Connect with us

NRG

વડોદરાના વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ અમેરિકાના ઓસ્ટિન સિટીમાં ‘નંદગામ’ હવેલીનું નિર્માણ થશે

Published

on

  • શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય પર્વની ઉજવણી પ્રસંગે પૂ.દ્વારકેશલાલજી મહારાજ દ્વારા ઓસ્ટિનમાં નંદગામ હવેલીની જાહેરાત
  • ઓસ્ટિનમાં પુષ્ટિ સેન્ટરનો પ્રારંભ : શ્રી મહાપ્રભુજીની શોભાયાત્રા યોજાઇ

અમેરિકાના ટેક્સાસ સ્ટેટમાં આવેલા ઓસ્ટિન સિટીમાં ‘નંદગામ’ હવેલીનું નિર્માણ કરવાની જાહેરાત શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય પર્વની ઉજવણી વેળા કરાઇ છે. આ જાહેરાત થતાં ઓસ્ટિન અને તેની આસપાસના શહેરોમાં વસવાટ કરતા વૈષ્ણવો અને ભારતીય સમુદાયમાં આનંદ-ઉલ્લાસ છવાયો હતો. ઓસ્ટિનમાં ‘નંદગામ હવેલી’ અંતર્ગત પુષ્ટિ સેન્ટરનો શનિવારથી પ્રારંભ કરાયો છે.

ઓસ્ટિનમાં શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય પર્વની શોભાયાત્રા યોજાઇ હતી. જેમાં 300 થી વધુ વૈષ્ણવો ઉમટ્યા હતા.
અમેરિકાના એટલાન્ટા અને ઓસ્ટિન સિટીમાં તા.30 એપ્રિલે યુવા વૈષ્ણવાચાર્ય પૂ.આશ્રયકુમારજી મહોદયના સાંનિધ્યમાં શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય પર્વની ઉજવણીનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે વડોદરાના શ્રી કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠ પીઠાધિશ્વર વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી મહારાજે વિડીયોના માધ્યમથી ઓસ્ટિનના વૈષ્ણવોને વચનામૃતનો લ્હાવો આપ્યો હતો.

આ દરમિયાન પૂ.વૈષ્ણવાચાર્યે ઓસ્ટિનના વૈષ્ણવો છેલ્લા બે વર્ષથી ‘હવેલી’ બનાવવા માટે ઉત્સુક હતા તેમ જણાવી આગામી સમયમાં ઓસ્ટિનમાં ‘નંદગામ હવેલી’ નું નિર્માણ કરી નૂતન હવેલીમાં શ્રી ઠાકોરજીની પધરામણી કરાવવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત સાંભળી ઓસ્ટિનના વૈષ્ણવો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.


ઓસ્ટિનમાં શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય પ‌ર્વની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. ત્યારબાદ ‘નંદગામ હવેલી’ અંતર્ગત પુષ્ટિ સેન્ટરનો પ્રારંભ કરાયો હતો. નાના બાળકોએ મંગલાચરણના શ્લોક ગાઇને પુષ્ટિ સેન્ટરના શુભારંભમાં જોડાયેલા શ્રદ્ધાળુઓને આકર્ષિત કર્યા હતા.


ઓસ્ટિનમાં કલ્યાણકૃપા આઇએનસી અંતર્ગત સાકાર થનાર નંદગામ હવેલીના ટીમ મેમ્બર્સની જાહેરાત યુવા ‌વૈષ્ણવાચાર્ય પૂ.આશ્રયકુમારજી મહોદયે કરી હતી. જેમાં ફાઉન્ડિંગ મેમ્બર્સ તરીકે રશ્મિકાંત શાહ અને એટલાન્ટાની ગોકુલધામ હવેલીના એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવાનો સમાવેશ કરાયો છે.

Advertisement

જ્યારે સીઇઓ તરીકે તપન શાહ, એક્ઝિક્યુટિવ સેક્રેટરી તરીકે અવની જાંબુડી, પવન પટેલને સીએફઓ, વાઇસ ચેરમેન તરીકે નિરવ પટેલને નિયુક્ત કરાયા છે. ધવલ શેઠને ઇવેન્ટ મેનેજમેન્ટની અને રોહન શાહને કોમ્યુનિકેશનની, વિમલ મોતીપરાને આસિસ્ટન્ટ ટ્રેઝરર અને પંકજ દેસાઇને કિચન ટીમની જવાબદારી સોંપાઇ છે. ટ્રસ્ટી તરીકે જીજ્ઞેશ પટેલ અને સંજય પરીખને નિયુક્ત કરાયા છે.

Advertisement

NRG

એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં 3 વર્ષ બાદ પૂ.દ્વારકેશલાલજીનું પુન:આગમન

Published

on

  • પાંચ ભાવ પૈકી કોઈ એક ભાવથી પ્રભુને ભજીશું તો આ જીવાત્મા પરમાત્માથી અળગો રહી શક્તો નથી : દ્વારકેશલાલજી
  • ગોકુલધામમાં પૂ.દ્વારકેશલાલજીના સાંનિધ્યમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ-નંદ ભવન ઉત્સવ ઉજવાયો
  • કૃષ્ણનું ભયથી નામ સ્મરણ કરનાર કંસની મુક્તિ થતી હોય તો ભક્તિ કરનારનો હાથ અને સાથ કૃષ્ણ ક્યારેય છોડતા નથી : પૂ.દ્વારકેશલાલજી

દિવ્યકાંત ભટ્ટ તરફથી, એટલાન્ટા
અમેરિકાના એટલાન્ટા સિટીમાં આવેલી ગોકુલધામ હવેલીમાં 3 વર્ષ બાદ વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી મહારાજના પુન: આગમન પ્રસંગે શ્રીકૃષ્ણ જન્મોત્ત્સવ-નંદ ભવન ઉત્ત્સવની આનંદ-ઉત્સાહ સાથે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી.આ પ્રસંગે આયોજિત શ્રીકૃષ્ણ ચરિતામૃત સત્સંગમાં પૂ.દ્વારકેશલાલજી મહારાજશ્રીએ ભક્તિના પાંચ ભાવનું વર્ણન કરી સમજાવ્યું હતું કે, પાંચ ભાવ પૈકી કોઇ એક ભાવથી પ્રભુને આપણે નિત્ય ભજીશું તો આ જીવાત્મા પરમાત્માથી ક્યારેય અળગો રહી શક્તો નથી.


ગોકુલધામ હવેલીમાં મંગળવારની ઢળતી સાંજે વડોદરાના શ્રી કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠ પીઠાધિશ્વર પૂ.દ્વારકેશલાલજી મહારાજશ્રીના સાંનિધ્યમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ અને નંદ ભવન ઉત્સવની ઉજવણી કરાઇ હતી. પૂ.શ્રીએ ચાંદીના પલનામાં શ્રીઠાકોરજીને ઝુલાવતાં આ દર્શનનો લ્હાવો લઇ ગોકુલધામના વૈષ્ણવ શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા. ગોકુલધામની સજાવટ ટીમ દ્વારા આ પ્રસંગે તૈયાર કરાયેલું નંદ ભવનનું ડેકોરેશન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ વેળા શ્રદ્ધાળુઓએ ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકી’ નો જયઘોષ કરી શ્રીકૃષ્ણ જન્મોત્ત્સવનો આનંદ લૂંટ્યો હતો.


શ્રીકૃષ્ણ જન્મોત્ત્સવ બાદ ગોકુલધામના શ્રીજગદગુરુ હોલમાં શ્રીકૃષ્ણ ચરિતામૃત સંત્સંગનું આયોજન કરાયું હતું. પૂ.દ્વારકેશલાલજી મહારાજશ્રીએ કૃષ્ણની ભક્તિ વાત્સલ્ય ભાવથી, સખ્ય(મિત્ર)ભાવથી, માધુર્ય(પ્રેમ) ભાવથી, દાસ ભાવથી અને શાંત ભાવથી કરવા જણાવ્યું હતું. આ પાંચ પૈકી કોઇ એક ભાવથી પણ પ્રભુને ભજીશું તો આ જીવાત્મા પરમાત્માથી અળગો રહી શક્તો નથી. પૂ.શ્રીએ કહ્યું હતું કે, કંસ દ્વારા ભયથી પણ કૃષ્ણનું નામ લેવાયું હતું તો પણ તેની મુક્તિ થતી હોય તો જે ભક્તિ ભાવે કૃષ્ણને ભજે છે તેનો હાથ અને સાથ કૃષ્ણ ક્યારેય છોડતા નથી.


પૂ.શ્રીએ રાત્રે સૂતી વખતે ક્ષમા કરી દઇશું અને ક્ષમા આપી દઇશું તો પ્રભુને અતિ આનંદ થશે તેમ કહ્યું હતું.પૂ.શ્રીએ હ્રદયરૂપી ખેતરમાં કૃષ્ણરૂપી બીજનું વાવેતર કરીશું અને તેમાં પ્રેમની માટીથી એને આપણે સિંચીશું, સત્સંગના ખાતરથી તેનું પોષણ કરીશું, કિર્તનના જળથી પોષણ આપીશું અને સેવાના પવન-વાયરા વાતા રહેશે તો કૃષ્ણરૂપી બીજ પલ્લવિત-અંકુરિત થશે.આ બીજ ઉપર ભક્તિરૂપી ફળ લાગશે તેનાથી આપણે અળગા રહી શકીશું નહીં.


આ પ્રસંગે મુખ્ય મનોરથી કામિની અને તુષાર પટેલ, સહ મનોરથી બેલા અને બિરેન શાહનું સન્માન કરાયું હતું. પૂ.દ્વારકેશલાલજી મહારાજશ્રીએ આ ટાણે ગોકુલધામ હવેલીના એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવાને ઓનરરી ડૉકટરેટની પદવી મળી હોવાનું જાહેર કરતાં વૈષ્ણવોએ આ જાહેરાતને વધાવી લીધી હતી.


કાર્યક્રમમાં ગોકુલધામના ચેરમેન અશોક પટેલ, એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવા, ટ્રેઝરર કિન્તુ શાહ, જીગર શાહ, સુબોધ શાહ, ડૉ. ઇન્દ્ર શાહ, હેતલ શાહ, સમીર શાહ, અલકેશ શાહ, કેતુલ ઠાકર, હિતેશ પંડિત, આત્મય અને આર્ષ તલાટી સહિત અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Continue Reading

Trending