Connect with us

NATIONAL

અરબ સાગરમાં 1400 AK-47 રાઇફલ્સ પકડાઈ, કયાં તબાહી મચાવવાનો ઇરાદો હતો?

Published

on

ભારતને અડીને આવેલા અરબ સાગરમાં AK-47ની મોટી દાણચોરી પકડાઇ છે. અમેરિકાની નૌસેનાએ કહ્યું કે પેટ્રોલિંગ દરમ્યાન ઉત્તરી અરબ સાગરમાંથી 1400 AK-47 અને મોટી માત્રામાં દારૂગોળા જપ્ત કરવામાં આવ્યા છે. આ રાઇફલ્સ એક માછલી પકડવાની બોટમાં છુપાવવામાં આવી હતી.

ચોંકાવાનારી વાત એ હતી કે આ બોટ કોઇ પણ દેશમાં રજિસ્ટ્રેMન વગર સમુદ્રમાં ફરી રહી હતી. અમેરિકન નૌસેનાએ દાવો કર્યો છે કે દાણચોરી થઇ રહેલી રાઇફલ્સ યમનમાં હુતી વિદ્રાહોઓને મોકલવામાં આવી રહી હતી. એવી શંકા વ્યકત કરવામાં આવી રહી છે કે તેનું ઉત્પાદન ઇરાનમાં કરવામાં આવ્યું હતું.

Advertisement

યુ.એસ. નૌસેનાના અધિકારીઓએ જણાવ્યું હતુ કે આ જહાજ કોમર્શિયલ શિપિંગ અને તેમના નેવિગેશનને જોખમ મુકશે તેવી આશંકા હતી. એવામાં આદેશ મળવાને કારણે, જહાજમાંથી ક્રુ મેમ્બર્સ અને હથિયારોને હટાવ્યા પછી જહાજને સમુદ્રમાં ડુબાડી દેવામાં આવ્યું હતુ.

આ વર્ષે 11 ફેબ્રુઆરીના રોજ યુ.એસ. ગાઇડેડ મિસાઇલ વિનાશક યુએસએસ વિસ્ટર્ન એસ ચર્ચિલે આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ, સોમાલિયાના દરિયા કિનારે એક સ્ટેટસેલ જહાજમાંથી હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. તેમાં AK-47 એસોલ્ટ રાઇફલ્સ, લાઇટ મશીનગન, રોકેટ- પ્રોપેલ્ડ ગ્રેનેડ લોન્ચર અને હેવી સ્નાઇપર રાઇફલ્સ સહિત અનેક બીજા હથિયારો મળ્યા હતા.

Advertisement

અમેરિકી નૌસેના અધિકારીઓએ કહ્યું કે અરબ સાગરના ઉત્તરી વિસ્તારમાં યુએસએસ ટેમ્પેસ્ટ (PC-2) અને યુએસએસ ટાઇફૂન (PC-5) જયારે દરિયમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે માછલી પકડવા વાળી એક બોટ નજરે પડી હતી. આ બોટ પર કોઇ પણ દેશનો ધ્વજ લહેરાતો નહોતો. સમુદ્રી ટ્રાફીક પર નજર રાખ્તી સંસ્થાઓ પાસે પણ આ બોટનું કોઇ રજિસ્ટ્રેન નહોતું. એવામાં આ શંકાસ્પદ બોટની અમેરિકન નૌસેનાના જવાનોએ તપાસ કરી તો 1400 AK-47 એસોલ્ટ રાઇફલ્સ અને 2,26,00 રાઉન્ડ દારૂગોળો મળી આવ્યા હતા.

અમેરિકી નૌસેનાએ જણાવ્યું કે ઉત્તરી અરબ સાગરના આંતરરાષ્ટ્રીય સમુદ્રી કાયદા મુજબ પેટ્રોલિંગ દરમ્યાન કોઇ પણ જહાજે ધ્વજ ફરકાવવો ફરજિયાત છે. પરંતુ આ બોટ પર કોઇ ધ્વજ નહોતો. જહાજમાંથી પકડાયેલા 5 ક્રુ મેમ્બર્સના સભ્યોની ઓળખ યમનના નાગરિકો તરીકે થઇ છે. નૌસેનાએ કહ્યું કે આ લોકોને તેમના સંબધિત દેશોમાં મોકલી આપવામાં આવશે. આ હથિયારોને યમનનમાં સક્રીય હૂતી વિદ્રોહીઓને મોકલવાના હતા. યમનના આ આતંકવાદીઓ ઇરાનના સહયોગથી છેલ્લાં અનેક વર્ષથી પુરા દેશમાં આતંક મચાવી રહી છે. સઉદી અરબ પણ આ ગ્રુપો સામે જંગ લડી રહી છે.

Advertisement
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

NATIONAL

HDFC Bank adjudged Best Performing Bank in SHG Linkage by NRLM, Ministry of Rural Development, Govt of India

Published

on

HDFC Bank has been adjudged Best Performing Bank in SHG Linkage by National Rural Livelihood Mission (NRLM), Ministry of Rural Development, Govt of India.

At a function organised at Vigyan Bhavan, New Delhi, the award was presented by Giriraj Singh, Minister of Rural Development to K Venkatesh, Head – Sustainable Livelihood Initiative, HDFC Bank. Notably, HDFC Bank was the only Private Bank to be felicitated for remarkable work in SHGs – by the National Rural Livelihood Mission (NRLM).

Advertisement

Self Help Group (SHG) is a group lending model with a group of small-time women entrepreneurs coming together for a loan, where the repayment is a collective responsibility of each member in the group. Self Help Group emphasises on the concept of group cohesion and bonding. Due to this structure, an SHG is an evolved group with strong group linkage in place.

Given the structure, Govt of India started National Rural Livelihood Mission (NRLM) in 2011 as a poverty alleviation project. Implemented by the Government of India under the ministry of Rural Development, NRLM’s focus is to promote self-employment and create sustainable livelihood opportunities for the rural poor.

Advertisement

As part of NRLM, HDFC Bank provides access to financial services to over 4.5 lakh individuals in unbanked and underbanked sections of society. The Bank has signed MoUs with State Rural Livelihood Mission of six states, namely Assam, Chhattisgarh, Maharashtra, Punjab, Rajasthan and Uttar Pradesh.

Under the National Rural Livelihood Mission, the bank has offered advances over Rs 1,000 crore – as of February 2022.

Advertisement
Continue Reading

Trending