રિયામાંથી ગ્વિનેટ કાઉન્ટીની સમરઅવર મીડલ સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષિકા મૂળ વડોદરાના રોશની કિન્તુ શાહ પસાર થઇ TAL પ્રોગ્રામમાં પસંદગી પામ્યા છે.

ટીચર્સ એઝ લિડર્સ પ્રોગ્રામ શિક્ષકોમાં નેતૃત્વશક્તિ ડેવલપ કરવા માટે છે. જેમાં શિક્ષકો સમાજના વિવિધ સમુદાયો તેમજ રાજ્ય અને રાષ્ટ્રીયસ્તરના નેતાઓ સાથે મુલાકાત ગોઠવી તેમનામાં રહેલા નેતૃત્વ કૌશલ્યોથી માહિતગાર થાય છે. એટલું જ નહીં શિક્ષણ અને બિઝનેશ સેકટર બંને સાથે સંકળાયેલા સમાજના આગેવાનો અને નેતાઓ પાસેથી નેતૃત્વના ગુણોનું ભાથું મેળવે છે. નેતૃત્વના ગુણોનું આ ભાથું પસંદ થયેલા શિક્ષકો પોતાના સાથી શિક્ષકો અને તેમના વિદ્યાર્થીઓને પીરસી તેમને કુશળ નેતૃત્વ કૌશલ્યથી સભર બનાવે છે.
શિક્ષક અને વિદ્યાર્થી લિડરશીપ કૌશલ્યથી શિક્ષણમાં સશક્ત બને છે : રોશની શાહ
TAL પ્રોગ્રામાં પસંદ થયેલા શિક્ષકો સમુદાયના આગેવાનો અને રાજ્ય તેમજ રાષ્ટ્રીય નેતાઓને મળે છે ત્યારે લિડરશીપ કૌશલ્યની અનેક બાબતો જાણવા-સમજવા મળે છે. સાથે એક નેટવર્ક ગોઠવાય છે. આ નેટવર્ક અને લિડરશીપ કૌશલ્યથી શિક્ષકો અને વિદ્યાર્થી શિક્ષણમાં સશક્ત બને છે તેમ િશક્ષિકા રોશની શાહે જણાવ્યું હતું.
રોશની શાહે અમેરિકન પ્રેસિડેન્ટ એવોર્ડ સહિત વિવિધ સન્માનો મેળવ્યાં
રોશની શાહે જ્યોર્જિયા સ્ટેટની ગ્વિનેટ કાઉન્ટીમાં વર્ષ 2006 થી ઇન્ટરનેશનલ કોમ્યુનિટી સ્કૂલથી વોલ્યુન્ટર તરીકે શિક્ષક તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ રોશની શાહે એક પછી એક વિવિધ સન્માન-એવોર્ડ મેળવ્યા છે. જેમાં તેમણે પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશના સમયે પ્રેસિડેન્ટસ વોલ્યુન્ટર સર્વિસ એવોર્ડ, મેથ્સ અને સાયન્સ વિષય માટે સુપ્રિન્ટેન્ડન્ટ્સ ડિસ્ટીગ્વિસ્ડ એચિવમેન્ટ એવોર્ડ અને 2014 માં ટીચર્સ ઓફ ધ યર નો ગૌરવાંન્વિત એવોર્ડ મેળવ્યો હતો.
-
VADODARA CITY6 days ago
આ તે કેવું સંગઠન?,ધારાસભ્યને કયા ગેટથી પ્રવેશ કરવો એની માહિતી નહીં મળતા સભા સ્થળેથી પાછા ફર્યા
-
VADODARA CITY5 days ago
EXCLUSIVE : વોન્ટેડ બુટલેગર નિર્ભયતાથી શહેરમાં ફરે છે પણ પોલીસ તેને પકડતી નથી !
-
VADODARA CITY3 days ago
Podar World School celebrate 8th International Yoga Day
-
VADODARA CITY6 days ago
મોદી સાહેબ દિલ્હી પહોંચે તે પહેલાં વડોદરામાં રખડતા ઢોરો ફરી રસ્તા પર
-
VADODARA CITY4 days ago
IMPACT: ફેક્ટ ફાઇન્ડરના આર્ટિકલ બાદ વિક્રમ ચાવડા 24 કલાકમાં પકડાઈ ગયો
-
VADODARA CITY5 days ago
પુત્રની લાશ સમજી અંતિમક્રિયા બાદ બીજા દિવસે પુત્ર જીવીત ઘરે આવ્યો
-
VADODARA CITY2 days ago
જરોદ પોલીસ મથકની હદમાં ફરજમાં મુકેલા હેડ ક્વાર્ટરના પોલીસ જવાનોએ LCBને ડિટેક્શનમાં મદદ કરી
-
VADODARA CITY1 day ago
કમલાનગર તળાવ પાસે બે હજારની 5.30 લાખની નોટો મળી