Connect with us

NRG

એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં શ્રીવલ્લભાખ્યાન યોજાયું

Published

on

  • ગોવિંદનો સાથ હશે તો કોવિડ જેવી મહામારીનો સામનો કરી શકીશું : પૂ.આશ્રયકુમારજી
  • શ્રી વલ્લભાચાર્ય શ્રીમહાપ્રભુજીના પ્રાગટ્યોત્સવ પર્વે શોભાયાત્રા અને નંદ મહોત્સવના મનોરથ યોજાયા
  • ગોકુલધામ પરિસરમાં પાલખી સાથે નીકળેલી શોભાયાત્રામાં શ્રદ્ધાળુઓ જોડાયાં

અમેરિકાના એટલાન્ટા સિટીમાં આવેલી ગોકુલધામ હવેલીમાં શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્યોત્સવ પર્વની ઉજવણી અંતર્ગત શ્રી વલ્લભાખ્યાનનું આયોજન કરાયું હતું. ત્રણ દિવસીય શ્રી વલ્લભાખ્યાનમાં યુવા વૈષ્ણવાચાર્ય પૂ.આશ્રયકુમારજી મહોદયે સમજાવ્યું હતું કે, ભગવદ્ નામ સ્મરણ થકી ગોિવંદ(શ્રીકૃષ્ણ)નો સાથ હશે તો કોવિડ જેવી ગમે તેટલી મહામારી આવશે તો તેનો સામનો આપણે કરી શકીશું.
એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં વડોદરાના કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠ પીઠાધિશ્વર પૂ.દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ આ વર્ષે જગદગુરુ શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય પર્વની ઉજવણી અનોખી રીતે કરાઇ હતી. જે અંતર્ગત પુષ્ટિ ધર્મની પ્રચાર-પ્રસાર યાત્રા હેઠળ ગોકુલધામ આવેલા યુવા વૈષ્ણવાચાર્ય પૂ.આશ્રયકુમારજી મહોદયના ત્રણ દિવસીય શ્રી વલ્લભાખ્યાનનું આયોજન કરાયું હતું.


વલ્લભાખ્યાનમાં પૂ.આશ્રયકુમારજીએ સમજાવ્યું હતું કે, શ્રીમદ્ વલ્લભાચાર્યે પુષ્ટિ માર્ગની સ્થાપના કરવા ઉપરાંત શ્રી વલ્લભ બ્રહ્મ સાથે આપણો સંબંધ કરાવે છે. પુષ્ટિ ભક્તિની પરંપરામાં આપણને લીન કરી પ્રભુની નજીક લઇ જાય છે. શ્રી વલ્લભાચાર્યે ઘેરઘેર પ્રભુને બિરાજમાન કરી પુરુષની સાથે સ્ત્રીને પણ પ્રભુ સેવાનો લાભ આપ્યો છે. જાતિ-ભેદ કે ઊંચ-નીચનો ભેદ કર્યા વિના સૌનો સ્વીકાર કર્યો છે. પ્રભુ ભક્તિના માર્ગે કશું છોડીને નહીં કે કશું તોડીને નહીં પણ પ્રભુ તરફ પોતાની જાતને સમર્પિત કરી જઇ શકાય તેવો બોધ આપ્યો છે.


વલ્લભાખ્યાનની પૂર્ણાહુતિ શનિવારે શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય પર્વની ઉજવણી હેઠળ શોભાયાત્રા અને નંદ મહોત્સવના મનોરથ સાથે થઇ હતી. શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યોત્સવના મુખ્ય મનોરથી તરીકે સ્વ.વિપિનભાઇ અને મનોરમાબહેન મજમુદાર અને સહ-મનોરથી તરીકે કિન્તુ અને રોશની શાહ તેમજ બેલા અને બિરેન શાહે લ્હાવો લીધો હતો.

પાલખીમાં શ્રીવલ્લભાચાર્યજીની પ્રતિમાને બિરાજમાન કરી ગોકુલધામ પરિસરમાં શોભાયાત્રા નીકળી હતી. ભજન-કિર્તનના ગાન સાથે નીકળેલી શોભાયાત્રામાં ગોકુલધામના ચેરમેન અશોક પટેલ, એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવા, ટીમ મેમ્બર્સ હેતલ શાહ, અલકેશ શાહ, ગિરીશ શાહ, પરિમલ પટેલ ઉપરાંત મોટી સંખ્યામાં વૈષ્ણવ શ્રદ્ધાળુઓ જોડાયા હતા. મનુભાઇ પટેલ, રંજનબહેન શિરોયા, અશ્વિન પટેલ અને કિરીટ શાહ સહિત વિવિધ સ્વયંસેવકોએ મહાપ્રસાદની સેવા માટે જહેમત ઊઠાવી હતી.

Advertisement

NRG

વડોદરાના વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ અમેરિકાના ઓસ્ટિન સિટીમાં ‘નંદગામ’ હવેલીનું નિર્માણ થશે

Published

on

  • શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય પર્વની ઉજવણી પ્રસંગે પૂ.દ્વારકેશલાલજી મહારાજ દ્વારા ઓસ્ટિનમાં નંદગામ હવેલીની જાહેરાત
  • ઓસ્ટિનમાં પુષ્ટિ સેન્ટરનો પ્રારંભ : શ્રી મહાપ્રભુજીની શોભાયાત્રા યોજાઇ

અમેરિકાના ટેક્સાસ સ્ટેટમાં આવેલા ઓસ્ટિન સિટીમાં ‘નંદગામ’ હવેલીનું નિર્માણ કરવાની જાહેરાત શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય પર્વની ઉજવણી વેળા કરાઇ છે. આ જાહેરાત થતાં ઓસ્ટિન અને તેની આસપાસના શહેરોમાં વસવાટ કરતા વૈષ્ણવો અને ભારતીય સમુદાયમાં આનંદ-ઉલ્લાસ છવાયો હતો. ઓસ્ટિનમાં ‘નંદગામ હવેલી’ અંતર્ગત પુષ્ટિ સેન્ટરનો શનિવારથી પ્રારંભ કરાયો છે.

ઓસ્ટિનમાં શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય પર્વની શોભાયાત્રા યોજાઇ હતી. જેમાં 300 થી વધુ વૈષ્ણવો ઉમટ્યા હતા.
અમેરિકાના એટલાન્ટા અને ઓસ્ટિન સિટીમાં તા.30 એપ્રિલે યુવા વૈષ્ણવાચાર્ય પૂ.આશ્રયકુમારજી મહોદયના સાંનિધ્યમાં શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય પર્વની ઉજવણીનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે વડોદરાના શ્રી કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠ પીઠાધિશ્વર વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી મહારાજે વિડીયોના માધ્યમથી ઓસ્ટિનના વૈષ્ણવોને વચનામૃતનો લ્હાવો આપ્યો હતો.

આ દરમિયાન પૂ.વૈષ્ણવાચાર્યે ઓસ્ટિનના વૈષ્ણવો છેલ્લા બે વર્ષથી ‘હવેલી’ બનાવવા માટે ઉત્સુક હતા તેમ જણાવી આગામી સમયમાં ઓસ્ટિનમાં ‘નંદગામ હવેલી’ નું નિર્માણ કરી નૂતન હવેલીમાં શ્રી ઠાકોરજીની પધરામણી કરાવવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત સાંભળી ઓસ્ટિનના વૈષ્ણવો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.


ઓસ્ટિનમાં શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય પ‌ર્વની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. ત્યારબાદ ‘નંદગામ હવેલી’ અંતર્ગત પુષ્ટિ સેન્ટરનો પ્રારંભ કરાયો હતો. નાના બાળકોએ મંગલાચરણના શ્લોક ગાઇને પુષ્ટિ સેન્ટરના શુભારંભમાં જોડાયેલા શ્રદ્ધાળુઓને આકર્ષિત કર્યા હતા.


ઓસ્ટિનમાં કલ્યાણકૃપા આઇએનસી અંતર્ગત સાકાર થનાર નંદગામ હવેલીના ટીમ મેમ્બર્સની જાહેરાત યુવા ‌વૈષ્ણવાચાર્ય પૂ.આશ્રયકુમારજી મહોદયે કરી હતી. જેમાં ફાઉન્ડિંગ મેમ્બર્સ તરીકે રશ્મિકાંત શાહ અને એટલાન્ટાની ગોકુલધામ હવેલીના એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવાનો સમાવેશ કરાયો છે.

Advertisement

જ્યારે સીઇઓ તરીકે તપન શાહ, એક્ઝિક્યુટિવ સેક્રેટરી તરીકે અવની જાંબુડી, પવન પટેલને સીએફઓ, વાઇસ ચેરમેન તરીકે નિરવ પટેલને નિયુક્ત કરાયા છે. ધવલ શેઠને ઇવેન્ટ મેનેજમેન્ટની અને રોહન શાહને કોમ્યુનિકેશનની, વિમલ મોતીપરાને આસિસ્ટન્ટ ટ્રેઝરર અને પંકજ દેસાઇને કિચન ટીમની જવાબદારી સોંપાઇ છે. ટ્રસ્ટી તરીકે જીજ્ઞેશ પટેલ અને સંજય પરીખને નિયુક્ત કરાયા છે.

Advertisement
Continue Reading

Trending